કોઈ મરવા પડ્યું હોય ત્યારે તો થોડી માણસાઈ દેખાડો કોક ની જિંદગી બચી જશે તમારા નાના એવા પ્રયત્ન થી…!

0
214

રાત્રે 3 વાગ્યે કોટેચા ચોક થી KKV Hall બાજુ કાર માં જતો હતો ત્યાં રસ્તામાં જોયું તો જય સિયારામ ચા વાળા પાસે એક યુવકનું એક્સિડન્ટ થયેલું હતું, યુવક બેભાન હાલતમાં રસ્તા પર પડ્યો હતો માથું ફાટી ગયું હતું સારા પ્રમાણમાં લોહી પણ વહેતુ હતું…

ત્યાં લગભગ 40-45 જેટલા લોકો તેની આજુબાજુ ઉભા ઉભા તેને જોતા તા જેમાંથી કેટલાક પાસે 4 વ્હીલ ગાડી પણ હતી, પણ ભડના દિકરા એકેય ને એમ ન થયું કે આને ઉપાડી ને હોસ્પિટલ એ લાઇ જઈ

હું બરોબર ત્યાં પહોંચ્યો ને બેભાન યુવક ને તરત ઉપાડી 2…3 લોકો ની મદદથી મારી car માં સુવડાવી હોસ્પિટલમાં ખસેડી તેની સારવાર ચાલુ કરાવી તેના સગા-વાલા ને તેના મોબાઈલ માંથી જાણ કરી…

થોડી વાર તો એવું થયું કે આ બધા ને ભડાકે દઈ દવ એક માણસ જીવવા-મરવા પડ્યો છે ને કોઈ એનો હાથ નથી જાલતુ…?

માણસાઈ ખરેખર આ દુનિયામાં નથી રહી…

બીજું આ 108 વાળા કેનો પગાર ખાય વહે એ નથી સમજાતું લગભગ 8 વાર ફોન કર્યા પણ ઉપાડ્યો જ નહીં કોઈ એ…

આ પોસ્ટ Publicity માટે નથી કરી કેવાનો મતલબ એટલો જ છે કે કોઈ મરવા પડ્યું હોય ત્યારે તો થોડી માણસાઈ દેખાડો કોક ની જિંદગી બચી જશે તમારા નાના એવા પ્રયત્ન થી…!

By – Abhijitsinh Jadeja

All friends please Send us this kind of stories of our Rajkot via message on રંગ છે રાજકોટ – Rang chhe Rajkot

Tag us – @rangchhe_rajkot @ Rajkot, Gujarat

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here