કોઈ પણ સ્ત્રી પોતાના પતિ પાસે થી ફક્ત આટલી અપેક્ષા રાખતી હોય છે વાંચો અને શેર કરો

0
279

કોઈ પણ સ્ત્રી પોતાના પતિ પાસે થી આટલી અપેક્ષા રાખતી હોય છે

હું તમને નથી કહેતી કે મારા માટે ચાંદ – તારા . તોડી લાવો પણ સાંજે જ્યારે કામ પર થી ઘરે આવો ત્યારે ચહેરા પર એક સ્માઈલ લઈને આવો .

હું નથી કહેતી કે સહુથી વધારે મને પ્રેમ કરો પણ એક નજર પ્રેમથી મારી તરફ જરુર જોયા કરો .

હું નથી કહેતી કે તમે માત્ર મને પસંદ કરો પણ તમને શું શું પસંદ છે એ મન ખોલીને કહ્યા કરો .

હું એમ પણ નથી કહેતી કે મારાથી ભુલા થાય ત્યારે મને ના ખીજવાતા પણ ખીજવાતા પહેલા મારી વાત સાંભળ્યા કરો .

હું એમ પણ નથી કહેતી કે મારા જન્મદિવસે મને મોંધી ગીફટ આપો પણ એ દિવસે મારા પર થોડો વધારે પ્રેમ વરસાવતા રહો .

હું નથી કહેતી કે મને બહાર જમવા લઈ જાઓ પણ આપણા ઘરમાં એક વાર મારી સાથે બેસીને જમ્યા કરો .

નથી કહેતી કે ઘરકામમાં મને સહકાર આપો પણ આખો દિવસ કેટલું કામ કરુ છુ એ માત્ર મનથી અનુભવી જુઓ .

હું નથી કહેતી કે મારો હાથ પકડીને ફર્યા કરો પણ જ્યારે એકલા હોઈએ ત્યારે ગળે લગાડીને માથા પર વહાલથી પપ્પી જરુર કર્યા કરો .

સતત ભાગતા ભાગતા જ પસાર થવાની છે જીદંગી પણ કોઈક વાર તમારું માથું માળા ખોળામાં નાખ્યા કરો .

હું નથી કહેતી કે મારા અલગ અલગ નામ પાડો પણ ક્યારેક ક્યારેક “ સાંભળે છો ” કહીને જરુર બોલાવ્યા કરો .

હું એમ પણ નથી કહેતી કે તમારી દરેક વાત મને કહો પણ મારી કંઈ વાત તમને સારી નથી લાગતી એ પણ ક્યારેક કહ્યા કરજો .

મિત્રો , બધાજ પુરુષોને વિનંતી કરુ છુ કે તમારી પત્ની સાથે તમારા દિલની બધીજ વાતો જરુર કહેજો .

એક સ્ત્રી પૂરા વિશ્વાસની સાથે લાખો સપનાઓની સાથે કાયમ માટે તમારી થઈ જાય છે .

એ કોઈના પૈસા પર નથી મોહ રાખતી . પણ કોઈ સાચા દિલથી પ્રેમ કરે તો એ તેના માટે આખી દુનિયા સાથે લડવા તૈયાર થઈ જતી હોય છે .

( Gusansar કરજોર હોય છે એ મર્દ જે પરિસ્થિતિ સાથે લડવાની જગ્યાએ પોતાની પત્નિ સાથે લડે છે અને વાત વાતમાં તેને સંભળાવ્યા કરે છે .

લગ્ન પછી તેની પોતાની વસ્તુ પણ તેની પોતાની નથી રહેતી કે નથી બચતી . . .

શરીર તેનું હોય છે પણ તેના પર હલ્દી લાગે છે તો માત્ર પતિના નામની , હથેળી તેની હોય છે પણ તેના પર મહેંદી લાગે છે તો તે પણ પતિના નામની .

માથા પર માંગ તેની હોય છે પણ તેમાં સિંદુર લાગે છે તો પતિના નામનું . .

પોતાના માથા પર બિંદી લાગે છે તો તે પણ પતિના નામની . . . નાક તેનું પોતાનું હોય છે પણ નથની પહેરે છે પતિના નામની .

ગળું તેનું પોતાનું પણ તેમાં મંગળસૂત્ર પતિના નામનું , હાથ તેના પણ તેમાં પહેરેલી બંગડી પતિના નામની .

પરસેવો આખી જિંદગીનો તેના ખોળામાં સુકાઈ જશે . જીવનસાથી શું છે એ ઘડપણમાં સમજ આવશે .

ત્યાં સુધી કે પગમાં ઝાંઝર પણ પતિના નામની , ગર્ભ તેનો પણ તેમાં થનાર બાળક પતિના નામનું . .

જો કોઈને પગે પણ લાગો તો . તેમાં મળતા અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ પણ પતિના નામના

પોતાના નામની આગળ લાગતું ગોત્ર પણ બદલાઈને પતિના નામનું . . . સ્ત્રી પાસે તો તેના પોતાના નામનું કંઈ પણ નથી હોતું . .

લગ્ન પહેલા દાદીમાં કહેતા હતા કે આ તો . બિજાના ઘરે જવાની છે અને લગ્ન પછી સાસુ કહે છે કે આ બિજાના ઘરે થી આવી છે . . . એટલે તેનું ઘર પણ પોતાનું નથી હોતું . .

આટલું બધુ સહન કરવા છતાં એક સ્ત્રી તેના પતિ પાસેથી માત્ર પ્રેમ અને તેનો સાથ માંગતી હોય છે પણ અફસોસ કેટલાય મર્દ તેના આ બલિદાનની કદર પણ નથી કરી શકતા .

પોસ્ટ સારી લાગી હોય તો વધારે લોકો સુધી પહોંચે એ માટે શેયર કરો , જેથી દરેક માણસ આ સુંદર સંબંધની મહત્વતા સમજી શકે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here