Home જાણવા જેવું સામાન્ય દેખાતી છોકરી જે છાણાં થાપીને બની 8 કંપની માલીક અને રોજનું કરે છે કરોડોનું ટર્નઓવર

સામાન્ય દેખાતી છોકરી જે છાણાં થાપીને બની 8 કંપની માલીક અને રોજનું કરે છે કરોડોનું ટર્નઓવર

0
સામાન્ય દેખાતી છોકરી જે છાણાં થાપીને બની 8 કંપની માલીક અને  રોજનું કરે છે કરોડોનું ટર્નઓવર

આ મહિલાનું નામ છે કલ્પના સરોજ. આ મહિલા ખુબ જ ગરીબ છે. એમણે જીવનમાં પતિની યાતનાઓ પણ ઘણી સહન કરી, સમાજના મેણાં ટોણા પણ સહન કર્યા અને એ બધાથી કંટાળીને આત્મહત્યા કરવાનો પ્રયત્ન પણ કર્યો હતો. પરતું એના નસીબમાં કંઈક બીજું જ હતું અને આજે તે એમના દરેક સપના સાકાર કરી શકે છે એટલી શક્તિશાળી બની ગઈ છે.મિત્રો, આપણે બધાએ લગભગ આ એક કહેવત તો સાંભળી જ હશે કે ગમે તેવી ખરાબ  જમીન કેમ ના હોય છતાં પણ એણે બગીચો બનાવી શકાય છે.

આજે અમે એક એવી જ એક કહાની જણાવીશું જે મહિલા છાણા થાપીને મોટી કંપનીની મલકીન બની ગઈ. તો ચાલો જાણીએ એની મહેનત વિશે..કલ્પના સરોજ આજે 700 કરોડની કંપનીની માલકિન છે. કલ્પના હાલના સમયમાં કરોડોનું ટર્નઓવર કરે છે તે કંપની ‘કમાની ટ્યુબ્સ’ ની ચેરપર્સન છે અને તેમને પદ્મશ્રી પુરસ્કારથી સમ્માનિત પણ કરવામાં આવેલ છે. એના સિવાય કલ્પના સરોજ કમાની સ્ટીલ્સ, કેએસ ક્રિએશનસ, કલ્પના બિલ્ડર એન્ડ ડેવલોપર્સ, કલ્પના એસોસિએટ્સ જેવી બીજી ઘણી કંપનીઓની પણ મલકીન થઇ ચુકી છે. આ બધું એમની પોતાની જાત મહેનતથી ઉભું કરેલું છે. અને એમની બધી કંપનીઓનું રોજનું ટર્નઓવર કરોડોનું છે.ભારત સરકાર દ્વારા કલ્પનાને સમાજસેવા અને સાહસિકતા માટે પદ્મશ્રી અને રાજીવ ગાંધી રત્ન પુરસ્કાર આપવામાં આવ્યા છે. દેશ-વિદેશમાં બીજા પણ બધા પુરસ્કારો પણ એમણે મેળવ્યા છે.પહેલા 2 રૂપિયા રોજ કમાવવા વાળી કલ્પના આજે 700 કરોડના સામ્રાજ્ય પર રાજ કરે છે.આ કલ્પનાસરોજનો જન્મ દુકાળનો શિકાર બનેલા મહારાષ્ટ્રના ‘વિદર્ભ’ માં થયો. તેમના ઘરની પરિસ્થિતિ ખુબ જ ખરાબ હતી અને એ કારણે તે છાણા થાપીને વેચવાનો ધંધો કરતી હતી. એમના પરિવારે 12 વર્ષની ઉંમરમાં જ તેના લગ્ન કરવી દીધા જે એનાથી 10 વર્ષ મોટા છોકરો હતો. જેના કારણે એનું ભણવાનું અટકી ગયું અને સાસરાના ઘરે કોઈ કામમાં થોડી પણ ભૂલ થતી તો એમને રોજ માર મારતા હતા.એમના શરીર પર ઘા પડી ગયા હતા અને એમની જીવવાની બધી ઈચ્છા પણ પુરી થઇ ગઈ હતી. આ કલ્પના એના સસરાના ઘરને નર્ક જ માનતી હતી, એક દિવસ આ નર્કમાંથી ભાગીને કલ્પના પોતાના ઘરે આવી ગઈ. જેની સજા કલ્પનાની સાથે તેના પરિવારને પણ મળી. પંચાયતે એના પરિવારના ખાવા પીવાનું કરાવી દીધું. ખોરાક-પાણી બંધ થવાની સાથે કલ્પનાને જીવનના રસ્તા બંધ થતા હોય એવું લાગવા માંડ્યું.જેના કારણે કલ્પના પાસે જીવવાનું કોઈ ખાસ કારણ રહ્યું ન હતું.

