નાની ઉમરમાં ૬ અંગોનું દાન કરી અંગ દાનવીર બન્યો ૧૪ વર્ષીય ધાર્મિક કાકડીયા

0
275

સુરતના રહેવાસી ધાર્મિક કાકડીયા બન્યા સૌ પ્રથમ હાથનું દાન આપનાર વંદન સાથે અભિનંદન….છે આ બાળકને નાની ઉમરમાં મોટા લોકોથી સારું કામ કર્યું છે આ બાળકે  પાટણા (ભાલ) ગામના અજયભાઈ કાકડીયાના ૧૪ વર્ષીય પુત્ર ધાર્મિક કાકડીયા ઘણા સમય થી સુરત ની કિરણ હોસ્પિટલમાં કીડીનીની સારવાર લઈ રહ્યા હતા આ દરમિયાન ધાર્મિકનું બ્રેઇન ડેડ થતા હૃદય, ફેફસા, લીવર, કોર્નિયા તથા બન્ને હાથનું દાન કરવામાં આવેલ. સૌથી નાની ઉંમરમાં ભારતમાં બન્ને હાથના દાનની પ્રથમ ઘટના છે. સુરતમાંથી ૩૭ મું હૃદય, ૨૨ મું ફેફસાં, ૧૭૨ મું લીવર અને ૩૧૦ કોર્નિયાનું દાન સાથે ભારત દેશમાં બન્ને હાથના દાનની પ્રથમ ઘટના છે. ધાર્મિકના અંગો એ ૮-૧૦ લોકોના શરીરમાં કાર્યરત થઇ તેઓને નવજીવન આપ્યું છે. અજયભાઈ કાકડીયા અને તેના પરિવારના અંગદાન કરવાના નિર્ણયને કોટી કોટી વંદન….અ જય કાકડીયાના પરિવારજનો દ્વારા સદગત દિકરાના અંગોનુ દાન કરવાના ઉમદા અને ઉદાર નિણઁયનુ અમે પણ ગવઁ લઇએ છીએ આ કાયઁથી સમગ્ર દેશની જનતાને એક દિશા આપીને આપનો પરિવાર ધન્ય થયો છે….ડોનેટ લાઈફ સંસ્થાના સ્થાપક-પ્રમુખ નિલેશ માંડલેવાળાઅને ડોનેટ લાઈફની ટીમે મુંબઈની ગ્લોબલ હોસ્પીટલમાં સુરતના અંગદાતા સ્વ.ધાર્મિક કાકડીયાના બંને હાથનું ટ્રાન્સપ્લાન્ટ જે યુવાનમાં કરવામાં આવ્યું હતું તે યુવાન અને તેના પરિવાર સાથે મુલાકાત લઈ તેને મળેલ નવજીવન અને તંદુરસ્ત સ્વાસ્થ્ય માટે શુભકામના પાઠવી હતી.

હાથના ટ્રાન્સપ્લાન્ટ પછી તે યુવાનને જાણે સર્વસ્વ પાછુ મળી ગયું હોય એવી તેની લાગણી હતી. હાથના ટ્રાન્સપ્લાન્ટ પહેલા નિ:સહાય, લાચારી, મજબુર અને નાસીપાસ થયેલો યુવાન આજે જીવન જીવવા માટે ઉત્સાહિત હતો.

ડોનેટ લાઈફની ટીમ સાથેની વાતચીતમાં તેને ધાર્મિકના માતા-પિતાનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે તેઓના નિર્ણય થકી આજે મને હાથ મળ્યા છે અને નવુંજીવન મળ્યું છે. હું તેમનો ખુબ જ આભાર માનું છું,ધાર્મિકના માતા-પિતાને સંદેશો આપવા માંગું છું કે તમારો દીકરો ધાર્મિક તેના હાથ થકી મારી સાથે જીવી રહ્યો છે અને હું પણ તેમનો જ દીકરો છું,તેના હાથ વડે હું સતકાર્યો કરી સમાજમાં અંગદાન માટે જનજાગૃતિ ફેલાવવાનું કાર્ય પણ કરીશ. આજ રીતે અંગદાન કરાવીને વધુને વધુ ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવુજીવન આપતા રહો તેવી લાગણી પણ વ્યક્ત કરી હતી. ધાર્મિક કાકડીયા ના પિતાશ્રી Ajay Kakadiya અને તેમના પરિવાર ના અંગદાન કરવાના નિર્ણયને કોટી કોટી વંદન.

ધામિઁકના અવસાનથી ભાઇ શ્રી અજય અને શ્રી લાલજીભાઇના પરિવારમા ન પુરાય તેવી મોટી ખોટ પડી છે, સંકટની આ ઘડીએ પરમ કૃપાળુ પરમાત્મા આપના સમગ્ર પરિવારને આ દુઃખ સહન કરવાની શકિત આપે, તેમજ સદગત દિવ્ય આત્માને પ્રભુ પોતાના ચરણોમા સ્થાન આપે અને ચિર શાંતિ અર્પે તેવી પ્રાર્થના કરુ છુ. અસ્તુ…..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here