ફક્ત બે મિનિટનો સમય કાઢીને પિતાની આ વાત જરૂર વાંચજો ગમે તો પિતા માટે એક વ્યક્તિ સાથે શેર કરજો

0
313

અને આજ કાલની નવી પરંપરા અનુસાર દરેક વ્યક્તિ social-media પર પોતાના પપ્પા સાથે નો ફોટો Uplod કરવા ની હરીફાઈ મા લાગી ગયા અને બીજા… પિતા માટે ના સુવાક્યો કહો કે quotes તો ખરાજ ! પણ આ વખતે મે એક સુ-વિચાર ઘણી જગ્યા એ જોયો.. તે –

” મંઝીલ દૂર અને સફર ઘણી બધી છે ,
નાનકળી આ ઝિંદગી મા ફીકર ઘણી બધી છે,
આ દુનિયા તો ક્યારની મારી નાખત -પણ
પિતા ના પ્રેમ ની અસર ઘણી બધી છે.!”

વાક્ય જોતા જ મનને ભાવી ગયુ.! આમ તો એ વાત ખટકે છે કે આ Days celebration વખતે જ કેમ એ વ્યક્તિ કે વસ્તુ નુ મહત્વ યાદ આવે છે? ભલે પછી એ mother’s day હોય કે father’s day કે પછી environment day કે yoga day કેમ ના હોય.! બાકી ના ૩૬૪ દીવસ આપણી જિંદગી મા એ વસ્તુ કે વ્યક્તિ ની હાજરી આપણને કોઇ અસર નથી કરતી.
(પણ…ચાલો હવે લોકો વાત કરે જ છે તો આપણે પણ વાત કરી જ લઈએ.! )
હા , તો વાત અહીં એ પંક્તિઓ ની હતી. એકદમ ખરી વાત.. !પિતા નુ વ્યક્તિત્વજ એવુ છે કે એમના નામ માત્ર થી એક porotected … એક safe વાળી અનુભુતી દિલ ને આપમેળે જ થઈ જાય!
Mummy ના ખભા પર હાથ મુકીને મન ફાવે એમ વાત કરી નખાય. પણ એમ pappa ના ખભે ક્યારેય હાથ મુકી હા-હા ..ખી-ખી કર્યુ? એ થાય જ ના ને! પણ એનુ પણ કારણ છે .. કે એ પિતા ના ખભા પર પહેલેથી જ એટલો ભાર હોય છે ને કે.. ત્યા હાથ મુક્વા ની જગ્યા જ નથી હોતી.! હજારો જવાબદારીઓ નીચે આ ખભા એવા તો ડુબેલા હોય છે કે અન્ય વસ્તુઓ માટે ત્યા જગ્યા જ નથી બચતી.!
ગમે તેવી પરિસ્થિતી હોય તેમની એ આંખો હંમેશા એમના આંસુઓ ને સુકવી નાખે છે.! દિકરી ના કન્યા દાન વખતે ફુટી ફુટી ને રળતી એ આંખો .. જાણે બીજી બધી પરિસ્થિતિઓ મા કેમ ની કોરી જ વહી જાય છે.? કે પછી એમા થી નીકળતા એ આંસુ આપણે ક્યારેય જોઇજ નથી શકતા.! ક્યાંક ને ક્યાંક એ દર્દ એમને પણ હશે જ ને અન્યથા પિતા નુ બિરુદ એમને એમનેમ તો નહી જ મળ્યુ હોય!

દુનિયા મા જ્યારે દરેક વ્યક્તિ બીજી વ્યક્તિ ને હરાવવા મથતો હોય છે ત્યારે આજ પિતા પોતે નીચે નમી ને એના બાળક ને પોતાના થી ઉપર રાખવા મથતા હોય છે.! પિતા ના હોવા માત્ર થી આપણી જવાબદારીઓ નો થેલો ઓછો થઈ જાય છે. પિતા ની સામે ધરેલા હાથ ક્યારેય ખાલી પાછા નથી આવતા.! અવ્યકત એવો પિતા નો પ્રેમ અને મા ની હુફ ભરેલી લગણી ભેગા મળી ને એક એવો માળો રચે છે.. જ્યા દરેક બાળક દુનિયા નુ સૌથી સુખી બાળક બની બેસે છે. !
આમ તો આ આપણી ભારતીય સંસ્કૃતિ જ છે જેમા પિતા એમની ફરજો નિભાવતા આવે છે પણ છત્તાંય એમના એ પ્રેમ અને નિરંતર પ્રયાસો માટે આભાર વ્યક્ત કરવો જ ઘટે.!

Star lines –

ફુલો ક્યારેય બીજી વાર નથી ખિલતા, જન્મો ક્યારેય બીજી વાર નથી મળતા, મળવા ખાતર મળે છે દુનિયા મા હજારો લોકો, પણ હજારો ભુલો માફ કરનાર એ મા-બાપ ફરી નથી મળતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here