Home જાણવા જેવું ગિરનારના ગૌરવ સમાન પૂ. વિશ્વંભર ભારતી બાપુના નિર્વાણને નત મસ્તક વંદન.

ગિરનારના ગૌરવ સમાન પૂ. વિશ્વંભર ભારતી બાપુના નિર્વાણને નત મસ્તક વંદન.

0
ગિરનારના ગૌરવ સમાન પૂ. વિશ્વંભર ભારતી બાપુના નિર્વાણને નત મસ્તક વંદન.

જેના ચહેરા પરનું તેજ એની સાધુતાનો પરિચય આપે છે એવા ગિરનારના ગૌરવ સમાન પૂ. વિશ્વંભર ભારતી બાપુના નિર્વાણને નત મસ્તક વંદન.

પરમ પૂજ્ય મહામંડલેશ્વર શ્રી ભારતીબાપુ ભારતી આશ્રમ, જુનાગઢ આજરોજ બ્રહ્મલીન થયા છે. તેઓશ્રી સનાતન હિન્દુ ધર્મના ખૂબ જ અગ્રણી સંત હતા અને જીવનની છેલ્લી ક્ષણો સુધી હિન્દુ ધર્મ અને સમાજની ખૂબ જ મોટી સેવા કરી છે.

ભારતીબાપુનો જન્મ અરણેજ ગામમાં થયો હતો
ભારતીબાપુનો જન્મ અમદાવાદના ધોળકા તાલુકાના અરણેજ ગામમાં થયો હતો.4 જાન્યુઆરી 1965ના દિવસે તેમની દિગંબર દીક્ષા કરાઈ હતી. ત્યારબાદ 21 મે 1971ના રોજ અમદાવાદ ખાતે ભારતી આશ્રમની સ્થાપના કરી હતી તેમજ 1992માં મહામંડલેશ્વર બન્યા હતા. ભારતીબાપુએ પુરષોત્તમ લાલજી મહારાજના વ્યસન મુક્તિના સંદેશ સાથે સમગ્ર સૌરાષ્ટ્રમાં કામ કર્યું. ભારતીબાપુ શ્રી પંચ દશનામ જૂના અખાડાના અંતરરાષ્ટ્રીય અધ્યક્ષ હતા.

93 વર્ષની વયે પૂ.ભારતીબાપુનું અવસાન થયું હતું. પાંચ દિવસની સારવાર બાદ પૂ. ભારતી બાપુએ ગત મોડીરાત્રીના અંતિમ શ્વાસ લીધો હતો તેના નશ્વર દેહને પીપીઈ કીટ પહેરાવી જુનાગઢ ભારતી આશ્રમ ખાતે લાવવામાં આવ્યો હતો અને થોડીવાર દર્શનાર્થે રાખ્યા બાદ શાસ્ત્રોક્ત વિધિ પણ પૂર્ણ કરી તુરંત જ સમાધિ આપી દેવામાં આવી છે. પીપીઈ કીટ સાથે જ સમાધિ આપવામાં આવી હતી.

ૐ શાંતિ: શાંતિ: શાંતિ:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here