આ લેખ અેકવાર વાંચશો તો ભલભલાને મંદી નડતી બંધ થાય જશે

on

|

views

and

comments

  • અગરબત્તી.અને શ્રીફળ ના Rs.150
  • દૂધ. દર મહિને Rs.3000
  • ઘર નો હપ્તો. Rs.7000
  • વીજળી બિલ Rs.1500
  • LPG ગેસ. Rs 700
  • ઘર ચલાવવા મહિને કરિયાણું Rs5000
  • (તેલ,ઘઉં,ચોખા,દાળ સાબુ, કઠોળ ઘી ગોળ વગેરે)
  • બે બાળકો ની ફી અને સ્કૂલ રીક્ષા મહિને. Rs 3000
  • તેનો ભણતર ખર્ચ મહિને Rs.1000
  • ( ટ્યૂશન..ચોપડી પેન્સીન વગેરે)
  • ફ્લેટ નું મેન્ટનેશન. મહિને Rs.700
  • TV કેબલ કનેક્શન. ..Rs400
  • વેજીટેબલ….Rs 1200
  • છાપું…..Rs.150
  • ઘર કામ. (ફક્ત વાસણ)Rs 700
  • પેટ્રોલ ઘરે થો.ઓફીસે
  • ઑફિસે થી ઘરે મહિને Rs.3000

ટોટલ Rs.27500, પગાર Rs.30000, Balance 2500

ક્યાર ના શુ લખો છો…ડાયરી ની અંદર…? અચાનક મારી પત્ની બાજુ માં આવી બેસી ગઈ….

મેં ડાયરી ઊંઘી કરી ચશ્મા અને કેલ્ક્યુલેટર બાજુ ઉપર મુક્યા…

અરે ગાંડી..કહી નહીં….મેં વાત બદલવા પ્રયત્ન કર્યો

તમે ખોટું બોલો છો….લાવો ડાયરી…કહી પત્ની એ..
મારી ડાયરી ઉઠાવી લીધી….અમારા બન્ને ના ચશ્મા નંબર સરખા હોવાથી…તેને મારા ચશ્મા પહેરી…લીધા..*જાણે દેશ ના નાણા. …મંત્રી નિરીક્ષણ કરતા હોય તેમ..એ મારી ડાયરી નું નિરીક્ષણ કરવા લાગી….જેમ..જેમ ડાયરી માં લખેલ હિસાબ તે વાંચતી તી હતી તેમ પત્ની ના ચેહરા ઉપર ધીરે ધીરે ગંભીરતા અને ચિતા આવતી જતી હતી….એ ધીરે થી બોલી… આમા હજુ….મેડિકલેમ નો હપ્તો ???

વાર્ષિક 15000, કોર્પોરેશન નું વાર્ષિક ટેક્ષ બિલ 3000, આકસ્મિક નાની મોટી બીમારી કે વ્યવહાર તો દેખતા નથી…

પત્ની ને ખબર હતી….. હું ચિંતા માં હતો.. તેને વાત ને હળવી બનાવવા માટે કીધુ…..

તમારા મસાલા નો.ખર્ચ તો લખવા નો રહી ગયો ?

મેં કીધું.. ડાર્લીંગ મસાલા છોડે એક મહિનો થઈ ગયો

મતલબ તમારૂ બજેટ ખાધ વાળું છે..આવક કરતા જાવક વધી રહી છે….પત્ની બોલી

ડાર્લીંગ એજ ચિંતા માં હું છું….

નથી આપણે ગરીબ કે નથી આપણે મધ્યમ વર્ગ
આપણે બોટોમ મિડલકલાસ છીયે….

હું…તને બચત કરવાનું પણ શું કહું..બધી જીવન માટે જરૂરી વસ્તુ અને સર્વિસ છે..ક્યાં કાપ મુકવો…તું જ બતાવ .? પત્ની બોલી.. ચિંતા ન કરો…

વાસણ હું જાતે સાફ કરીશ. .Rs700x12 Rs8400 TV ચેનલ કઢાવી નાખો આમે છોકરા ભણતા નથી 400 x 12 Rs4800 ટોટલ Rs13200 બચી જશે …
તે આપણા મેડિકલેમ માટે કામ આવશે

મેં પત્ની ના માથે હાથ ફેરવી કીધુ..ડાર્લીંગ..જેની પત્ની સમજદાર…અને પ્રેમાળ હોય તે જીંદગી ની અડધી લડાઈ તો હસ્તા હસ્તા જીતી લે…છે….I love you

ફકત ફેસબુક કે વોટ્સ એપ ઉપર વાણીવિલાસ થી જીંદગી ની સફર ચાલતી નથી….લગ્ન ના ચારફેરા વખતે એકબીજા નો પકડેલ મજબૂત હાથ કોઈ પણ વિકટ પરિસ્થતિ માં ન છૂટે… તેને તો સફળ દામ્પત્ય જીવન કહેવાય..

