ટ્રાફિકના નિયમોનું પાલન ચોક્ક્સ થશે. પણ સરકારે આટલું જરૂર કરવુ પડશે
₹૧૦૦ માં સરળતાથી લાઈસન્સ મળી જવું જોઈએ, જેના અત્યારે એજન્ટો દ્વારા ₹૨૦૦૦ થી ₹ ૩૦૦૦ લૂટી લેવાય છે
₹૨૦૦ માં હેલ્મેટ મળવું જોઈએ.(સરકારના સહયોગથી) જેના આજે ₹ ૧૨૦૦ થી ₹ ૨૫૦૦ લેવાય છે.
વાર્ષિક ₹ ૨૦૦ માં વીમો/ અથવા ફ્રી વીમો સરકાર દ્વારા મળવો જોઈએ. (જેના આજે ₹ ૨૩૦૦ થી શરૂ કરી ₹ ૪૫૦૦ સુધી લેવાય છે.
તેમ છતા વીમો પાકતો નથી અને જો પાકે તો વીમા કંપની જુદા જુદા નિયમો બતાવી ઊચા હાથ કરી દે છે
મિત્રો જો આ વાત ગમે તો આગળ મોકલો જેથી નેતાઓ/ સરકાર સુધી પહોંચી જાય
હાલમાં દેશમાં નવો મોટર વ્હીકલ એક્ટ 2019 લાગુ થયા બાદ સોશિયલ મીડિયામાં તેને લઈને રમૂજ અને વિરોધમાં પણ પ્રતિક્રિયા આવી રહી છે.
નવા નિયમ અનુસાર હવે ટ્રાફિક નિયમ તોડવા પર તગડો દંડ ભરવો પડશે. નવા મોટર વ્હીકલ એક્ટ બિલમાં ડ્રાઇવિંગ લાઇસન્સ, ઓવરલોડિંગ, સીટ બેલ્ટ વગર ગાડી ચલાવવી સહિતના અનેક ગુના માટે દંડની રકમ ખૂબ વધારી દેવામાં આવી છે.
લોકો આ નિયમનને લઈને વિરોધ પણ નોંધાવી રહ્યા છે અને તેને લઈને જાત જાતની રમૂજ પણ સોશિયલ મીડિયા પર ફરી રહી છે
નવા ટ્રાફિક નિયમની જાહેરાત બાદ સોશિયલ મીડિયામાં અનેક જૉક પણ વહેતા થયા છે. જેમાં લોકો વધારવામાં આવેલા દંડનો અલગ અલગ રીતે વિરોધ કરી રહ્યા છે.
આ દરમિયાન સોશિયલ મીડિયામાં એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જૂનો છે, આથી આને જોઈને એવું ન માની લેતા કે ટ્રાફિકના નવા નિયમ લાગૂ થયા બાદ આવું કંઇક થયું છે.
વાયરલ વીડિયોમાં કેપ્શન લખવામાં આવ્યું છે કે ‘હેલ્મેટ વગર વાહન ચલાવવું ગુનો બને છે, પરંતુ ચાલીને નહીં.’ આ વીડિયોમા તમે જોઈ શકો છો કે ખૂબ જ વ્યસ્ત રસ્તા પર લોકો પોતાના વાહનને દોરીને જઈ રહ્યા છે.
આઈપીએસ અધિકારી પંકજ જૈને આ વીડિયોને ટ્વિટ કરતા લખ્યું કે, “ટ્રાફિક ચલણથી બચવાની અનોખી રીત અને જુગાડમાં ભારતીયો રાજા-રાણી છે, આ અંગે ઇન્કાર ન કરી શકાય.”