સમગ્ર વિશ્વમાં ફેલાયેલા આરોગ્યલક્ષી સંકટસમા કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા કેન્દ્ર અને રાજય સરકાર દ્વારા નાગરિકોને લેવાની થતી તકેદારીઓ બાબતે માર્ગદર્શિકા પ્રસિધ્ધ કરેલ છે . જે મુજબ શકય હોય ત્યાં સુધી લોક સંપર્ક ટાળવા નાગરિકોને સલાહ અપાઇ છે . – ભારતના શ્રમ મંત્રાલય દ્વારા આ કદાયક પરીસ્થિતીમાં કોરોના વાયરસના સંક્રમણને નિયંત્રણમાં રાખવા માર્ગદર્શીકા અન્વયે પરીપત્ર દ્વારા ભવિષ્યમાં જાહેર કે ખાનગી સંસ્થાઓ કે અથવા ઉદ્યોગ અને કારખાના બંધ રાખવાની ફરજ પડે કે જાહેર અને ખાનગી સંસ્થામાં કામ કરતા
તમામ શ્રમયોગીઓ / કર્મચારીઓને રજા પર રાખવાની ફરજ પડે તેવા સંજોગોમાં જાહેર / ખાનગી સંસ્થાઓના માલીકો , કારખાનેદારોએ આવા તમામ શ્રમયોગી , કર્મચારી અને તેમાં ખાસ કરીને રોજમદાર કે કોન્ટ્રાકટ પરના કર્મચારીઓને નોકરી પરથી દુર ન કરવા અને પગારમાં ઘટાડો ન કરવા જણાવાયું છે . કામદારો / કર્મચારીઓ લોકસંપર્કથી દુર રહે તે માટે શકય હોય તેટલા કામદારો કર્મચારીઓને ઘરેથી કામ કરી શકે તેવી વ્યવસ્થા ગોઠવવી . આ માટે કર્મચારીઓને લેપટોપ / ટેબ્લેટની સગવડ કરી આપવા એકશન પ્લાન બનાવી સંસ્થા હેતુ સિધ્ધ કરી શકે છે . આ ઉપરાંત કોરોના વાયરસના સંજણને કારણે અસરગ્રસ્ત હોય કે રોડ 1100
અસરગ્રસત હોવા અંગે શંકાસ્પદ વ્યક્તિ તર્ક ઓળખ થયેલ હોય અથવા આ મહામારીને સંલગ્ન કોઇ કારણે શ્રમયોગી કર્મચારી તા . ૧૫ / ૦૪ / ૨૦૨૦ સુધી ફરજ પર ગેરહાજર રહે તો તેઓને ફરજ પર હાજર ગણી તેઓના પગારમાં કોઇપણ કપાત ન કરવો કે તેઓને નોકરી પરથી દુર ન કરવા . આમ કરીને રાજયની જાહેર / ખાનગી સંસ્થાઓ , કારખાનાઓમાં કામ કરતા શ્રમયોગીઓ / કર્મચારીઓ અને તેમના પરીવારજનોને કટોકટીના સમયમાં સહાય કરવાની સામાજીક જવાબદારી નીભાવવા જાહેર / ખાનગી સંસ્થાઓના માલીકો / કારખાનેદારોને રાજયના શ્રમ નિયામકશ્રી દ્વારા અનુરોધ કરાયો છે .