ડાર્લીંગ આપણે.. વર્ષ માં એક વખત તારા જન્મ દિવસે ફક્ત પિક્ચર જોવા જઈએ છીયે…એ પણ બે વર્ષ થી ગયા..નથી છતાં પણ તે કદી મને ફરિયાદ કે અસંતોષ જાહેર નથી કર્યો….ડાર્લીંગ…..આવી સ્થતિ.માં ઘરમા TV એક તો સસ્તું મનોરંજન નું સાધન છે..તે તું બંધ કરવાની વાત કરે છે…..સમય તારો કેમ જાય…

TV જોવા પાછળ સમય બગડવા કરતા…હું પણ બે ત્રણ આર્થિક પ્રવૃત્તિ..જેવી કે સીવણ કામ અને ટ્યૂશન કરી તમને મદદ રૂપ.કેમ.ન થાવ… પત્ની…..ઢીલી હતી પણ પરિસ્થિતિ સામે લડવા તે મક્કમ હતી….

મેં કીધું..ડાર્લીંગ… ચિંતા ન કર….હજુ તકલીફ ગળા સુધી આવી નથી .. એ .નાક સુધી આવે તે પેહલા હું..એક.મોટો નિર્ણય લઈશ..

કયો….પત્ની એ ડાયરી બાજુ ઉપર મૂકી ચશ્મા કાઢ્યા…

મેં કીધું.. આપણા લગ્ન વખતે..મારી ઈચ્છા ધામધૂમ થી લગ્ન કરવા ની હતી..દુનિયા ને બતાવી દઈએ કે”હમ કિસીસે કમ નહીં” એવી મારી વાતો અને વહેમ હતો પપ્પા એ મને વાસ્તવિકતા સમજાવી રૂપિયા નું મહત્વ સમજાવ્યું….અને એ વખતે પપ્પા એ મારી બચત અને તેમની બચત ભેગી કરી…એક મોટો પ્લોટ ખરીદી લીધો હતો…અને કીધુ હતું..જયારે જીંદગી માં તકલીફ આવે ત્યારે આ પ્લોટ વેચી નાખજે…12 વર્ષ માં આ.પ્લોટ શહેર ની મધ્ય માં આવી ગયો છે…લગભગ આ પ્લોટ ના 75 લાખ રૂપિયા આવે તેમ છે….

પત્ની એ મારા પપ્પા ના દીવાલ ઉપર લટકતા ફોટા સામે જોઈ….બોલી..વાહ….પપ્પા…વડીલો ની સલાહ જો યોગ્ય સમયે માનીએ તો… આપણે કોઈ પાસે હાથ લાંબા કરવા નો વખત ન આવે સ્વમાન ની જીંદગી જીવવા…માટે સંતોષ ,ધૈર્ય જરૂરી છે..

ઘણી વખત તકલીફ આવતી નથી..આપણે તેને આમંત્રિત કરતા હોય છે….અને એ માટે ફક્ત આપણે જ જવાબદાર હોઈએ છીયે…

મિત્રો..આજે દેખાદેખી મા…. આપણે આપણી જીવનશૈલી બદલી નાખી .. આનંદ તો બેન્ક ના હપ્તા ભરવા મા ખોવાઈ ગયો…બિનજરૂરી લોન લીધા પછી….તેના હપ્તા..કાંટા ની જેમ.ખૂંચવા લાગ્યા…એક વખત ખોટી લાઈફ સ્ટાઇલ સ્વીકર્યા પછી વાસ્તવિકતા આપણે સ્વીકારી શકતા નથી….પરિણામ સ્વરૂપ… અસંતોષ… અપેક્ષા અને અશાંતિ ને આપણે આમંત્રિત કરીયે છીયે

એક વાત હજી આમની યાદી સાથે ઉમેરી શકાય. કે, જો હજી પણ આપણે આપણા બાળકોને સ્વદેશી શિક્ષણ આપશું તો વધારે ઉત્તમ રેહશે. આના બે ફાયદા છે (1) આપણા બાળકો આપણી સંસ્કૃતિને સમજશે અને (2) આપણા બાળકોનો ભણવાનો જે ખર્ચ થાય છે એમાનો 50% ખર્ચ ઓછો થય જાશે. માતૃભાષામાં ભણશે તો બાળક માતૃભાષાની સાથે-સાથે हिंदी અને ENGILSH ભાષા પણ સીખી શકે. આમ આધુનિક સમયની સાથે-સાથે આપણે આપણા બાળકોને આપણા ભારત દેશના ઈતિહાસ વિશે પણ ભણાવી શકીશું. બાકી આવનારા સમયમાં આપણા બાળકોને એ પણ ખબર નહી હોય કે કોણ હતા शहीद भागतसिंह,કોણ હતા शहिद पंडित चंद्रशेखर आझादजी,કોણ હતા छत्रपति शिवाजी महाराज અને કોણ હતા शुरविर महाराणा प्रताप જેણે આપણી સંસ્કૃતિ અને દેશને બચાવવા માટે પોતાના પ્રાણોનું બલિદાન આ ભુમી માટે આપ્યું

