અપરા એકાદશીની વ્રતકથા અને માહાત્મ્ય

0
367

૧૪. અપરા એકાદશી વૈશાખ વદ -૧૧ ) યુધિષ્ઠિરે પૂછયું : “ હે પ્રભુ ! વૈશાખ માસમાં કૃષ્ણ પક્ષમાં કઈ એકાદશી હોય છે ? હું એનું મહાભ્ય સાંભળવા ઈચ્છું છું . ‘ શ્રી કૃષ્ણ તરત જ બોલ્યા : રાજ ! આપે સૌના હિત માટેની ખૂબ જ ઉત્તમ વાત પૂછી છે . રાજન વૈશાખ માસમાં કૃષ્ણ પક્ષમાં ‘ અપરા એકાદશી ’ આવે છે .

એ ઘણું જ પુણ્ય દેનારી તથા મોટા મોટા પાતકોનો નાશ કરનારી ‘ બ્રહ્મ હત્યા કરનારો , ગૌત્રની હત્યા કરનારો , ગર્ભસ્થ બાળકને મારનારો , પરનિંદક તથા પરસ્ત્રી લંપટ પુરુષ પણ અપરા એકાદશીના વ્રતથી ભક્તિ વગરનું જ્ઞાન શુષ્ક છે .


અપરા એકાદશી। apara ekadasi । અપરા અગિયારસ । વૈશાખ વદ એકાદશી

નિશ્ચય જ પાપ હિત થઈ જાય છે . જે ખોટી સાક્ષી આપે છે , માપ તોલમાં દગો કરે છે , જાણ્યા વિના નક્ષત્રોની ગણતરી કરે છે અને કુટનીતિથી આયુર્વેદિકનો જાણકાર બનીને ઘનું કામ કરે છે , આ બધા જ નરકમાં નિવાસ કરનારા પ્રાણીઓ છે , પરંતુ અપરા એકાદશીના વ્રતના પ્રભાવથી એ પણ પાપ રહિત થઈ જાય છે . ‘ જો કોઈ ક્ષત્રિય પોતાના ક્ષાત્ર ધર્મનો પરિત્યાગ કરીને યુદ્ધથી ભાગે છે , તો એ ક્ષત્રિય , સ્વધર્મથી ભ્રષ્ટ થવાને કારણે ઘોર નરકમાં પડે છે . જે શિષ્ય વિઘા પ્રાપ્ત કરીને સ્વંય ગુરુ નિંદા કરે છે એ પણ મહાપાપોથી મુક્ત થઈને ભયંકર નરકમાં પડે છે .

પરંતુ અપરા એકાદશીના વ્રતથી આવા પાપી મનુષ્યો પણ સગતિને પ્રાપ્ત થાય છે . જ્યારે સૂર્ય , મકર રાશિ પર સ્થિત હોય એ સમયે પ્રયાગમાં સ્નાન કરનારા મનુષ્યને જે પુણ્ય થાય છે , કાશીમાં શિવરાત્રિનું વ્રત કરવાથી જે પુણ્ય પ્રાપ્ત થાય છે , ગયામાં પિંડદાન કરીને પિતૃઓને તૃપ્તિ પ્રદાન કરનારા પુરુષને જે પુણ્ય પ્રાપ્ત થાય છે , બૃહસ્પતિ સિંહ રાશિ પર સ્થિત હોય ત્યારે ગોદાવરીમાં સ્નાન કરનારા પુરુષને જે ફળ પ્રાપ્ત થયા છે , તે અપરા એકાદશી વ્રતથી મનુષ્યને આવું જ ફળ પ્રાપ્ત થાય છે .

અપરાનો ઉપવાસ કરીને ભગવાનવામનની પૂજા કરવાથી મનુષ્ય બધાય પાપોથી મુક્ત થઈ શ્રી કૃષ્ણ લોકમાં પ્રતિષ્ઠિત થાય છે . આના વાંચન અને શ્રવણથી સહાગૌદાનનું ફળ મળે છે .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here