વિધવા મહિલાને પુન:લગ્ન કરવા માટે રૂ.50000 ની સહાય મેળવવા માટે વધુ માહિતી

0
247

વિધવા મહિલાને પુન:લગ્ન કરવા માટે રૂ.50000 ની સહાય મેળવવા માટે ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાનો લાભ મેળવતા હોવા જોઈએ. આ યોજનાનો લાભ મેળવવા માટે 18 વર્ષ થી 50 વર્ષની ઉંમરની જોઈએ. પુન:લગ્ન કરનાર મહિલાએ પુન:લગ્ન કર્યાની તારીખથી 6 માસની અંદર નિયત નમૂનામાં અરજી કરવાની રહેશે.

આ યોજનાનો લાભ મેળવવા જરૂરી પુરા

  • ગંગા સ્વરૂપા (Vidhva Sahay) આર્થિક સહાય યોજનાનો સહાય હૂકમ
  • બચત ખાતાની પાસબુકની પ્રથમ પાનાની સ્વ-પ્રમાણિત નકલ
  • પુન:લગ્નની નોંધણી અંગેનું પ્રમાણપત્ર
  • જે વ્યક્તિ સાથે પુન:લગ્ન થયેલ છે તેના સરનામા અંગેનો પુરાવો
  • પુન:લગ્ન પરત્વે દંપતિના સંયુક્ત પાસપોર્ટ સાઈઝનાં ફોટો

અરજી ફોર્મ કઈ જગ્યાએથી મેળવવું

ગંગા સ્વરૂપા પુન:લગ્ન આર્થિક સહાય યોજના નો લાભ લેવા માટે અરજી ફોર્મ મહિલા અને બાળ વિકાસ વિભાગની અધિકૃત વેબસાઈટ https://wcd.gujarat.gov.in/ પરથી મેળવી શકાશે. અરજીપત્રક ભરીને સંબંધિત મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી ખાતે જમા કરાવવાના રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here