જ્યોતિષ વિજ્ઞાન નાં નામે ઘણા લોકો બીજા ને ઉલ્લુ બનાવતા પણ જોવા મળે છે એટલે અમારો હેતુ છે તમને સાચી માહિતી જણાવી કોઈ તમને છેતરે નહિ. આ એટલું કાઈ અઘરું નથી સહેલી રીતે તમે જાતે જ જાણી શકો છો જે પણ હસ્તરેખા કહેવા માંગે છે એ વાતો એટલે અમે બસ લખાયેલું જ આપ સુધી પહોચાડીયે છીએ.જ્યોતિષ શાસ્ત્ર માં હસ્તરેખા ની સાથે સાથે પર્વત પણ જોવામાં આવે છે. મુખ્યરૂપે 7 પર્વત માનવામાં આવે છે શુક્ર, ગુરૂ , શનિ, સૂર્ય, બુધ, ચંદ્ર તથા મંગળ। કેટલાક લોકો રાહુ અને કેતુ પર્વત જોવા ની વાત પણ કહે છે. આમાં દરેક પર્વત નું પોતાનું મહત્વ છે.હાથમાં રહેલા પર્વતો માં સૌથી મુખ્ય છે ગુરુ જે તર્જની આંગળી ની નીચે ઉપસેલો ભાગ હોય છે. ગુરુ પર્વત વ્યક્તિ ની આધ્યાત્મિક અને માનસિક સ્થિતિ ને દર્શાવે છે.(ગુરુ પર્વત અને શુક્ર પર્વત કોને કહેવાય તે સમજવા નીચે નો ફોટો જોઈ લેજો)
જે રેખા અંગુઠાની નીચે શુક્ર પર્વતની ફરતી હોય છે, તે જીવનરેખા કહેવામાં આવે છે.(ફોટા માં જોઈ ને ઓળખી લેજો બન્ને હાથ માં આ હોય છે)હસ્તરેખા વિજ્ઞાન મુજબ હથેળીમાં ખાસ કરીને ત્રણ રેખા હોય છે. તેમાંથી જે રેખા અંગુઠાની બરોબર નીચે શુક્ર પર્વતની ફરતી હોય છે, તે જીવન રેખા કહેવાય છે. તે રેખાથી તમે તમારા જીવનની ઘણી વાતો જાણી શકો છો.જો જીવન રેખા તૂટેલી છે તો તે અશુભ હોય છે, પણ તેની સાથે જ કોઈ બીજી રેખા સમાંતર રીતે ચાલી રહી છે તો તેનો અશુભ અસર દુર થઇ શકે છે.જો જીવનરેખા અંતમાં બે ભાગમાં અલગ પડતી હોય તો વ્યક્તિનું મૃત્યુ જન્મ સ્થળથી દુર થાય છે.હસ્તરેખા જ્યોતિષ મુજબ લાંબી, પાતળી અને ચોખ્ખી જીવનરેખા શુભ ગણાય છે. જીવનરેખા ઉપર ક્રોસના નિશાન અશુભ માનવામાં આવે છે.જો મસ્તિક રેખા અને જીવનરેખા ની વચ્ચે વધુ જગ્યા હોય તો વ્યક્તિ જોયા વિચાર્યા વગર કામ કરવાવાળા હોય છે.જો બન્ને હાથમાં જીવનરેખા તૂટેલી છે, તો વ્યક્તિનું અકાળે મૃત્યુ જેવી તકલીફોનો સામનો કરવો પડી શકે છે. જો એક હાથમાં જીવનરેખા તૂટેલી છે અને બીજા હાથમાં તે ઠીક છે, તો તે કોઈ ગંભીર બીમારી નો સંકેત કરે છે.
જો કોઈ વ્યક્તિના હાથમાં જીવનરેખા શ્રુંખલાકર કે જુદા જુદા કટકાઓ થી જોડાયેલી કે બનેલી હોય તો વ્યક્તિ નબળો પડી શકે છે. આવા લોકો આરોગ્યની બાબતમા તકલીફોનો સામનો કરે છે. આવું ખાસ કરીને ત્યારે બને છે, જયારે હાથ ખુબ સુવાળા હોય. જયારે જીવનરેખાના દોષ દુર થઇ જાય છે તો વ્યક્તિનું જીવન સામાન્ય બની જાય છે. જો જીવનરેખા, હ્રદય રેખા અને મસ્તિક રેખા ત્રણે શરૂઆતમાં મળી ગયેલ હોય તો વ્યક્તિ ભાગ્યહીન, દુબળો અને મુશ્કેલીઓથી ઘેરાયેલો હોય છે.જો જીવનરેખાની ઘણી નાની નાની રેખાઓ કાપીને નીચેની તરફ જાય છે તો તે રેખાઓ વ્યક્તિના જીવનમાં તકલીફો નો સંકેત બતાવે છે. જો આવી રીતે રેખાઓ ઉપરની તરફ જઈ રહી છે તો વ્યક્તિને સફળતા મળે છે.
જો જીવનરેખા ગુરુ પર્વતથી શરુ થઇ તો વ્યક્તિ ખુબ મ્હાત્વાકાક્ષી હોય છે. તે લોકો પોતાની આકાંક્ષાઓને પૂરી કરવા માટે કોઈપણ હદે જઈ શકે છે.જો જીવનરેખાથી કોઈ શાખા ગુરુ પર્વત તરફ થી ઉપડતી જોવા મળે કે ગુરુ પર્વતમાં જઈને મળે તો તેનો અર્થ તે સમજવો જોઈએ કે વ્યક્તિને કોઈ મોટો હોદ્દો કે વેપાર ધંધામાં પ્રગતી મળશે.જયારે તૂટેલી જીવનરેખા શુક્ર પર્વતની અંદરની તરફ અને વળતી જોવા મળે છે તો તે અશુભ લક્ષણ હોય છે. આવી જીવનરેખા જણાવે છે કે વ્યક્તિએ કોઈ મોટી તકલીફનો સામનો કરવો પડી શકે છે