ક્રાંતનું પ્રતિક અમૂલ ડેરી
આણંદ ખાતે સ્થપાયેલ અમૂલ ડેરી એ જીલ્લાનું ગૌરવ છે. દૂધના વ્યવસાયને વૈજ્ઞાનિક ધોરણે હાથ ધરીને આ ડેરીએ ગુજરાતમાં શ્વેતક્રાંતના પગરણ માંડયા છે. પશુપાલન દ્વારા ખેડૂતોને પુરક આવક મેળવવાનું એક મહત્વનુંસાધન પૂરૂં પાડયું છે. આજે તે એક વિશ્વ વિખ્યાત સંસ્થા બની છે.
અમૂલ (સંસ્કૃત શબ્દ અમૂલ્ય પરથી ઉતરી આવેલો શબ્દ, આ નામનું સૂચન આણંદના એક ગુણવત્તા પરીક્ષકે કર્યું હતું), એક સહકારી દૂધ મંડળી છે જેની સ્થપના ૧૯૪૬માં થઈ હતી. અમૂલ એ ગુજરાત સહકારી દૂધ વિતરણ સંઘ લિ. (ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ) દ્વારા સંચાલિત એક બ્રાન્ડ છે. આ સંસ્થા સહકારી રીતે ૩૧ લાખ દૂધ ઉત્પાદન કરતાં લોકોની માલિકીની સંસ્થા છે.
અમૂલ આણંદમાં આવેલી છે અને સહકારી સંસ્થાની લાંબા ગાળાની સફળતાનું ખુબજ ઉત્તમ ઉદાહરણ છે. અમૂલ ભારત ની શ્વેત ક્રાંતિ છે, જેથી ભારત વિશ્વમાં દૂધ અને દૂધ ઉત્પાદનો સૌથી મોટું ઉત્પાદક બન્યું છે.તે વિશ્વની સૌથી મોટી શાકાહારી મા઼ખણ ની બ્રાન્ડ પણ છે.
અમૂલ ભારત ની સૌથી મોટી ખાધ ઉત્પાદન બ્રાડં અને વિશ્વ ની સૌથી મોટી દુધ ના પાઉચ બનાવતી બ્રાડં છે. તેનુ વાર્ષિક ટર્નઓવર US $૨.૨ billion (2010–11) છે. અમૂલ વિદેશ મા જેવા કે મોરિશિયસ, યુએઇ, યુએસએ, ઓમાન, બાંગ્લાદેશ, ઑસ્ટ્રેલિયા, ચાઇના, સિંગાપુર, હોંગ કોંગ અને થોડાઘણા દક્ષિણ આફ્રિકાન દેશોમા પોતાના પ્રોડક્ટ મુક્યા. પરંતુ જાપાનીઝ બજાર મા ૧૯૯૪ મા જોઈએ એવી સફળ ન થઈ, પણ હવે ફરી નવી પ્રોડક્ટ સાથે જાપાનીઝ બજાર મા ઊતરશે. બીજા દેશો જેવા કે શ્રિલંકા ને પણ સક્ષમ બજાર તરીકે ધ્યાન મા રખેલ છે.
અમૂલ ની સફળતા પાછળ ડો. વાર્ગીસ કુરિયન કેજે, GCMMF ના માન્યતાપ્રાપ્ત ભૂતપૂર્વ ચેરમેન હતા તેમનો ફાળૉ અભુતપુર્વ છે. ૧૦ ઓગષ્ટ ૨૦૦૬ મા પાર્થિ ભાટોલ, બનાસકાંઠા સંઘ ના ચેરમેન, GCMMF ચેરમેન તરીકે ચુંટાયા.
જીસીએમએમએફ ભારતની સૌથી મોટી ખોરાક ઉત્પાદનો માર્કેટિંગ સંસ્થા છે .તે ગુજરાત રાજ્ય સ્તર દૂધ સહકારી ની સર્વોચ્ચ શાખા છે, જે ખેડૂતો માટે લાભપ્રદ વળતર પૂરું પાડે છે અને એ પણ ઉત્પાદનો દ્વારા ગ્રાહકો ને પોસાય અને તેમના હિતમાં ગુણવત્તા પૂરી પાડવા નો ધ્યેય રાખે છે. જીસીએમએમએફ અમૂલ બ્રાન્ડ અને બજારો ની વ્યવસ્થા કરે છે.
સૌથી વધુ ડેરી પેદાશ ની નિકાશ માટે અમૂલ દેશ મા અગ્રેસર છે. અત્યારે અમૂલ ની બનાવટો વિશ્વ ના ૪૦ દેશો મા ઉપલબ્ધ છે. હાલ મા અમૂલ વિવિધ પ્રકાર ની પેદાશો જેવી કે દુધ નો પાવડર, પનીર, યુ.એચ.ટી. દુધ, ઘી, અને દેશી મિઠાઇ વગેરે ની નિકાશ કરેછે. વિશ્વ ના મુખ્ય બજારો મા અમેરીકા, વેસ્ટ ઇન્ડિઝ અને આફ્રિકા, ગલ્ફ પ્રાંત, [SAARC] SAARC અને પાડોશી દેશો, સિંગાપોર, ફિલિપિન્સ, થાઇલેન્ડ, જાપાન, અને ચાઈના નો સમાવેશ કરી શકાય.
સપ્ટેમ્બર 2007 માં, અમૂલ માટે એશિયા બહાર ટોપ 1000 બ્રાન્ડ્સ શોધવા Synovate દ્વારા એક સર્વેક્ષણ અનુસાર અગ્રણી ભારતીય બ્રાન્ડ તરીકે ઉભરી.
દૂધ, દૂધનો પાવડર , ઘી, માખણ, મસ્તી દહી, દહી, છાશ ,ચોક્લેટ, આઇસ્ક્રીમ, ક્રીમ, શ્રીખંડ, પનીર, ગુલાબ જાંબુ, લહેજતદાર દૂધ, બાંસુદી,