બર્ડ ફ્લૂનો પ્રકોપ નિયંત્રણમા નહીં આવે તો લાખો લોકો અકાળે મરણ પામશે

0
221

વિ ધિની વિચિત્રતા કહો કે કુદરતનો કોપ ગણો, આખા વિશ્વને કોરોના મહામારીમાંથી છૂટકારો મળ્યો નથી ત્યાં બર્ડફ્લૂનો ખતરો  રહ્યો છે. અસંખ્ય પક્ષીઓનો ભોગ લેવાયો છે.

તાજેતરમાં  ભોપાળ ખાતેની  પ્રયોગશાળામાં એ સાબિત થઈ ચૂક્યું  છે કે હરિયાણામાં  ૪,૩૭,૦૦૦  મરઘાના મોત બર્ડફ્લૂને કારણે થયાં છે. એ સાથે કેન્દ્રએ પણ તમામ રાજ્યોને બર્ડફ્લૂના સંભવિત ખતરાથી  વાકેફ કર્યાં છે.  ખાસ કરીને એ છ રાજ્યો કેરળ, રાજસ્થાન, ગુજરાત, મધ્ય પ્રદેશ હિમાચલ પ્રદેશ અને હરિયાણ,  જ્યાં   બર્ડફ્લૂનો  પ્રકોપ વર્તાવા લાગ્યો છે. હરિયાણામાં તો જાન્યુઆરીના બીજા સપ્તાહમાં ૧,૬૬, ૦૦૦થી વધુ પક્ષીઓને મોતને ઘાટ ઉતારવામાં આવશે.  આવો જ ઘાતકી ખેલ કેરળમાં  ખેલાઈ રહ્યો છે.  ગુજરાતમાં પણ દબાતે પગલે  બર્ડફ્લૂના વાયરસ પ્રસરી રહ્યાં છે.  બીજા એશિયન  દેશોમાં પણ તેની અસર  વર્તાય છે.

આજની તારીખે  એશિયાભરમાં બર્ડ ફલુ નામની બીમારીએ હાહાકાર મચાવી દીધો છે. બેશક હજી સુધી આ રોગમહામારીનું સ્વરૂપ લીધું નથી. પણતે જાનલેવા રોગચાળાનું  સ્વરૂપ પ્રાપ્ત નહીં કરે એની ગેરન્ટી પણ નથી.  એશિયાના લગભગ દસ દેશોમાં હજારો ચીકનની રોજ કત્લ   થઈ રહી છે. આ બહેરહમી ક્યારે અટકશેએ કોઇ જાણતું નથી, પણ કહે છે કે કરોડો મરઘાંની નિર્દયતાથી હત્યા કર્યા  સિવાય આ કત્લેઆમ અટકવાનો નથી. બર્ડ ફ્લૂ હકીકતમાં  H5N1 નામના વિષાણુને કારણે થાય છે. આ વિષાણુ બતક અને બીજા જળચર પક્ષીઓમાં પરજીવી તરીકે રહે છે. તેમના આ યજમાનોના શરીરમાં તેઓ નિરુપદ્રવી હોય છે.

પણ ભૂલેચૂકે જે તેઓ મરઘાના શરીરમાં પ્રવેશી ગયા તો રાતોરાત તેઓ વિલન બની જાય છે. કુદરતનો આ એક અનોખો  કરિશ્મા  છે. ૧૯૬૦ના દાયકામાં  H5N1 વિષાણુએ પ્રથમ વખત દેખાદીધી હતી. પણ તેનો પહેલો પ્રકોપ ૧૯૯૭માં હોંગકોંગ ખાતે  દેખાયો હતો. બેશક એ વખતે ફક્ત છ જ જણાના મૃત્યુ થયા હતા. પણ ૧૪ કરોડ ચીકન મારી નાખવા પડયા હતા. આ હત્યાનું પાપ આજે નહીં તો કાલે છાપરે ચઢીને પોકારવાનું જ છે.

વધુ વિગતવાર વાત કરીએ તો  બર્ડ ફલુએ એવિયન ઇનફલૂએન્ઝા તરીકે ઓળખાતો વાઇરસ દ્વારા કબૂતરો અને મરઘીના બચ્ચામાં થતો એક જીવલેણ રોગ છે.આ વાઇરસ એચફાઇવ એન વન અને એચ સેવન એન વન સબટાઇપ તરીકે પણ ઓળખાય છે. વિશ્વ આરોગ્ય સંસ્થાની માહિતી મુજબ સમયાંતરે વિશ્વના વિવિધ દેશોમાં આ રોગે ફેલાતો રહે છે.આ ચેપગ્રસ્ત ચિકન અને પક્ષીઓ તેના વાહકો બને છે.તેના દ્વારા તે માણસોમાં ફેલાય છે. ૨૦૦૪માં બર્ડ ફલુએ દક્ષિણ પૂર્વ એશિયાના દેશ વિએટનામ અને થાઇલેન્ડમાં કાળો કેર વરતાવતા ૪૬ માંથી ૩૨ લોકોના મોત નિપજયા હતા.જયારે ૨૦૦૫ અને ૨૦૦૬માં બર્ડ ફલુથી ૧૨૨ લોકોના મુત્યુ થતા હાહાકાર મચી ગયો હતો.

