શું તમે માનનીય પ્રધાન મંત્રીને તમારી ફરિયાદ અરજી કરવા માંગો છો તો આ પ્રોસેસ જાણી લો માહિતી દરેક મિત્રો ને શેર કરજો

0
210

૧. હું માનનીય પ્રધાનમંત્રીને મારી ફરિયાદ અરજી કરવા ઇચ્છું છું. કૃપા કરીને મને આ માટેની પ્રક્રિયા અંગે જાણકારી આપો.

હું કેવી રીતે પીએમઓમાં મારી ફરિયાદ દાખલ કરી શકું?

મારે પીએમઓમાં મારી ફરિયાદની અરજી ક્યાં મોકલવી જોઈએ?

હું આદરણીય પ્રધાનમંત્રી કે પીએમઓને મારી ફરિયાદની અરજી ઓનલાઈન સુપરત કરી શકું?

જવાબ:

ઇન્ટરેક્ટિવ પેજ લિન્ક “Write to the Prime Minister” (“પ્રધાનમંત્રીને લખો”)નો ઉપયોગ કરીને માનનીય પ્રધાનમંત્રી/પીએમઓને ફરિયાદ મોકલી શકાશે. આ લિન્ક પીએમઓની વેબસાઇટ પર ઉપલબ્ધ છેઃ : https://www.pmindia.gov.in/ -> માનનીય પ્રધાનમંત્રી સાથે વાર્તાલાપ (ડ્રોપ ડાઉન મેનુમાંથી) ->પ્રધાનમંત્રીને લખો. આ લિન્ક પીએમઓની વેબસાઇટના હોમ પેજ પર પણ ઉપલબ્ધ છે [https://www.pmindia.gov.in/]

કથિત લિન્ક પર ક્લિક કરીને નાગરિક સીપીજીઆરએએમએસ (CPGRAMS) પેજ પર જાય છે, જ્યાં ફરિયાદની નોંધણી થાય છે અને ઉચિત નોંધણી થયા પછી વિશિષ્ટ નોંધણી નંબર જનરેટ થાય છે. નાગરિક પાસે ફરિયાદ સાથે સંબંધિત પ્રસ્તુત ડોક્યુમેન્ટ અપલોડ કરવાનો વિકલ્પ પણ હોય છે. નાગરિકો અન્ય માધ્યમો મારફતે પણ માનનીય પ્રધાનમંત્રી/પીએમઓને તેમની ફરિયાદ પણ મોકલી શકે છે, જેમ કેઃ

(i) ટપાલ દ્વારા – પ્રતિ, પ્રધાનમંત્રી કાર્યાલય, સાઉથ બ્લોક, નવી દિલ્હી, પિન –  110011,
(ii) હાથોહાથ – પીએમઓ ડાક કાઉન્ટર, સાઉથ બ્લોક, નવી દિલ્હી; અને
(iii) ફેક્સ દ્વારા – ફેક્સ નંબર 011-23016857 પર.

૨. નાગરિક માનનીય પ્રધાનમંત્રી કે પ્રધાનમંત્રી કાર્યાલય (પીએમઓ)ને સુપરત કરેલી ફરિયાદની પોતાની અરજી પર કેટલી કામગીરી થઈ એ કેવી રીતે જાણી શકે.

કૃપા કરીને મને જણાવો કે પ્રધાનમંત્રી/પીએમઓને તારીખ/મહિનો/વર્ષના રોજ સુપરત કરવામાં આવેલી મારી ફરિયાદની અરજી પર શું કામગીરી કરવામાં આવી છે. અરજી પીએમઓએ ……………..વિભાગને સુપરત કરી હતી, જેનો આઇડી નંબર પીએમઓપીજી/ડી/વર્ષ/123456789 છે.

મેં પીએમઓને અરજી સુપરત કરી હતી અને મારી અરજી પીએમઓએ ………..ની રાજ્ય સરકારને મોકલી હતી. તેનો નંબર પીએમઓપીજી/ડી/વર્ષ/123456789 છે, જેની તારીખ તારીખ/મહિનો/વર્ષ છે. કૃપા કરીને મને તેની સ્થિતિ વિશે જાણકારી આપો.

મેં તારીખ/મહિનો/વર્ષના રોજ માનનીય પ્રધાનમંત્રીને ઓનલાઇન ફરિયાદ અરજી સુપરત કરી હતી, જેનો નોંધણી નંબર પીએમઓપીજી/ઇ/વર્ષ/123456789 છે અને આ અરજી ઇલેક્ટ્રોનિકલી પીએમઓ દ્વારા …………મંત્રાલયને મોકલવામાં આવી છે. હું જાણવા ઇચ્છું છું કે મારી અરજીમાં ઉઠાવવામાં આવેલા મુદ્દાનું નિરાકારણ થયું છે કે કેમ.

