35 વીઘામાં સરગવા વાવી સારી કમાણી કરતા ખેડૂતો

જાણવા જેવું

35 વીઘામાં સરગવા વાવી સારી કમાણી કરતાખેડૂતો કૃષિ ભાસ્કર | ધોરાજી ધોરાજી તાલુકાના જમનાવડ ગામના ખેડૂતે પરંપરાગત પાક વાવેતર કરવાના બદલે સરગવા – વાવેતર કરી ને મબલખ ઉત્પાદન મેળવીને સરગવાની ખેતીથી સારૂ વળતર મેળવી સમાજને નવી રાહ ચીધી છે ધોરાજી ના જમનાવડ ગામ ના ખેડૂત ગોવિંદભાઈ આહિરે પોતાની ખેતીની જમીનમાં 35 વિઘામાં સરગવાના ઝાડનું વાવેતર કરી સારું વળતર ખેડૂતનો અનુભવ મેળવીને અન્ય ખેડૂતો ને ખેતી ના વાવેતર કરવા મા નવો દાખલો બેસાડી ને પેરણાદાયી બન્યા છે . જમનાવડ ગામે રહેતાં ખેડૂત ગોવિંદભાઈએ જણાવ્યું હતું કે , અમારા કુટુંબે પરંપરાગત મગફળી , કપાસ , ઘઉં સહિતના પાકોના વાવેતરના બદલે સરગવાની ખેતી કરવાનું નક્કી કર્યું અને તે અમલમાં પણ મૂકી દીધું . વાવેતરની શરૂઆતના આઠ માસ દરમિયાન એક વિદ્યામાં આશરે 70 હજાર રૂપીયા જેવી કમાણી થઈ હતી . તેમણે વધુમાં જણાવ્યું હતું કે , કપાસ , મગફળી , એરંડા , જેવા પરંપરાગત પાકોમાં વધારે પ્રમાણમાં જંતુનાશક દવાઓ , પિયત ખાતર અને મહેનત તેમજ મજૂરીનો ખર્ચ આવે છે .

અને પોષણક્ષમ કિંમત માર્કેટમાં ઉપજતી નથી , ત્યારે સરગવાના ઝાડની ખેતીમાં ખાતર પિયત મજૂરી બહુ જ ઓછા પ્રમાણમાં જરૂરી બને છે . જેને લઈને આમદાનીમા સારી એવી તક મળે છે . સરગવાની શિંગો લોકોને રસોઈમાં ઉપયોગ કરી આહાર તરીકે ઉપયોગમાં લેવી એ સૌ કોઈ જાણે જ છે અને આયુર્વેદમાં પણ તેનું સારું એવું મહત્ત્વ છે . આ સિવાય દુધાળા પશુઓને શિંગના ફોતરાનો આહાર આપવામાં આવે તો દૂધ ઉત્પાદનમાં પણ સારો એવો વધારો અને ક્વોલિટી મળતી હોવાનું જણાવ્યું હતું .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *