રક્ષાબંધનના દિવસે પોતાના ભાઈને આ મુહૂર્ત પર આ રીતે રાખડી બાંધવી…અને આ શ્લોક બોલવો ભાઇની રક્ષા માટે

0
329

 રક્ષાબંધન માત્ર તહેવાર નથી પરંતુ એક એવી ભાવના છે કે જે રેશમના કાચા દોરા દ્વારા ભાઈ બહેનના પ્રેમને હંમેશા-હંમેશા માટે સાચવીને રાખે છે. રક્ષાબંધનનો તહેવાર હિંદૂ ધર્મના મોટા તહેવારો પૈકીનો એક તહેવાર છે, જેને દેશભરમાં ધૂમધામ અને પૂર્ણ હર્ષોલ્લાસ સાથે મનાવવામાં આવે છે. આ તહેવાર ભાઈ-બહેનના અતૂટ સંબંધ, અનંત પ્રેમ, ત્યાગ અને સમર્પણને દર્શાવે છે.

આ દિવસે બહેનો પોતાના ભાઈના કાંડા પર રાખડી અથવા રક્ષા સૂત્ર બાંધીને તેના લાંબા આયુષ્ય માટે મંગલ કામના કરે છે. તો ભાઈ પોતાની લાડકી બહેનને ભેટ અને ઉપહાર આપે છે અને સાથે હંમેશા તેનું રક્ષણ કરવાનું વચન આપે છે. આ તહેવારની ખાસિયત એ છે કે ન માત્ર હિંદુ પરંતુ અન્ય ધર્મના લોકો પણ પૂરા હર્ષોલ્લાસ સાથે આ તહેવારને મનાવે છે.

હિંદુ કેલેન્ડર અનુસાર રક્ષાબંધનનો તહેવાર દર વર્ષે શ્રાવણ મહિનાની પૂર્ણીમાના રોજ મનાવવામાં આવે છે. ગ્રગોરિયન કેલેન્ડર અનુસાર આ તહેવાર દર વર્ષે ઓગષ્ટ મહીનામાં આવે છે. આ વર્ષે રક્ષાબંધન 15 ઓગષ્ટ એટલે કે આવતીકાલે છે. 15 ઓગષ્ટના રોજ ભારતનો સ્વતંત્રતા દિવસ પણ મનાવવામાં આવે છે.

રક્ષાબંધનના પવિત્ર દિવસે બહેન પોતાના ભાઈના હાથે નિર્મળ અને નિસ્વાર્થ પ્રેમભાવથી તૈયાર કરેલ સૂત્ર બાંધે છે. આ પવિત્ર દિવસે બહેન પોતાના હૃદયસ્થ પ્રેમને વ્યક્ત કરે છે. બહેનના હૃદયમાંથી નિષ્પન્ન થયેલ નિર્મળ પ્રેમનું સૂત્ર ભાઇને જીવનમાં આવનારી વિટંબનાઓને પાર કરવાની ચેતના પૂરી પાડે છે. વાસ્તવમાં બહેને ભાઇના હાથમાં બાધેલું સૂત્ર એ તો જીવનની હરપળમાં રક્ષણ આપનાર રક્ષા કવચ છે. આ બહેને બાંધેલું રક્ષાસૂત્ર ભાઇ માટે જીવનધ્યેયને સિધ્ધ કરવા પથદર્શક બની રહે છે.

રક્ષાબંધનની તિથિ

રક્ષાબંધન શ્રાવણ માસની પૂર્ણિમાના રોજ મનાવવામાં આવે છે. આ વર્ષે રક્ષાબંધન ગુરુવારે છે એટલા માટે આનું મહત્વ વધારે વધી ગયું છે. આ દિવસે ભદ્ર કાળ નથી અને ન તો કોઈપણ પ્રકારનું ગ્રહણ છે. અને આ જ કારણ છે કે આ વખતે રક્ષાબંધન શુભ સંયોગ વાળી અને સૌભાગ્યશાળી છે.

