થાઇરોઇડ એક નાની ગ્રંથિ છે. તેનો આકાર પતંગિયા જેવો છે. તે ડોકના નીચેના ભાગે મધ્યમાં આવેલી છે. તેનું પ્રાથમિક કાર્ય શરીરના ચયાપચય (જીવન માટે કોષો જે દરે આવશ્યક ફરજો નિભાવે છે તે) દરને અંકુશિત કરે છે. ચયાપચયને અંકુશિત કરવા થાઇરોઇડ હોર્મોન્સ પેદા કરે છે, જે શરીરના કોષોને કેટલી શક્તિ વાપરવી તે જણાવે છે.
યોગ્ય રીતે કામગીરી બજાવતી થાઇરોઇડ ગ્રંથિ શરીરની ચયાપચયની કામગીરી સંતોષજનક દરે થાય તે માટે જરૂરી હોર્મોન્સનું યોગ્ય પ્રમાણ જાળવી રાખશે. રક્તપ્રવાહમાં થાઇરોઇડ હોર્મોન્સના જથ્થા પર પીટ્યુટરી ગ્રંથિ દેખરેખ રાખે છે અને અંકુશિત કરે છે. મગજની નીચે ખોપરીના કેન્દ્રમાં આવેલી પીટ્યુટરી ગ્રંથિને જ્યારે થાઇરોઇડ હોર્મોન્સના અભાવની કે વધુ પડતા થાઇરોઇડ હોર્મોન્સના પ્રમાણની જાણ થાય છે ત્યારે તે તેના પોતાના હોર્મોન્સ (ટીએસએચ)ના પ્રમાણમાં વધઘટ કરે છે અને તેને થાઇરોઇડમાં મોકલે છે, તેણે શું કરવું તે જણાવવા માટે.
થાઈરોડની સમસ્યા ખુબ જ ગંભીર હોય છે. ખાસ કરીને મહીલાઓ આ પ્રકારની સમસ્યાનો સૌથી વધારે શિકાર બનતી હોેય છે. સ્થિતિ એવી છે કે થાઈરોડના દરેક ૧૦ વ્યક્તિ પૈકી ૮ મહિલાઓ હોય છે. અતિ મેદસ્વીતા પાછળના જવાબદાર પૈકી થાઈરોડ પણ એક છે. જેમાં સતત તણાવગ્રસ્ત સ્થિતિ, ઊંઘ ન આવવી, કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધવું, વાંઝણાપણૂ, માસિકમાં અનિયમિત્તા, હૃદય રોગ સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડે છે. થાઈરોડ એ શરીરનો એક મુખ્ય એન્ડોક્રાઈન ગ્લેંડ છે. જેમાં થાઈરોડ હોર્મોન્સ નામનો સ્ત્રાવ રહેલો છે. જે શરીરને સંતુલિત રાખવા માટે મહત્વનો છે. થાઈરોડ હોર્મોન્સનો સ્ત્રાવ જ્યારે અસંતુલિત થઈ જાય ત્યારે શરીરની સમગ્ર કાર્યપ્રણાલી અસ્તવ્યસ્ત થઈ જાય છે. જેનાથી અનેક શારીરિક સમસ્યાઓ સર્જાય છે. જો તમને નીચેના લક્ષણો જણાતા હોય તો તમને થાઈરોડની સમસ્યા હોઈ શકે છે. આ સમસ્યાને નજરઅંદાજ કરવી બહુ ભારે પડી શકે છે. જેથી જો આ લક્ષણો જણાય તો તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરવો જરૃરી છે.૧ થાઈરોડ પીડિત લોકોને માંસપેશીઓ અને પગમાં દુઃખાવો થાય છે, ખાસ કરીને ડાબા પગમાં વધારે દુઃખાવો થાય છે. આ ઉપરાંત ખભાઓમાં પણ દુઃખાવો થાય છે ૨ ગળાના ભાગમાં સોજા આવે છે, અચાનક ગળાનું કદ વધવા લાગે છે જેથી ટાઈ પહેરવામાં અને કાઢવામાં સમસ્યા ઉદ્ભવા લાગે છે. તેમજ વ્યક્તિના અવાજમાં પરિવર્તન આવે છે ૩ જ્યારે થાઈરોડનું પ્રમાણ વધે છે ત્યારે તેમાંથી ગોઈટરનો રોગ થાય છે, તેથી જો ગોઈટરની સમસ્યા હોય તો તે વ્યક્તિને થાઈરોડનું અસંતુલન હોવાની શક્યતા છે ૪ અચાનક વાળ ખરવાનું પ્રમાણ વધી જાય, ચામડીમાં પરિવર્તન આવવા લાગે તો તે થાઈરોડના લક્ષણ હોઈ શકે છે ૫ કબજિયાત, પેટ સંબંધિત અન્ય સમસ્યાઓ, ઝાડા થવા વગેરે થાઈરોડના લક્ષણો હોઈ શકે છે૬ માસિકમાં અનિયમિતતા અને પ્રજનન સંબંધિત બિમારી પણ થાઈરોડના લક્ષણ હોઈ શકે છે ૭ સતત બેચેની અનુભવાય, તણાવપૂર્ણ પરિસ્થિતિ લાગે તો તે પણ થાઈરોડના લક્ષણ હોઈ શકે છે ૮ ખાવા-પીવામાં કોઈપણ પ્રકારનું પરિવર્તન ન કરવા છતાં અચાનક વજન વધવા લાગે, કામ કર્યા વગર થાક અનુભવાય તો તે થાઈરોડના લક્ષણ હોઈ શકે છે.