જય હિંદ

Share this

Must-read

રોજ બાજરાના રોટલા ખાવાથી બીપી-હાર્ટ એટેક સહિત 5 પ્રકારના રોગ સામે રાહત મળશે

રોજ બાજરીના રોટલા ખાવશો તો  બીપી-હાર્ટ સહિત 5 પ્રકારની બીમારી  સામે રાહત મળી શકશે ઘરમાં સામાન્ય રીતે ઘઉંના લોટની રોટલી બનતી હોય  છે પણ સ્વાસ્થ્યને...

હાર્ટ એટેકને બીજી વખત આવતો રોકવા અને તેનાથી બચવા ચમત્કાર કરે છે આ પીપળાનું પાન

આપણા હિન્દુ ધર્મમાં પીપળના વૃક્ષની પૂજા કરવામાં આવે છે. માન્યતા છે કે, પીપળના વૃક્ષમાં તમામ દેવી દેવતીઓનો વાસ હોય છે અને તેની પૂજા...

Recent articles

dharmik varta

ભાદરવા સુદ પાંચમ | સામા પાંચમ | sama pacham | rushi pacham | ઋષિ પાંચમ

(ભાદરવા સુદ પાંચમ આવે… આ પાંચમને ‘સામા પાંચમ' કહે છે. આ વ્રત કરનારે સવારે વહેલા ઉઠી જવાનું અઘેડાનું દાતણ કરવાનું. માટી ચોળી નહાવાનું, આંબળાની...

કેવડા ત્રીજ ની વાર્તા | કેવડા ત્રીજ ની પૂજા | kevda trij vrat | kevda trij pooja | kevda trij vrat katha | vrat...

(ભાદરવા માસની સુદ ૩ના દિવસને કેવડાત્રીજ કહેવાયછે. આ વ્રતને કેટલાક હરતાલીકા વ્રત પણ કહે છે. સવારે સ્નાન કરીને સંકલ્પ કરવાનો પછી ગણપતીજીનું અને ગૌરી પૂજન...

government scheme

પોસ્ટ ઓફિસમાં રોકાણ કરો કરો ૩૯૬ અને મેળવો ૧૦ લાખ સુધીનો અકસ્માત વીમો

 ભારતીય ટપાલ વિભાગની ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકે (post office) મોંઘા પ્રીમિયમ પર વીમો લેવા માટે અસમર્થ લોકો માટે ગ્રુપ પર્સનલ એક્સિડન્ટ ઈન્સ્યોરન્સ પોલિસી શરૂ...

ઇ-શ્રમ કાર્ડ ક્યારે ઉપયોગમાં આવે છે, કોણ કોણ આ કાર્ડ કઢાવી શકે અચુક વાચજો અને શેર કરજો | E SHRAM CARD

ઈ શ્રમ કાર્ડ ના ફાયદા | ઈ શ્રમ કાર્ડ ક્યારે ઉપયોગી થાય | ઈ શ્રમ કાર્ડ ક્યાંથી મેળવવું | ઈ શ્રમ કાર્ડ કઢાવવા ક્યાં...

namkarana | rashi name | boys name | girls name

મેષ(અ,લ,ઇ) રાશિ પરથી છોકરા / છોકરીઓના નામ | મેષ રાશિ નામ | mesh rashi nam

મેષ રાશિ (Mesh Rashi) વિશે થોડી જાણકારી : સંસ્કૃત નામ : મેષ નામનો અર્થ : મેષ પ્રકાર : અગ્નિ મૂળભૂત-સકારાત્મક સ્વામી ગ્રહ : મંગળ ભાગ્યશાળી રંગ : કિરમજી, લાલ ભાગ્યશાળી દિવસ/વાર : મંગળવાર નામાક્ષર : અ,લ, ઈ મેષ રાશિ...

મીન(ચ,ડ,ઝ,થ) રાશિ પરથી છોકરા/છોકરીઓના નામ અને આ રાશિ વિષે વિશેષ માહિતી જાણવા અહી ક્લિક કરો

દરેક માતા પિતાની એવી ઈચ્છા હોય છે કે પોતાના બાળકનું નામ બધા કરતા અલગ હોય કારણકે બાળકનું નામ તેનું ઓળખ બને છે આથી લોકો...

More like this

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here