જયારે ૨૦૦૭-૨૦૦૮માં પણ બર્ડ ફલુથી મોત થવાનો સિલસિલો યથાવત રહયો હતો.જેમાં ૯૨ લોકો મોતને ભેટયા હતા.૨૦૦૯ અને ૨૦૧૦ના વર્ષમાં બર્ડ ફલુથી ૫૦ લોકોના મુત્યું થયા હતા.જો કે બર્ડ ફલુના રોગ સામે દુનિયાના વિવિધ દેશોએ તકેદારીના પગલા ભરવા માંડતા  બર્ડફ્લૂનું ં જોર  થોડું નરમ પડયું હતું.ત્યાર બાદ બર્ડ ફલુ સામે વૈશ્વીક સ્તરે લોકોમાં જાગૃતિ આવતા બર્ડ ફલુના કેસો તથા મુત્યુદરમાં ઘટાડો થયો છે.૨૦૧૪-૧૫માં ઇન્ડોનેશિયામાં એક કેસ નોંધાયો હતો.

બર્ડ ફલુએ આજ સુધી અઝરબેઝાન,થાઇલેન્ડ જેવા નાના દેશોથી માંડીને ચીન અને કેનેડા જેવા મોટા અને વિકસિત દેશોમાં પણ પગપેસારો કર્યો છે.જેમાં એશિયા આફ્રિકા અને પશ્ચીમના ૧૭ દેશોનો સમાવેશ થાય છે.અત્યાર સુધી છેલ્લા એક દાયકામાં ૬૦૦ થી પણ વધુ લોકો બર્ડ ફલુથી સંક્રમિત થયા જેમાંથી આશરે ૪૦૦ જેટલા લોકોના મુત્યુ થયા છે.જેમાં ઇજિપ્ત, ઇન્ડોનેશિયા, વિએટનામ અને તુર્કીના સૌથી વધુ નાગરીકો છે.

બર્ડ ફ્લુ સંક્રમિત પક્ષીઓનો ચેપ તેના સીધા સંપર્કમાં આવનારી વ્યક્તિને લાગવાની પુરી શક્યતા છે. જેનાથી દર્દીનું મૃત્યુ પણ નીપજી શકે છે. જેને પગલે ખુબ જ સાવચેતી રાખવાની જરૂર છે. આ રોગ એવીયન ઈન્ફ્લુએન્ઝા H5N1 વાયરસ દ્રારા ફેલાય છે અને ઝડપથી પ્રસરી શકે છે. આ રોગનો ભોગ બનેલા પક્ષીઓને શ્વાસોસ્વાસની તકલીફ, આંખોમાં લાલાશ જેવા લક્ષણો દેખાય છે. માણસોમાં  ેખાંસી, નાકમાંથી પાણી પડવું, નબળાઈ જેવા ચિહ્નો જોવા મળે છે. આ રોગ ચેપી પક્ષીના સ્ત્રાવ, અઘારના સંપર્કમાં તથા આવા પક્ષીના સંપર્કમાં આવેલા ખોરાક, પાણી, વસ્તુઓના સંપર્કથી અન્ય પક્ષીમાં ફેલાઈ શકે છે. એક સાથે ઓછી જગ્યામાં ટોળામાં રાખેલા પક્ષીઓમાં  વાયરસ જલ્દીથી પ્રસરી શકે છે.

વિજ્ઞાાનીઓને ડર બર્ડ ફ્લુનો નથી પણ બર્ડ અને માનવ ફ્લૂના કોમ્બિનેશનનો છે. બર્ડ ફૂલ માનવથી માનવમાં ફેલાતો નથી. જો દૂષિત મરઘાની લાળ, ચરક કે માંસના સંસર્ગમાં આવવાથી બર્ડફલુ થાય છે.  બર્ડ ફલુથી પિડિત કોઇપણદર્દીના સંસર્ગમાં આવવાથી  બીજી વ્યક્તિને લાગુ પડતો નથી. પણ ન કરે નારાયણ ને સામાન્ય  ફ્લૂથી પિડાતા કોઈ દર્દીમાં જો બર્ડ ફ્લુના વિષાણું ઘુસી  જય અને સામાન્ય ફ્લુના  વિષાણુંઓ તથા બર્ડ ફલુના વિષાણુંઓ તેમની જીનેટિક માહિતીની આપલે કરીને કોઇ નવોજ વિષાણું પેદા કરે તો પછી તે માનવથી માનવમાં  સંક્રામક બનીને હાહાકાર  મચાવી શકે,  યુનિવર્સિટી ઓફ  હોંગકોંગના સાર્સ  અને એવિયેશન ફ્લૂની  બાબતોના એક્સપર્ટ. યુઇ ગુવાન કહે છે, ”જ્યારે તમને એવું જાણવા મળશે કે આ વાયરસ હવે માનવોથી માનવમાં ફેલાતો થયો છે ત્યારે ઘણું મોડું થઇ ગયું હશે.”

