બાલિકા સમૃદ્ધિ યોજના : હેતુ : ગરીબી રેખા નીચેના શહેરી અને ગ્રામ્ય વિસ્તારના કુટુંબોમાં જન્મેલી બાલિકાઓને આર્થિક મદદ આપવાના ઉદ્દેશથી આ યોજના અમલમાં મૂકેલ છે . પાત્રતા : ગરીબી રેખા નીચેના શહેરી અને ગ્રામ્ય વિસ્તારના કુટુંબોમાં 15 ઓગસ્ટ 1997 બાદ જન્મેલી બાલિકાઓને આ યોજનાનો લાભ મળવા પાત્ર છે
એક કુટુંબ દીઠ બે બાલિકાઓને આ યોજનાઓ લાભ આપવામાં આવે છે . આ યોજના અંતર્ગત બાલિકાઓને જન્મોતર અનુદાન પેટે ૨ 500 આપવામાં આવે છે . ધોરણ 1 થી 10 ના અભ્યાસ દરમ્યાન દરેક વર્ષ સફળતા પૂર્વક પૂર્ણ કર્યો થી ૨. 300 થી ૪ 1000.00 સુધીની શિષ્યવૃત્તિ આપવામાં આવે છે .