Home જાણવા જેવું એક સમજુ પિતાનો જગતના તમામ સંતાનોને કાગળ જરૂર વાંચજો

એક સમજુ પિતાનો જગતના તમામ સંતાનોને કાગળ જરૂર વાંચજો

0
એક સમજુ પિતાનો જગતના તમામ સંતાનોને કાગળ જરૂર વાંચજો

એક સમજુ પિતાનો જગતના તમામ સંતાનોને કાગળ

વ્હાલા  દિકરા, કુશળ હશે..

ઓ પત્ર હું તને ૩ કારણોસર લખું જીવન , નસીબ અને મૃત્યુ કઈ જાણી શક્યું નથી … તો અમુક વાત જરૂરી છે કે વહેલા જ કહી દેવાય , .. ! હું તારો પિતા છું અને આવી વાત જો હું નહિ કહું , તો તને   હું બીજુ કાંઇ નહી કહી  શકું … | આ બધી વાત હું મારા અનુભવે થી કર્યું છું અને જો હું નહિં હોવ, તો પણ તું તારા જીવનમાં ખુશ જ , પણ ત્યારે તને વધુ તકલીફ પડશે  સારું ને શાંતિ થી જીવવા આટલું જરૂર કરજે … !

( ૧ ) જો કોઈ તારી સાથે સારો વ્યવહાર ના કરે , તો મન માં દુખી ના લાવીશ … તારી સાથે સારી રીતે વર્તવાની જ ફક્ત મારી અને તારી મમ્મીની જ છે બાકી દુનિયાનો કોઈ પણ વ્યક્તિ તને દુખ આપી શકે છે . તેં એના માટે માનસિક રીતે હંમેશા તૈયાર જ રહેજે .. કોઈ પણ તારી સાથે સારું વર્તન કરે , તો એનો આભાર વ્યક્ત કરવી …. પણ હંમેશા સાવચેત રહેવું . આ દુનિયામાં મારા અને તારા મમ્મી સિવાય બધાના સારા વ્યવહાર પાછળ કોઈ હેતુ  સ્વાર્થી પણ હોઇ શકે છે .. ઉતાવળમાં કોઈ ને પણ સારા મિત્ર ના માની લેવો

૨ ) દુનિયા માં કોઈ પણ એવી વસ્તુ નથી કે જેના વગર જીવી ના સકાય, આ વાત તને ખાસ કામ લાગશે  , જયારે તને કોઈ તરછોડી દેશે કે તારી પસંદની વ્યક્તિ કે વસ્તુ તને નહિ મળે . જીંદગી ચાલ્યા જ કરે છે અને બધી જ વસ્તુઓ કે વ્યક્તિઓ વગર ખુશ રહેતા શીખી લેજે !

૩ ) જીંદગી ટૂંકી છે , જો તું આજનો દિવસ વેડફીશ તો કાલે તને  જીંદગી પૂરી થતી લાગશે … તો જીંદગીના દરેક દિવસ- દરેક પળનો સદુપયોગ કરજે … !

૪ ) પ્રેમ એ બીજું કાંઈ જ નથી , પણ એક બદલાતી લાગણી જે સમય અને સંજોગો સાથે બદલાતી જ રહે છે જો તારો પ્રેમ તને છોડી જાય , તો સંયમ રાખજે , સમય દરેક દર્દને ભુલાવે જ છે કોઈ ની સુંદરતા અથવા પ્રેમ માં જરૂરત કરતાં વધુ ડૂબી ના જવું .. અને કોઈ ના દુખ માં પણ જરૂર કરતાં વધુ પરેશાન ના થવું … !

૫ ) અભ્યાસ માં ઘણા નબળા  માણસો પણ જીવનમાં સફળ બન્યા છે ..  પણ એનો મતલબ એ નથી કે … અભણ કે અભ્યાસ માં નબળા માણસ સફળ જ થાય .. વિધા થી વધુ કશું જ નથી… ભણવા ના  સમયે ધગશ થી ભણજે

૬ ) હું નથી ઈચ્છતો  કે નથી આશા રાખતો , કે તું મને મારા વૃદ્ધ સમયમાં મદદ કરે ,,, અથવા હું પણ તને આખી જીંદગી સહારો આપી શકીશ કે નહિ તે પણ મને  ખબર નથી . મારી ફરજ તને મોટો કરીને , સારૂ ભણતર આપીને પૂરી થાય છે . એ પછી તું દુનિયાની મોંઘી ગાડીઓ માં ફરીશ કે પછી સરકારી બસમાં ફરીશ .. એ તારી મહેનત અને આવડત ઉપર નિર્ભર છે …

9 ) તું તારું વચન હંમેશા પાળજે પણ બીજા એમનું વચન પાળશે – એવી આશા ન રાખતો … તું સારું કરજે , પણ બીજા સારું જ કરશે એવી આશા પણ ન રખતો .. જો આ વાત તને વહેલી સમજાઇ જો , તો તારા જીવનનો મોટા ભાગના દુ : ખ દૂર થશે  .. !

૮ ) જીવનમાં એમ  નસીબ થી જ અમર થઇ જવાતું નથી … એના માટે ખુબ જ મહેનત  કરવી પડે છે … તો  મહેનત થી કોઈ દિવસ ભાગતો નહિ , ..

૯ ) જીવન ખૂબ જ ટૂંકું છે અને   કાળનો  કોઈ જ ભરોસો નથી તો છેલ્લો વધુ સમચ આપણે સાથે વિતાવી શર્કીએ તેટલો  સમય પરિવાર સાથે વિતાવી લઈએ . કારણ કે આવતો જન્મ તો આવશે જ  પણ એ જન્મ માં આપણે મળશું કે નહિ તે ખબર નથી .. તો આ જન્મ માં વધુ માં વધુ સમય પરિવાર સાથે  વિતાવજે.

દીકરા મારી વાત તને જરૂર ગમશે ….છેલ્લે મારે એટલું જ કહેવું છે રૂપિયાની લાલચમાં જિંદગી જીવવાનું તેમજ પરિવારને ન ભૂલી જતો….

મિત્રો આ પિતાનો પત્ર ખુબ સરસ છે દરેક પુત્રના આંખમાં આશુ આવી જશે આ પત્ર વાંચીને જો તમને પણ આ પત્ર વાંચવાનું ગમ્યું હોય તો જરૂર શેર કરજો

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here