ફક્ત Hi લખવાથી સરકારની બધી યોજનાની માહિતી તમારા વોટ્સઅપ પર મળશે

0
293

ભાજપાના ટેક્નોસેવી પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ (CR Patil) દ્વારા અનોખી પહેલ કરવામાં આવી છે. રાજ્યના નાગરિકો હવે ઘેર બેઠા સરકારની વિવિધ યોજનાઓની માહિતી સરળતાથી વ્હોટ્સએપ હેલ્પડેસ્કના માધ્યમથી મેળવી શકશે. ગઈકાલે મુખ્યમંત્રી વિજય રૂપાણી (vijay rupani) દ્વારા ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના માર્ગદર્શન હેઠળ સરકારની તમામ યોજનાઓ જન-જન સુધી પહોંચે તે હેતુથી તૈયાર કરાયેલા ‘વ્હોટ્સએપ હેલ્પડેસ્ક’નું ઉદ્ધાટન કરવામાં આવ્યું. 

આમ ગુજરાત સરકારની તમામ યોજનાઓ જન-જન સુધી પહોંચે તે હેતુથી આ વોટ્સઅપે હેલ્પડેસ્ક તૈયાર કરાયું છે. આમ, નાગરિકોને સરકારી યોજનાઓ વિશેની સંપૂર્ણ માહિતી સરળ રીતે ઉપલબ્ધ થશે. 

ઉલ્લેખનીય છે કે, ગુજરાતના અનેક લોકો સરકાર દ્વારા પ્રજાલક્ષી કઈ કઈ યોજનાઓ અમલમાં મૂકાય છે તેની માહિતી નાગરિકોને હોતી નથી. જેથી અનેક લોકો આ લાભથી વંચિત રહી જાય છે. આવામાં ગુજરાતમાં વધુને વધુ લોકો આ લાભ લે અને તેઓને યોજનાની સંપૂર્ણ માહિતી એક ક્લિક પર મળી રહે તે હેતુથી આ પહેલ કરવામાં આવી છે. 

કેવી રીતે મેળવી શકશો યોજનાની માહિતી 

  • નાગરિકોએ ૦૨૬૧-૨૩૦૦૦૦૦ નંબર પોતાના મોબાઈલમાં સેવ કરીને ‘hi’ મેસેજ કરવાનો રહેશે.
  • ત્યાર બાદ મેસેજ આવશે, જેનો રીપ્લાય ‘0’(ઝીરો) લખીને મોકલવાથી યોજનાઓનું લિસ્ટ નંબર સાથે આવશે.
  • નાગરિકોને જે યોજના વિશે માહિતી જોઈતી હોય તે યોજનાનો નંબર લખીને મોકલશે એટલે જે તે યોજનાની સંપૂર્ણ માહિતી મેસેજ મારફત આવી જશે.

ફક્ત Hi લખવાથી સરકારની બધી યોજનાની માહિતી તમારા વોટ્સઅપ પર મળશે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here