પૂર્ણિમા તિથિ પ્રારંભઃ 14 ઓગસ્ટ 2019ના રોજ રાત્રે 9 વાગ્યે અને 15 મીનિટથી…

પૂર્ણિમા તિથિ સમાપ્તઃ 15 ઓગસ્ટ 2019ના રોજ રાત્રે 11 વાગ્યે અને 29 મીનિટ સુધી…

માન્યતાઓ અનુસાર રક્ષાબંધનના દિવસે બપોરના સમયે રાખડી બાંધવી જોઈએ. જો આ સમયે શક્ય ન હોય તો પ્રદોષ કાળમાં રાખડી બાંધવાનું યોગ્ય રહે છે. કહેવામાં આવે છે કે ભદ્ર કાળમાં બહેનો પોતાના ભાઈને રાખડી નથી બાંધતી. પૌરાણિક માન્યતાઓ અનુસાર, રાવણની બહેને ભદ્રકાળમાં તેને રક્ષા સૂત્ર બાંધ્યું હતું, જેનાથી રાવણનો સર્વનાશ થયો હતો.

આ વર્ષે રાખડી બાંધવાનું મુહૂર્ત પણ ખૂબ સારું છે. બહેનો સૂર્યાસ્ત પહેલા પોતાના ભાઈને રાખડી બાંધી શકે છે.

રાખડી બાંધવાનો સમય

રાખડી બાંધવાનો સમયઃ 15 ઓગસ્ટ સવારે 10 વાગ્યે અને 22 મીનિટથી રાત્રે 8 વાગ્યે અને 8 મીનિટ સુધી.

પ્રદોષ કાળમાં રાખડી બાંધવાનું મુહૂર્તઃ 15 ઓગસ્ટ 2019 ના રોજ સાંજે 05 વાગ્યે અને 35 મીનિટથી રાત્રે 08 વાગ્યે અને 08 મીનિટ સુધી.

રક્ષાબંધનના દિવસે બહેનો પાતાના ભાઈના હાથે રાખડી બાંધીને તેના દીર્ઘાયુ, સંપન્નતા અને ખુશીઓથી ભરપુર અને સમૃદ્ધ જીવનની કામના કરે છે. તો ભાઈ પોતાની બહેનને કપડા, ઘરેણાં, પૈસા, કોઈન્ય ગીફ્ટ સહિતની ભેટ આપીને પોતાની બહેનની રક્ષાનું વચન આપે છે.

રક્ષાબંધનના દિવસે પોતાના ભાઈને આવી રીતે રાખડી બાંધવી…

.સૌ પહેલાતો રાખડીની થાળી સજાવી લો, આ થાળીમાં કંકુ, અક્ષત, પીળા સરસવના બીજ, દીપક અને રાખડી મૂકો.

ત્યારબાદ ભાઈને તિલક કરીને તેના હાથમાં રાખડી બાંધો.

રાખડી બાંધ્યા બાદ ભાઈની આરતી ઉતારો.

પછી ભાઈને મિઠાઈ ખવડાવો.

જો ભાઈ તમારાથી મોટો હોય તો ચરણ સ્પર્શ કરીને તેના આશીર્વાદ લો.

જો બહેન મોટી હોય તો ભાઈએ તેના ચરણ સ્પર્શ કરવા જોઈએ.

રાખડી બાંધ્યા બાદ ભાઈઓને પોતાના સામર્થ્ય અનુસાર ભેટ આપવી જોઈએ

બ્રાહ્મણ અથવા પંડિતજી પણ પોતાના યજમાનને રાખડી બાંધે છે.

રાખડી બાંધતા સમયે નીચે આપેલા મંત્રનું ઉચ્ચારણ કરવું.

 येन बद्धो बली राजा दानवेन्द्रोमहाबलः
                 तेन त्वामपि बध्नामि रक्षे मा चल माचल।।

વામન અવતાર કથા

રક્ષાબંધનના દિવસે બહેનો પાતાના ભાઈના હાથે રાખડી બાંધીને તેના દીર્ઘાયુ, સંપન્નતા અને ખુશીઓથી ભરપુર અને સમૃદ્ધ જીવનની કામના કરે છે. તો ભાઈ પોતાની બહેનને કપડા, ઘરેણાં, પૈસા, કોઈન્ય ગીફ્ટ સહિતની ભેટ આપીને પોતાની બહેનની રક્ષાનું વચન આપે છે.

