સગર્ભા હતી ત્યારે પતિનું અવસાન થયું, સાસરિયાએ સંબંધ તોડી નાખ્યો, અને પોલીસ કોન્સ્ટેબલ બની, રડાવી દશે સંપૂર્ણ સ્ટોરી

0
287

વાપીની યુવતીએદુ : ખના ડુંગરો વચ્ચે પણ હિંમત દાખવી , પોલીસમાં ભરતી થઈ સગર્ભા હતી ત્યારે પતિનું મૃત્યુ થયું , સાસરીએ નાતો તોડ્યો અને સંઘર્ષ શરૂ થયો યોગેન્દ્ર પટેલ | વાપી નિમિષા પટેલ આજે કપરાડા તાલુકાના નાનાપોંઢા પોલીસ સ્ટેશનમાં કોન્ટેબલની ફરજ બજાવે છે . કેવા સંજોગમાં કોન્ટેબલ બની એ જાણવા જેવું છે . મજૂરી કરતા પિતાની પુત્રી નિમિષાએ પીટીસીનો અભ્યાસ કર્યો હતો . 22 વર્ષની વયે બેન્કમાં નોકરી કરતા અજય સાથે તેના લગ્ન થયાં હતાં . લગ્નના બે વર્ષ બાદ નિમિષા સગર્ભા હતી ત્યારે જ બીમારીના કારણે પતિનું અવસાન થયું હતું .

પતિના મૃત્યુ બાદ સાસરીવાળાએ મહેણાટોણા મારીને ત્રાસ આપવાનું શરૂ કરતા નિમિષા પિતાના ઘરે પરત આવી હતી . અહીં પુત્રના ઉછેરની સાથે કોલેજનો અભ્યાસ પૂરો કરીને પોલીસમાં ભરતી થવાનો નિર્ધાર કર્યો . કોલેજના છેલ્લા વર્ષમાં સારા પર્સન્ટેજ સાથે પાસ પણ થંઇ ગઇ . ગુજરાત સરકારમાં પોલીસ વિભાગમાં ભરતીની જાહેરાત આવતા તેમાં એપ્લાય કર્યુ . લેખિત પરીક્ષા મેરિટ સાથે પાસ કર્યા બાદ ફિઝિકલી ટેસ્ટમાં પણ સારો દેખાવ કરીને તે પોલીસ વિભાગમાં પસંદગી પામી . નિમિષા કહે છેકે ઈરાદા મક્કમ હોય તો અવરોધો ટકી શકતા નથી .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here