નાના બાળકોને વાંચી સંભળાવો અકબર બીરબલની વાર્તા

0
575

રાજા અકબરને પોપટ ખૂબ પ્રિય બની ગયો હતો , તેથી તેની રક્ષામાં કોઇ કમી ન આવવી જોઇએ તેવી ખાસ સૂચના તેમણે રખેવાળને આપી હતી

એક વ્યક્તિને પોપટમાં ખૂબ જ રસ હતો . તે પોપટને પકડીને તેને બોલતાં શીખવાડતો અને તેને પોપટના શોખીન માણસોને વેચી દેતો . એક દિવસ તેના હાથમાં એક સુંદર પોપટ આવ્યો . તેણે તે પોપટને સારી સારી વાતો શીખવાડી અને બધી જ પ્રકારની બોલી શીખવાડી અને તેને લઈને તે અકબરના દરબારમાં ગયો દરબારમાં જઈને તેણે તે પોપટને y ળ્યું કે બોલ આ કોનો દરબાર છે ? પોપટે જવાબ આપ્યો , આ જહાંપનાહ અબ્બરનો દરબાર છે . સાંભળીને અકબર ખૂબ જ ખુશ થયા . તેમણે તે વ્યક્તિને કહ્યું કે , મારે આ પોપટ જોઈએ છે બોલ , તેની શું કિંમત છે ? તે વ્યક્તિ બોલ્યો : બાદશાહ બધુ તમારું જ છે તેથી તમે જે આપશો તે મને મજર હશે , અકબરને તે વ્યક્તિનો જવાબ ગમ્યો અને તેમણે તેને સારી કિંમત આપીને પોપટ ખરીદી લીધો , અબરે પોપટને રહેવાની સારી એવી વ્યવસ્થા

કરાવડાવી . તેમણે તે પોપટને ખાસ સુરક્ષા વચ્ચે રાખ્યો અને રખેવાળોને સૂચના આપી દીધી કે આ પોપટને કંઈ પણ ન થવું જોઈએ , જો કોઈએ પણ મને આ પોપટના મરવાના સમાચાર આપ્યા તો તેને ફાંસીએ ચઢાવી દેવામાં આવશે . હવે તે પોપટની ખાસ સંભાળ રખાઈ રહી હતી , પરંતુ થોડાક જ દિવસોમાં તે પોપટ અચાનક મૃત્યુ પામ્યો . એક રખેવાળ પોપટને મરચું ખવડાવા , ગયો ત્યારે તેણે જોયું કે તે પોપટ મરી ગયો હતો . પોપટને મરેલો જોઇને રખેવાળ ખૂબ ગભરાઇ ગયો , તેણે તેના બીજા સાથીઓને દોડતાં જઇને જણાવ્યું કે પોપટ મરી ગયો છે , હવે શું કરીશું ‘ હવે તેની સુચના મહારાજને કોણ આપે ? રખેવાળ ખુબ જ હેરાન હતા ત્યારે તેમાંથી એક જણે કહ્યું કે બીરબલ આપણી મદદ કરી શકે છે . આપણે તેને જઇને મળવું જોઇએ , મહારાજના પ્રકોપથી તે જ આપણને બચાવી શકશે , બધાએ બીરબલ પાસે જઈને તેમની મદદ કરવા કહ્યું બીરબલે એક ક્ષણ વિચારીને કહ્યુંઃ ઠીક છે તમે બધા જાવ મહારાજને સૂચના હું આપી દઈશ બીરબલ બીજા દિવસે દરબારમાં પહોંચ્યો અને મહારાજને કહ્યું : મહારાજ , તમારો પોપટ અકબરે પૂછ્યું હા , શું થયું મારા પોપટને ? બીરબલે ફરીથી ડરતાં ડરતાં કહ્યુંઃ મહારાજ , તમારો પોપટ , હા..હા , બોલ બીરબલ શું થયું મારા પોપટને ? મહારાજ , તમારો પોપટ બીરબલે કહ્યું અરે કંઈક તો કહે મને કે શું થયું મારા પોપટને ? કંઇક બોલ તો સમજાયને અકબરે ચિડાતાં કહ્યું જહાંપનાહ , તમારો પોપટ કંઈ ખાતો નથી , પીતો નથી , કંઈ બોલતો નથી , પાંખો પણ નથી ફફડાવતો અને આંખો પણ નથી ખોલતો . રાજાએ ગુસ્સામાં આવીને કહ્યું : અરે , સીધું સીધું કહી દે કે તે મરી ગયો . બીરબલ તરત જ બોલ્યો : હુજુર મેં મૃત્યુના સમાચાર નથી આપ્યા પરંતુ આવું તો તમે જ કહ્યું છે , તેથી મને માફ કરી દેવામાં આવે અને મહારાજ નિરુત્તર થઈ ગયા . આમ બીરબલની ચતુરાઇથી કોઇને સજા ન થઇ .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here