અસુરોના રાજા બલીએ પોતાના બળ અને પરાક્રમથી ત્રણેય લોક પર અધિકાર જમાવી લીધો હતો. રાજા બલીના આધિપત્યને જોઈને ઈન્દ્ર દેવતા ગભરાઈને ભગવાન વિષ્ણુ પાસે મદદ માંગવા પહોંચ્યા. ભગવાન વિષ્ણુએ વામન અવતાર ધારણ કર્યો અને રાજા બલી પાસે ભીક્ષા માંગવા પહોંચી ગયા. વામન ભગવાને બલી પાસેથી ત્રણ પગ ભૂમિ માંગી. પહેલા અને બીજા પગમાં ભગવાને ધરી અને આકાશને માપી લીધું. હવે ત્રીજો પગ રાખવા માટે કંઈ ન બચ્યું તો રાજા બલીએ કહ્યું કે પ્રભુ ત્રીજો પગ મારા મસ્તક પર મુકી દો.

ભગવાન વામને આવું જ કર્યું. આ પ્રકારે દેવતાઓની ચિંતા ખતમ થઈ ગઈ. તો ભગવાન બલી રાજાના દાન-ધર્મથી ખૂબ પ્રસન્ન થયા. તેમણે રાજા બલી પાસે વરદાન માંગવા કહ્યું તો બલીએ તેમની પાસેથી પાતાળ લોકમાં વસવાનું વરદાન માંગી લીધું. બલીની ઈચ્છાપૂર્તી માટે ભગવાનને પાતાળમાં જવું પડ્યું. ભગવાન વિષ્ણુના પાતાળમાં ગયા બાદ તમામ દેવતાગણ અને માતા લક્ષ્મી ચિંતિત થયાં. પોતાના પતિ ભગવાન વિષ્ણુને પાછા લાવવા માટે માતા લક્ષ્મીજી ગરીબ સ્ત્રી બનીને બલી રાજા પાસે પહોંચ્યા અને તેમને પોતાના ભાઈ બનાવીને રાખડી બાંધી. અને ભગવાન વિષ્ણુને પાતાળ લોકમાંથી પાછા લાવવા માટેનું વચન બલી રાજા પાસેથી લીધું. તે દિવસે શ્રાવણ માસની પૂર્ણિમા તિથિ હતી અને ત્યારથી જ રક્ષાબંધન આ જ દિવસે મનાવવાનું શરુ થયું.

ભવિષ્ય પુરાણની કથા

એકવાર દેવતા અને દાનવોમાં 12 વર્ષ સુધી યુદ્ધ ચાલું પરંતુ દેવતાઓ વિજયી ન થયા. ઈન્દ્ર હારના ડરથી દુઃખી થઈને દેવગુરુ બૃહસ્પતિ પાસે ગયા. તેમના સુઝાવ પર ઈન્દ્રની પત્ની મહારાણી શચીએ શ્રાવણ શુક્લ પૂર્ણિમાના દિવસે વિધિ-વિધાનથી વ્રત કરીને રક્ષા સુત્ર તૈયાર કર્યા. પછી ઈન્દ્રાણીએ તે સૂત્ર ઈન્દ્રના હાથે બાંધ્યું અને સમસ્ત દેવતાઓનો દાનવો સામે વિજય થયો. આ રક્ષા વિધાન શ્રાવણ માસની પૂર્ણિમાના રોજ સંપન્ન કરવામાં આવ્યું હતું.

દ્રૌપદી અને શ્રીકૃષ્ણની કથા

મહાભારત કાળમાં કૃષ્ણ અને દ્રૌપદીનો એ7ક વૃતાંત મળે છે. જ્યારે ભગવાન શ્રીકૃષ્ણએ સુદર્શન ચક્રથી શિશુપાલનો વધ કર્યો ત્યારે તેમની તર્જની આંગળી (હાથમાં અંગૂઠા પછીની પ્રથમ આંગળી)માં તેમને વાગ્યું. દ્રૌપદીએ તે સમયે પોતાની સાડી ફાડીને તેને તેમની આંગળી પર પટ્ટીની જેમ બાંધી દીધી.આ દિવસે શ્રાવણ માસની પૂર્ણીમા હતી. ભગવાન શ્રીકૃષ્ણએ બાદમાં દ્રૌપદીના ચીર-હરણ કરીને તે સમયે તેમની લાજ રાખીને ભાઈનો ધર્મ નિભાવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here