ગીતાનો ભાવાર્થ છે કે , કર્મમાં તારો અધિકાર છે ફળમાં નહીં તારો , ફળની ઇરછા છોડી દઇને , કરવાને જોડાઈ જા , સઘળી વાતો છોડી દઇને , પ્રભુને શરણે કમ દોડી જા , શ્રીજી તને સઘળાં પાપોથી છોડાવશે , ક્ત તું શરણે જા . વર્ષમાં ચોવીસ અગિયારસ આવે છે . આ એકાદશીનું વ્રત એ પણ ક પ્રકારની ભક્તિ છે .
ભીમ અગિયારસ । નિર્જળા એકાદશી । Bhim agiyaras । જેઠ સુદ અગિયારસ । ભીમ અગિયારસની વારતા
https://youtu.be/wQmlGQ6nVqo
એકાદશી એ ત્યાગનું વ્રત છે . શરીરની તમામ ઇન્દ્રિયોને સંયમપૂર્વક રાખવા આવાં વ્રતો જરૂરી છે . ઇન્દ્રિયોનો સંયમ ચોમાસામાં આરોગ્યની દ્રષ્ટિએ પણ આવા ઉપવાસ જરૂરી છે . તે આરોગ્યની સાથે સાથે પ્રભુની સાથે તાલ મિલાવે છે , આથી જ ચાતુર્માસનો મહિમા વધુ છે એકાદશીનું વ્રત જીભને નવા ચટકા કરાવવા માટે નથી તેનાથી તો અપરાધ થાય અને આરોગ્યને નુકશાન થાય છે . વ્રત કરનારા ઉપર ભગવાન વિષ્ણુ પ્રસન્ન રહે છે . શ્રધ્ધાથી જ વ્રત કરવું , શ્રધ્ધા વગરનું અને સમજ્યા વિનાનું કરેલું વ્રત કે ઉપવાસ ફળતાં નથી .
નિર્જળા એકાદશીનું મહાત્માય શું પ્રમાણિકતા છે ? કરવાથી શું ફાયદો થાય . આ વ્રત પાછળ એક કથા છે કે ભીમને ખાવા પુષ્કળ જોઇએ , તેનાથી ભૂખે રહેવાતું ન હતું તેથી ભીમસેને વ્યાસજીને પૂછ્યું કે : “ હે પિતામહ ! મારા બધા ભાઈઓ અને માતાજી ઉપવાસ કરે છે અને એકાદશી વ્રત કરે છે , તો આપ મને એવો ઉપાય બતાવો કે હું ભૂખ્યો ન રહું અને વ્રત પણ ગણાય . હું પ્રભુની ભક્તિ કરીશ , ધ્યાન ધરીશ , પ્રાર્થના કરીશ . હસ્યા અને કહ્યું કે ભીમસેનજી . તારે સ્વર્ગમાં મૃત્યુ બાદ વ્યાસજી જવાની ઇચ્છા હોય તો આ ઉપવાસ તો તારે કરવો જ પડશે . આ દિવસ જેઠ સુદી અગિયારસ હતી . ભીમે આ અગિયારસનું વ્રત કર્યું અને ફળફળાદિ પણ ન લીધાં .
આ અગિયારસમાં તેણે પાણી પણ ન પીધું . અને દુનિયાને બતાવ્યું કે , વગર અન્ન કે ફળફળાદિ ખાધા વિનાવૃત થઇ શકે છે . આથી પુરાણકારોએ આ અગિયારસને ભીમ અગિયારસ નિર્જળા એકાદશી નામ આપી ભીમની કીર્તિને વધારી . એવું માનવામાં આવે છે કે બધી અગિયારસો ન થાય પણ આ એક નિર્જળા એકાદશી તેના નિયમ મુજબ કરવામાં આવે તો બધી અગિયારસનું ફળ મળે છે . આ દિવસે અન્ન ખાનારનો ખરાબ યોનિમાં . જન્મ થાય છે .
પદ્મપુરાણમાં આનો વિસ્તૃત અહેવાલ આપવામાં આવ્યો છે . આ દિવસે કરેલું અન્નદાન અક્ષય થાય છે , ગાયનું દાન શ્રેષ્ઠ ગણાય છે . મહાભારતમાં નિર્જળા એકાદશીની કથાનો ઉલ્લેખ છે . વ્રત અગિયારસ ) પોતાનાં શ્રીજીનું શરણ અને સ્મરણ , યમુનાષ્ટક , સર્વોત્તમ પાઠ વૈષ્ણવો માટે શ્રેષ્ઠ પણ કરવો