ગરીબી રેખા નીચે જીવતા લોકોને 200ના પ્રિમિયમ પર રૂપિયા 30,000નો વીમો મળે છે સંપૂર્ણ માહિતી વાંચો અને ગરીબ લોકો સુધી શેર જરૂર કરજો

0
234

હેતુ : આમ આદમી બીમા યોજના ગ્રામીણ જમીન વિહોણા ઘર માટે એક સામાજિક સુરક્ષા યોજના છે. આ યોજનાની શરૂઆત રજી ઓક્ટોબર, ૨૦૦૭ના રોજ કરવામાં આવી.

યોગ્યતા: ૧૮ થી પ૯ વર્ષ વચ્ચેની વય ધરાવતી વ્યક્તિ.

ફાયદાઓ: આ યોજના હેઠળ કુટુંબની મુખ્ય વ્યક્તિ અથવા એક કમાતા સભ્યને આવરી લેવામાં આવશે.

પ્રતિ વ્યક્તિ દીઠ વાર્ષિક પ્રિમિયમ રૂ.૨૦૦/- કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા એકસરખા ભાગે વહેંચવામાં આવશે. જેથી વીમા રક્ષિત વ્યક્તિએ કોઇ પ્રિમિયમ ભરવાનું રહેશે નહીં.

કુદરતી મૃત્યુ પર રૂ.૩૦,૦૦૦/-

અકસ્માતમાં મૃત્યુના કિસ્સામાં અથવા અકસ્માત કારણે અપંગતાના કિસ્સામાં રૂ. ૭૫,૦૦૦/-

અકસ્માતના કારણે આંશિક અપંગતાના માટે(એક આંખ અથવા એક પગ ગુમાવ્યથી) રૂ. ૩૭,૫૦૦/-

અમલીકરણ સંસ્થાઓ: આ ફંડ લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન (LIC) દ્વારા જાળવવામાં આવે છે

અનેકવાર એવું ધ્યાનમાં આવ્યું છે કે ગરીબી રેખાની નીચે જીવતા પરિવારોમાં જ્યારે પણ એકલ કમાઉ સભ્યનું અવસાન થાય છે અથવા આકસ્મિક મૃત્યુ થાય છે ત્યારે પરિવાસ આર્થિક સંકટમાં મુકાઇ જાય છે.

સરકાર આ વર્ગના લોકોની મદદ માટે સમયાંતરે વિવિધ યોજનાઓ બહાર પાડતી હોય છે. આમ છતાં તેમનામાં આ યોજના અંગે શિક્ષણ અને તેનો લાભ પહોંચાડવાની જરૂર છે.

આવી સ્થિતિમાં અત્યંત મહત્વની બાબત એ છે કે કમનસીબ લોકોને વીમાના લાભ અંગેની જાણકારી આપવામાં આવે. તાજેતરમાં રજૂ થયેલી પ્રધાનમંત્રી જન ધન યોજનાથી આવા લોકોને ચોક્કસ લાભ થશે. આ ઉપરાંત ગરીબોને મદદ કરનારી અન્ય એક મહત્વની યોજના ‘આમ આદમી વીમા યોજના’અંગે અહીં વાત કરીએ…

આમ આદમી વીમા યોજના શું છે?

થોડા વર્ષો પહેલા ભારત સરકારે બે વીમા યોજનાઓ ‘આમ આદમી વીમા યોજના’ અને ‘જનશ્રી વીમા યોજના’ને ભેગી કરી દીધી હતી. હવે આ યોજનાને ‘આમ આદમી વીમા યોજના’ (એએબીવાય – AABY) તરીકે ઓળખવામાં આવે છે.

યોજનાનો હેતુ

આ યોજનાનો હેતુ ગરીબી રેખા નીચે જીવતા લોકોને વીમા કવચ પુરું પાડવાનો છે. આ યોજનાનો લાભ ગરીબી રેખાથી ઉપર જીવતા પણ અત્યંત નબળી આર્થિક સ્થિતિ ધરાવતી વ્યક્તિઓ (આઇડેન્ટિફાઇડ વોકેશનલ ગ્રુપ્સ/ગામડાના જમીન વિહોણા લોકો)ને પણ મળે છે.

આ યોજનાના માપદંડોમાં આવતા લોકોને વાર્ષિક માત્ર રૂપિયા 200ના પ્રિમિયમ પર રૂપિયા 30,000નો વીમો મળે છે. આ માટેની એક માત્ર શરત એ છે કે જેના નામે વીમો હોય તે વ્યક્તિ પરિવારની એક માત્ર કમાઉ વ્યક્તિ હોવી જોઇએ.

મહત્વની બાબત એ છે કે ગામડાના ઘરવિહોણા લોકો માટે વીમાનું 50 ટકા પ્રિમિયમ સરકાર ચૂકવે છે. આ યોજના માટે ઉંમરના દસ્તાવેજ માટે નીચેના પ્રુફ હોય તો ચાલે છે.

રેશન કાર્ડ, જન્મનોંધણી પત્ર, સ્કૂલ સર્ટિફિકિટ, મતદાર યાદી, સરકારી વિભાગ દ્વારા આપવામાં આવેલું ઓળખ કાર્ડ, આધાર કાર્ડ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here