થાઇરોઇડ રોગ શું છે અને કોને થાય છે ?
જ્યારે થાઇરોઇડ વધારે હોર્મોન પેદા કરે છે ત્યારે શરીર તેણે કરવી જોઇએ તેનાથી વધારે શક્તિનો ઉપયોગ કરે છે. આ સ્થિતિને હાઇપરથાઇરોઇડિઝમ કહે છે. જ્યારે થાઇરોઇડ પૂરતા પ્રમાણમાં હોર્મોન પેદા કરતી નથી, ત્યારે શરીર તેણે કરવી જોઇએ તેનાથી ઓછી શક્તિનો ઉપયોગ કરે છે. આ સ્થિતિને હાઇપોથાઇરોઇડિઝમ કહે છે.તમામ વયના લોકોને થાઇરોઇડ રોગ થઇ શકે છે. જોકે, પુરુષો કરતા સ્ત્રીઓને થાઇરોઇડ સમસ્યાઓ થવાની પાંચથી આઠગણી સંભાવના છે.
થાઇરોઇડ રોગ શાના કારણે થાય છે ?
થાઇરોઇડ રોગ થવાના વિવિધ કારણો છે.
નીચેની પરિસ્થિતિઓને હાઇપોથાઇરોઇડિઝમ કહે છે:
- થાઇરોઇડાઇટિસ: થાઇરોઇડ ગ્રંથિનો સોજો છે. તે થાઇરોઇડમાં સર્જાતા હોર્મોન્સના પ્રમાણને ઘટાડી શકે છે.
- હાશિમોટોઝ: થાઇરોઇડાઇટિસ રોગપ્રતિકારક પ્રણાલીનો પીડાવિહીન રોગ છે. તે આનુવંશિક છે.
- પોસ્ટપાર્ટમ થાઇરોઇડાઇટિસ: બાળકને જન્મ આપ્યા પછી પાંચથી નવ ટકા સ્ત્રીઓને થાય છે. તે સામાન્યપણે કામચલાઉ સ્થિતિ છે.
- આયોડિન ઉણપ: વિશ્વભરમાં લગભગ 10 કરોડ લોકોને અસર કરતી સમસ્યા છે. આયોડિનનો ઉપયોગ થાઇરોઇડ ગ્રંથિ હોર્મોન પેદા કરવા માટે કરે છે.
- નિષ્ક્રિય થાઇરોઇડ ગ્રંથિ: 4000 નવજાત શિશુએ એકમાં જોવા મળે છે. જો તેનો ઇલાજ ના થાય તો, બાળક શારીરિક અને માનસિક રીતે વિકલાંગ થાય છે.
નીચેની પરિસ્થિતિઓ હાઇપરથાઇરોઇડિઝમ સર્જે છે:
- ગ્રેવ્ઝ રોગમાં સમગ્ર થાઇરિડ ગ્રંથિ અતિ સક્રિય થઈ શકે અને વધારે પડતો હોર્મોન પેદા કરી શકે.
- થાઇરોઇડના નોડ્યુલ્સ અતિ સક્રિય થઈ શકે છે.
- થાઇરોઇડાઇટિસ વિકાર પીડાદાયક અથવા પીડાહીન હોઈ શકે છે. તે થાઇરોઇડ ગ્રંથિમાં સંગ્રહિત હોર્મોન્સને મુક્ત કરી શકે, જેને પરીણામે થોડાક સપ્તાહો કે મહિનાઓ માટે હાઇપરથાઇરોઇડિઝમ થઈ શકે છે. પીડાહીન પ્રકાર બાળકના જન્મ પછી સ્ત્રીઓમાં મોટા પ્રમાણમાં થાય છે.
- વધુ પડતુ આયોડિન સંખ્યાબંધ દવાઓમાં જોવા મળે છે અને તેને પરીણામે કેટલાક લોકોમાં થાઇરોઇડ વધારે પડતા અથવા તદ્દન ઓછા હોર્મોન પેદા થાય છે.
હાઇપોથાઇરોઇડિઝમ અને હાઇપરથાઇરોઇડિઝમના લક્ષણો શું છે ?
હાઇપોથાઇડિઝમના લક્ષણો નીચે પ્રમાણે છે:
- થાક
- ભારે માસિક સ્રાવના વારંવાર આવતા સમયગાળાઓ
- ભૂલકણાપણું
- વજનમાં વધારો
- સૂકી, ખરબચડી ત્વચા અને વાળ
- ઘોઘરો અવાજ
- ઠંડી સહન ના થાય
હાઇપરથાઇરોઇડિઝમના લક્ષણો
- ચીડીયાપણું\વ્યાકુળતા
- સ્નાયુની નબળાઇ\ધ્રુજારી
- ઓછા માસિક સ્રાવના અનિયમિત સમયગાળાઓ
- વજનમાં ઘટાડો
- ઉંઘમાં વિક્ષેપ
- થાઇરોઇડ ગ્રંથિ મોટી થવી
- દ્રષ્ટિમાં સમસ્યા અથવા આંખમાં બળતરા
- ગરમીથી સંવેદનશીલતા
થાઇરોઇડ રોગનું શરૂઆતમાં નિદાન થઈ જાય તો, લક્ષણો દેખાય તે પહેલાં સારવાર આ રોગને અંકુશમાં લાવી શકે છે. થાઇરોઇડના રોગો જીવનભરની સ્થિતિ છે. સંભાળપૂર્વકના સંચાલનથી થાઇરોઇડ ધરાવતા લોકો તંદુરસ્ત, સામાન્ય જીવન જીવી શકે છે.