Home જાણવા જેવું કોરોનામાં એક વાલી ગુમાવનારા બાળકને મહિને બે હજાર અને બંને વાલી ગુમાવનારને મહીને 4000ની સહાય મળશે

કોરોનામાં એક વાલી ગુમાવનારા બાળકને મહિને બે હજાર અને બંને વાલી ગુમાવનારને મહીને 4000ની સહાય મળશે

0
કોરોનામાં એક વાલી ગુમાવનારા બાળકને મહિને બે હજાર અને બંને વાલી ગુમાવનારને મહીને 4000ની સહાય મળશે

૩0મી જૂનની સ્થિતિએ ૩,૧૦૬ બાળકોએ એક વાલી ગુમાલા છે  કોરોનામાં એક વાલી ગુમાવનારા બાળકને પણ મહિને બે હજાર મળશે

ગુજરાત સરકારે કોરોનામાં માં કે બાપ થાને બેમાંથી એક વાલી ગુમાવનારા ૧૮ હર્ષથી નીચેની વયના બાળકને પણ મહિને રૂ ૨ હજારની સહાય આપવાનો નિર્લય કર્યો છે. મુખ્યમંત્રી બાળ સેવા યોજના હેઠળ આ લાભ આપવાની જાહેરાત કરી છે. રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગે આ અંગે સોમવારે બહાર પાડ્યો છે. રાજ્યમાં  કોરોનામાં અનાથ બનેલા એટલે કે માં અને બાપ બંને ગુમાવનાર બાળક માટે મહિને રૂ.૪હજારની સહાય આપવાનોમુખ્યમંત્રી બાળ સેવા યોજના હેઠળ અગાઉ નિર્બય થયો હતો. પરંતુ એક વાલી ગુમાવનારા
બાળકને કોઇ સહાય આપવાની જાહેરાત ન થતાં રાજ્ય સરકારને અનેક રજુઆતો મળી હતી. જેના સંદર્ભમાં સરકારે અંતે

ઉષરોક્ત નિર્ણય કર્યો છે. તા.૩૦મી જૂનની સ્થિતીએ.કોરોનામાં ૭૯૪ બાળકો અનાથ થયાં છે અને ૩૧૦૯ બાળકોએ એક વાલી ગુમાવ્યા છે. સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગે સોમવારે બહાર પાડેલા ઠરાવમાં  એક વાલી ગુમાવનારા બાળકને કયાં સુધી
સહાય અપાશે તેનો કોઈ ઉલ્લેખ કર્યો નથી. પણ સમજાય છે કે અગાઉ અનાથ બનેલા બાળકોને ૨૧ વર્ષ સુધી દર મહિને સહાય આપવાની જાહેરાત થઈ છે, તે મુજબ જ એક વાલી ગુમાવનારા બાળકને સહાય મળશે. સરકાર ઉપર એક વાલી ગુમાવીને નિરાધાર બનેલા અસંખ્ય
બાળકોને પણ મુખ્યમંત્રી બાળ સેવા યોજના હેઠળ લાભ આપવાનુ દબાણ હતું. આ સહાય બાળકોના બેક એકાઉન્ટ ખોલાવીને જમા અપાશે.

  • જે બાળકના માતા કે પિતા બન્નેમાંથી કોઈપણ એક વાલીનું કોરોના કાળમાં મૃત્યુ થયેલ હોય તે કુટુંબના 18 વર્ષથી નીચેની ઉંમરના બાળકોને આ યોજનાનો લાભ મળશે.
  • માર્ચ-2020 થી કોરોનાકાળના સમય સુધી આ યોજના હેઠળ લાભ મળવાપાત્ર થશે.
  • “Mukhyamantri bal seva yojana” માં એક વાલી ગુમાવનાર નિરાધાર બાળકો આ યોજનાનો લાભ આપવા માટે કોઈપણ આવક મર્યાદાને ધ્યાનમાં લેવાની રહેશે નહિ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here