મેં તારીખ/મહિનો/વર્ષના રોજ માનનીય પ્રધાનમંત્રીને ઓનલાઇન ફરિયાદ અરજી સુપરત કરી હતી, જેનો નોંધણી નંબર પીએમઓપીજી/ઇ/વર્ષ/123456789 છે અને આ અરજી ઇલેક્ટ્રોનિકલી પીએમઓ દ્વારા …………મંત્રાલયને મોકલવામાં આવી છે. હું જાણવા ઇચ્છું છું કે મારી અરજીમાં ઉઠાવવામાં આવેલા મુદ્દાનું નિરાકારણ થયું છે કે કેમ.

જવાબ: પ્રધાનમંત્રી કાર્યાલયને વિવિધ વિષયો સાથે સંબંધિત જાહેર ફરિયાદો મોટી સંખ્યામાં મળે છે, જે રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશોની સરકારોના વિવિધ મંત્રાલયો/વિભાગોના અધિકારક્ષેત્ર હેઠળ આવે છે. એક પ્રતિબદ્ધ ટીમ દ્વારા પીએમઓની જાહેર પાંખમાં પત્રોની પ્રક્રિયા કરવા માટેની માર્ગદર્શિકા મુજબ પીએમઓની જાહેર પાંખમાં ફરિયાદ પર પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે, જેમાં સમાન પ્રક્રિયા કરવામાં આવે છે, જેમાં સંચારની પ્રકૃતિ અને વિગતને આધારે પ્રધાનમંત્રી સહિત વરિષ્ઠ અધિકારીઓ/ઓથોરિટીઝની સલાહ લેવામાં આવે છે. આ રીતે પીએમઓ જાહેર ફરિયાદ નિવારણ અને નિરીક્ષણ વ્યવસ્થા (સીપીજીઆરએએમએસ) મારફતે ઉચિત લાગે તેવી કાર્યવાહી કરવા માટે સંબંધિત સત્તામંડળો (મંત્રાલયો/વિભાગો/રાજ્ય સરકારો)ને કાર્ય કરી શકાય તેવી અરજીઓ મોકલવામાં આવે છે, જેમાં વિનંતી કરવામાં આવે છે કે, જવાબ અરજદારને મોકલવામાં આવે અને તેની નકલ પોર્ટલ પર અપલોડ કરી શકાય છે. કથિત માર્ગદર્શિકા મુજબ જે અરજીઓ પર કાર્ય કરી ન શકાય તેને ફાઇલ કરવામાં આવે છે/રેકોર્ડ પર જાળવવામાં આવે છે.

ફિઝિકલ રીતે (ટપાલ દ્વારા/હાથોહાથ/ફેક્સ દ્વારા) મળતી અને કાર્ય કરી શકાય તેવી જણાય એવી અરજીઓ સીપીજીઆરએએમએસ મારફતે ઓનલાઇન સંબંધિત સત્તામંડળોને મોકલવામાં આવે છે અને સાથે સાથે ફોરવર્ડિંગ લેટર મારફતે પણ મોકલવામાં આવે છે. એક વિશિષ્ટ ફરિયાદ નોંધણી નંબર જનરેટ થાય છે, જેનો ઉલ્લેખ ફોરવર્ડિંગ લેટર/એકનોલેજમેન્ટ પર થાય છે. એકનોલેજમેન્ટ અરજદારને પોસ્ટ દ્વારા મોકલવામાં આવે છે. ઉપરાંત પોતાનું ઇ-મેલ આઇડી/મોબાઇલ નંબર પ્રદાન કરનાર અરજદારોને એસએમએસ/ઇ-મેલ મારફતે પણ એકનોલેજમેન્ટ મળે છે.

ઓનલાઇન પદ્ધતિ મારફતે પ્રાપ્ત થતી અને કાર્ય કરી શકાય તેવી જણાતી અરજીઓ ઓનલાઇન સંબંધિત સત્તામંડળોને આગળ રવાના કરવામાં આવે છે. આ પ્રક્રિયામાં કોઈ ફોરવર્ડિંગ લેટર કે એકનોલેજમેન્ટ જનરેટ થતા નથી. જોકે પોતાનું ઇ-મેલ આઇડી/મોબાઇલ નંબર પ્રદાન કરનાર અરજદારોને એસએમએસ/ઇ-મેલ મારફતે પણ એકનોલેજમેન્ટ મળે છે.

