બાળક જન્મે ત્યારે ગળથૂથી શા માટે પાવામા આવે જાણો તેના રોચક તથ્ય

0
733

બાળકનો જન્મ થાય ત્યારે આપણે ત્યાં એક પરંપરા રહી છે, અને તે એટલે ગળથૂથી (galthuthi) પીવડાવવાની. બાળક જન્મે ત્યારે તેની જીભ પર મધ અને ઘી ચટાડવું અને સોનાની સળીથી ૐ લખવું આવી એક પરંપરા આપણે ત્યાં છે. આ જે પરંપરા છે તે જ એટલે આપણો સુવર્ણપ્રાશન સંસ્કાર. સુવર્ણ ચટાડવું એટલે જ સુવર્ણપ્રાશન. આપણે આ કરીએ જ છીએ પણે તે શા માટે તે ખબર નથી !! તે કેવી રીતે આવ્યું? તે ખબર નથી ! પણ તે ટકી રહ્યું છે, તે મોટી વાત છે અને હજારો વર્ષ પછી પણ તે ટકી રહી છે, ત્યારે તેના પાછળ આપણાં ઋષિઓએ કેટકેટલો પરિશ્રમ કર્યો હશે ?? આપણે સુખી થઇએ તે માટે તેમણે પરિશ્રમ ઊઠાવ્યો છે, પણ આપણે ક્યારેય તે સમજવાની પણ તસ્દી લીધી નહિં !!

આ સુવર્ણપ્રાશન માત્ર તે જ દિવસે ચટાડી દેવાથી પતી જતું નથી પણ તે તો તેની શરૂઆત છે, અને તે દિવસથી શરૂ કરીને ઓછામાં ઓછા છ મહિના સુધી દરરોજ આપવું જોઇએ અને જો આપને પોસાય તેમ હોય તો સમગ્ર બાલ્યાવસ્થા સુધી પણ આપી શકાય. (આ સોનાનું મહત્વ એટલું બધું છે કે આપણે ત્યાં બાળક જન્મે ત્યારે સોનાનો દાગીનો લઇ જવાની પ્રથા આવી ગઇ.)

સુવર્ણપ્રાશન શું છે?

પુષ્ય નક્ષત્રમાં સુવર્ણ અને આયુર્વેદની ઉત્તમ ઔષધી જેવી કે બ્રાહ્મી, શંખપુષ્પી, વચા, શતાવરી, ચિત્તક, શતપુષ્પા, દંતી, નસોત્તર, અશ્વગંધા, બલાબીજ વગેરેનાં સંયોજનને મધ અને ગાયનાં ઘીમાં મેળવીને નિષ્ણાત વૈદ્યની દેખરેખ નીચે ” સુવર્ણપ્રાશન” પુષ્યનક્ષત્રમાં જ બનાવીને આપવાનો ઉલ્લેખ છે.

“સુવર્ણપ્રાશન“થી

  • બાળકની બુદ્ધિ અને યાદશક્તિ વધે છે.
  • જઠરાગ્નિ અને બળ વધારે છે.
  • પાચનશક્તિ સુધારી શરીરની શક્તિ વધારે છે. શરીરને પુષ્ટ કરે છે
  • વર્ણ્ય એટલે કે શરીરનો વર્ણ ઉત્તમ બનાવનાર છે.
  • તે બાળકને થતી ગ્રહબાધા, ગ્રહપીડાથી બચાવે છે. વાયરલ અને બેક્ટેરીયલ ઇન્ફેક્શનથી થનારા જુદા-જુદા રોગોનો નાશ કરનાર છે. જન્મથી ૧૨ વર્ષ સુધીનાં બાળકને “સુવર્ણપ્રાશન” રોજ કરાવવામાં આવે તો અતિશય ઉત્તમ મેધાવાળો બને છે અને કોઇ પણ રોગથી પીડાતો નથી. આ સુવર્ણ પ્રાશનનું આયુર્વેદ ના પ્રાચિન બાળરોગોના નિષ્ણાંત એવા કાશ્યપ ઋષિએ પોતાના કાશ્યપ સંહિતા ગ્રંથમાં આ મુજબ વર્ણન કર્યુ છે.

सुवर्णप्राशन हि एतत मेधाग्निबलवर्धनम् ।
आयुष्यं मंगलमं पुण्यं वृष्यं ग्रहापहम् ॥
मासात् परममेधावी क्याधिभिर्न च धृष्यते ।
षडभिर्मासै: श्रुतधर: सुवर्णप्राशनाद् भवेत् ॥
सूत्रस्थानम्, काश्यपसंहिता

અર્થાત,સુવર્ણપ્રાશન મેધા (બુદ્ધિ), અગ્નિ અને બળ વધારવાવાળું છે. તે આયુષ્ય આપવાવાળું, કલ્યાણકારક, પુણ્યકારક, વૃષ્ય, વર્ણ્ય (શરીરના વર્ણને ઊજળો કરનાર) તથા ગ્રહબાધાને દૂર કરવાવાળુ છે. સુવર્ણપ્રાશનથી બાળક એક માસમાં મેધાયુક્ત બને છે તથા બાળકનું રોગોથી રક્ષણ થાય છે અને તે છ માસમાં શ્રુતધર (સાંભળેલી વાત ને યાદ રાખવાવાળું) બને છે. અર્થાત્ તેની સ્મરણશક્તિ ખૂબ જ વધે છે.છ માસ સુધીનો પ્રયોગ :- જો બાળકને સતત છ માસ સુધી “સુવર્ણપ્રાશન” સતત આપવામાં આવે તો તે શ્રુતધર બને છે એટલે કે સાંભળેલું તુરત જ યાદ રહી જાય એટલે કે યાદશક્તિ વધે છે. ” સુવર્ણપ્રાશન” સંસ્કારથી ૧૨ વર્ષ સુધીની ઉંમરના દરેક બાળકને આપી શકાય છે અને આ પ્રયોગ સતત છ માસ સુધી કરવામાં આવે તો ઉપર પ્રમાણેના ફાયદા થાય છે. આમ, “સુવર્ણપ્રાશન” પુષ્યનક્ષત્રમાં કરવાનું વિધાન ખુબ જ ફલપ્રદ છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here