આથી એક દિવસ તેમણે જંતુનાશક દવા પીઈને આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો. પણ પરિવારની એક મહિલા કલ્પનાને જોઈ ગઈ અને તેનો જીવ બચાવી લીધો.કલ્પના માટે આત્મહત્યાનું પગલું તેમના જીવનમાં મોટો વળાંક લાવેલું છે. તેમને વિચાર આવ્યો કે હું શું કામ જીવ આપું, કોના માટે? હું પોતાના માટે જીવું અને કંઈક મોટું મેળવવાનું વિચારું, કઈ નહીં તો પ્રયત્ન ખુબ જ કરીશ અને આગળ વધીશ .આવા જ નવા વિચાર સાથે  કલ્પના ફરીથી મુંબઈ આવી. પરતું આ વખતે  એક નવા જીવનની શરૂઆત કરવા ગઈ હતી. કલ્પનાને કળા તરીકે કપડાં સીવતા આવડતું હતું. તેણે એક ગારમેન્ટ કંપનીમાં નોકરીની શરૂઆત કરી. ત્યાં એમને 1 દિવસની 2 રૂપિયા પગાર મળતો હતો, જે ખુબ ઓછી હતી. એટલા માટે કલ્પનાએ પોતે જાતે બ્લાઉઝ સીવવાનું કામ ચાલુ કર્યુ. એ સમયે એમને 1 બ્લાઉઝના 10 રૂપિયા મળતા હતા.એમણે વિચાર્યુ કે રોજ 4 બ્લાઉઝ સીવું તો 40 રૂપિયા મળશે અને ઘરની સારી એવી મદદ પણ થશે. એણે ખુબ જ મેહનત કરવાનું ચાલુ કર્યું, દિવસના 16 કલાક કામ કરીને કલ્પનાએ પૈસા ભેગા કરતી અને ઘરવાળાની મદદ પણ કરતી.કલ્પનાએ વિચાર્યું કે સિલાઈના કામમાં ઘણો સ્કોપ છે અને તેણે એને બિઝનેસની રીતે સમજવાનો પ્રયત્ન કર્યો. તેણે દલિતોને મળવા વાળી 50,000 ની સરકારી લોન લઈને એક સિલાઈ મશીન અને બીજા સામાન ખરીદ્યા અને એક બુટીક શોપની શરૂઆત કરી. એમાં પણ કલ્પના દિવસ-રાત મહેનત કરતી અને જેનાથી બુટીક શોપ વધારે ચાલવા લાગી તો કલ્પના પોતાના પરિવાર વાળાને વધુ પૈસા મોકલવા લાગી અને થોડા પૈસાની બચત પણ કરતી.પછી એમણે બચતના પૈસાથી એક ફર્નિચર સ્ટોર પણ શરુ કર્યો અને તેને પણ સારો પ્રતિભાવ મળ્યો. એની સાથે તેણે બ્યુટી પાર્લર પણ ખોલ્યું અને સાથે રહેવા વાળી છોકરીઓને એનું કામ શીખવ્યું અને નોકરી અપાવી. કલ્પનાએ બીજીવાર લગ્ન કર્યા પણ પતિનો સાથ લાંબા સમય સુધી ન મળ્યો અને બીમારીના કારણે એના પતિનું મૃત્યુ થયું. 2 બાળકોની જવાબદારી કલ્પના પર આવી ગઈ.

આ દરમ્યાન જ કલ્પનાને જાણવા મળ્યું કે 17 વર્ષથી કોઈ કારણસર બંધ પડેલી ‘કમાની ટ્યુબ્સ’ નામની કંપનીને સુપ્રીમ કોર્ટે તેના કામદારો સાથે શરુ કરવા કહ્યું. કંપનીના કામદારો પણ કલ્પનાને મળ્યા અને કંપનીને ફરીથી શરુ કરવા માટે મદદ માંગી. આ કંપની ઘણા વિવાદોને કારણે 1988 થી બંધ પડી હતી.

અને પછી કલ્પનાએ એમના વર્કરો સાથે મળીને મહેનત અને ઈરાદાના બળ પર 17 વર્ષોથી બંધ કંપનીને શરુ કરી અને એમાં ફરીથી મહેનત કરવા લાગી. કલ્પનાએ જયારે કંપની સંભાળી ત્યારે કામદારોને ઘણાં વર્ષોનો પગાર પણ મળ્યો ન હતો, કંપની પર કરોડોનું સરકારી કરજ પણ હતું, પણ કલ્પનાએ હિમ્મત નહીં હારી અને દિવસ રાત મહેનત ચાલુ જ રાખી. એમણે કંપની સાથે જોડાયેલા દરેક વિવાદ હટાવ્યા અને મહારાષ્ટ્રના વાડામાં નવી જમીન પર ફરીથી સફળતાનો ઇતિહાસ લખી નાખ્યો. કલ્પનાની મહેનતના કારણે જ આજે ‘કમાની ટ્યૂબ્સ’ કરોડોનું ટર્નઓવર કરી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here