નાગરિક પોતાની અરજીના નોંધણી નંબરનો ઉપયોગ કરીને http://pgportal.gov.in/ViewStatus.aspx પર ફરિયાદની સ્થિતિ ચકાસી શકે છે. સત્તામંડળો દ્વારા કરવામાં આવેલી કામગીરીની યાદી અને અરજદારને જવાબની નકલ પણ પોર્ટલ પર અપલોડ કરી શકાય છે.

ઉપરાંત ફરિયાદ સાથે સંબંધિત ટેલિફોનિક પૂછપરછ ઓફિસ સમય દરમિયાન કામકાજના દિવસોમાં પબ્લિક વિંગના ટેલિફોન નંબર 011-23386447 પર કરી શકાશે. આ પ્રકારના કેસોમાં ફરિયાદનું સમાધાન યોગ્ય સત્તામંડળના અધિકારક્ષેત્રની અંદર થાય છે, જેને ફરિયાદ ફોરવર્ડ કરવામાં આવે છે. એટલે અરજદાર ફરિયાદ ફોરવર્ડ કરવામાં આવી હોય એ મંત્રાલય/વિભાગ/રાજ્ય સરકારમાં સંબંધિત સત્તામંડળ પાસેથી અરજી પર ફોલો-અપ એક્શનની વિગત મેળવી શકે છે. પીજી પોર્ટલ (પબ્લિક ઇન્ટરફેસ – http://pgportal.gov.in/ViewStatus.aspx) અરજદારને આ બાબત સાથે સંબંધિત જાણકારી મેળવવા સક્ષમ બનાવવા સીપીજીઆરએએમએસ મારફતે અરજી જેને ફોરવર્ડ કરવામાં આવી હોય એ સંબંધિત સત્તામંડળની વિગતો (હોદ્દો/ફોન નંબર વગેરે) રજૂ કરવાની જોગવાઈ પણ ધરાવે છે.

પીએમઓમાં કામ કરતા અધિકારીઓનાં નામ, હોદ્દા અને ટેલિફોન નંબરો પીએમઓની વેબસાઇટ પર ઉપલબ્ધ છેઃ https://www.pmindia.gov.in/ -> અધિકારીશ્રીઓની યાદી (ડ્રોપ ડાઉન મેનુમાંથી)

પીએમઓમાં કાર્યરત અધિકારીઓના નામ વેબસાઇટ https://www.pmindia.gov.in/ -> અધિકારીશ્રીઓની યાદી (ડ્રોપ ડાઉન મેનુમાંથી) પર ઉપલબ્ધ છે. અધિકારીઓના મોબાઇલ ફોન નંબરો આપવા વ્યક્તિની ગોપનીયતાનું ઉલ્લંઘન ગણાશે, એટલે તેને માહિતી અધિકારના કાયદાની કલમ 8 (1) (આઇ) હેઠળ જાહેરાતમાંથી મુક્તિ આપવામાં આવી છે.

અગાઉના નાણાકીય વર્ષ દરમિયાન પીએમઓ દ્વારા વહન કરવામાં આવેલા ખર્ચની વિગતો પીએમઓની વેબસાઇટ પર ઉપલબ્ધ છે, જે માહિતી અધિકારના કાયદા, 2005ના જોગવાઈ (4) (1) (બી) હેઠળ સક્રિય જાહેરાતનો ભાગ છેઃ https://www.pmindia.gov.in/ -> માહિતીનો અધિકાર (ડ્રોપ ડાઉન મેનુમાંથી) -> આરટીઆઇ કાયદા, 2005ની જોગવાઈ 4(1)(બી) હેઠળ સક્રિય જાહેરાત

પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળ (પીએમએનઆરએફ) સાથે સંબંધિત અવારનવાર પૂછાતા પ્રશ્રો (એફએક્યુ)

અરજદારો કોઈ પણ સરકારી હોસ્પિટલ/પીએમએનઆરએફમાં નોંધાયેલ ખાનગી હોસ્પિટલો માટે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળ (પીએમએનઆરએફ)માંથી નાણાકીય સહાય મેળવવા અરજી કરી શકે છે, જે માટે સંબંધિત હોસ્પિટલમાંથી તબીબી પ્રમાણપત્ર/અંદાજ અને કુટુંબની આવકના પુરાવા સાથે પ્રધાનમંત્રીને સરળ અરજી કરવી પડે છે. પીએમએનઆરએફમાંથી નાણાકીય સહાય મેળવવા માર્ગદર્શન મેળવવાની માહિતી પ્રધાનમંત્રી કાર્યાલયની વેબસાઇટ પર ઉપલબ્ધ છેઃ www.pmindia.gov.in તેમજ https://pmnrf.gov.in

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here