સાયન્સ નામની પત્રિકાના  તાજા  અંકમાં જણાવાયું છે કે વિષાણુંઓ વચ્ચે આ પ્રકારની માહિતીનું આદાન પ્રદાન કરીને વધુ કાતિલ વિષાણુનું ઘડતર કરવાનું શક્ય છે, અગાઉ સાર્સ નામના રોગ ફેલાવવા પાછળ જવાબદાર વાયરસ   તેના સંસર્ગમાં આવનારા ત્રણ ટકા લોકોને જ બીમાર કરી શકતો હતો. પણ આ વાયરસ બીજ કોઇ વાયરસના સંસર્ગમાં આવ્યો ત્યારે બંનેએ જિનેટિક આપ લે કરીને સાર્સના વાયરસનો જે નવો પ્રકારે વિકસાવ્યો તે તેના સંસર્ગમાં આવનારાઓના ૭૦ ટકા લોકોને બીમાર કરી દેવા શક્તિશાળી જણાયો હતો. સાર્સનો આ નવો વાયરસ તેના પુરોગામી કરતા ઝડપથી ફેલાયો હતો અને ૯૦૦ કરતાં વધુ વ્યક્તિ  તેનો ભોગ બની હતી.

બર્ડ ફલૂની બિમારી સમયાંતરે વિશ્વમાં દેખા દેતી રહે છે તેમ છતાં તેની સારવાર સામાન્ય માણસની પહોંચની બાહર છે.એવું નથી કે બર્ડ ફૂલ પર સંશોધનો નથી થતા પરંતુ એચ ૫ એન ૧ વાઇરસમાં જો મ્યૂટેશન થાય તો તેવા કિસ્સામાં તે ખતરનાક બની જાય છે.સૌથી મોટો ખતરો તો એ છે કે જો આ વાઇરસ આતંકવાદીઓના હાથમાં આવી જાય તૌ  એક સાથે લાખો લોકોના જીવ જોખમમાં મૂકાઇ શકે છે.આ ડરથી થોડાક વર્ષ પહેલા અમેરિકામાં બર્ડ ફૂલૂ વાઇરસ સંશોધન બંધ પણ કરવામાં આવ્યું હતું.આજે પણ જે સંશોધકો આ ક્ષેત્રમાં કાર્યરત છે તેઓનેે આ ખતરાને સમજીને સતર્કતાથી આ દિશામાં કામ કરવું પડે તેવી સ્થિતિ છે.

કેટલાક વિજ્ઞાાનીઓ માને છે કે વિશ્વમાં બર્ડફૂલુ ગમે ત્યારે માથું ઉચકતો હોવાથી તેના સંશોધનોને રોકવામાં પણ ખતરો છે. બીજી બાજુ બર્ડ ફલુ સંશોધનમાં વાઇરસમાં મ્યૂટેશનનો પણ ડર રહે છે.કોઇ પણ જીવની ડીએનએ સંરચનામાં થતા અચાનક પરીવર્તનને મ્યૂટેશન કહેવામાં આવે છે.મ્યૂટેશન સામાન્ય રીતે દરેક જીવને વધુ શકિતશાળી બનાવે છે.

કુદરતમાં મ્યૂટેશનની પ્રક્રિયા સતત ચાલતી રહે છે.આથી જો આ વાઇરસમાં પણ જો મ્યૂટેશન થાયતો ખતરો અનેક ગણો વધી જાય છે.એ સૌ જાણે છે કે બર્ડ ફલૂ એક પક્ષીથી બીજા પક્ષીઓમાં અને છેવટે માણસમાં ફેલાય છે.સામાન્ય રીતે આ વાઇરસનો ફેલાવો એક માણસથી બીજા માણસમાં સીધો થતો નથી.પરંતુ જો એચ ૫ એમ ૧ વાઇરસમાં વાઇરસના કોષની આંતરિક રચનામાં આકસ્મિક ફેરફાર થઇ જાય તો તે માનવ જાત માટે વધુ જોખમી છે.

એક માહિતી મુજબ બર્ડ ફૂલુને સમજવા માટે સૌ પ્રથમ નેધરલેન્ડની એક પ્રયોગશાળામાં મ્યૂટેશનવાળા વાઇરસનું નિર્માણ શકય બન્યું હતું.આ સંશોધન ખૂબજ નિયંત્રિત અને સર્તકતાવાળું હોવાથી તાત્કાલિક કોઇ જ ખતરો જણાતો નથી.જો કે આ વાઇરસમાં મ્યૂટેશનની સંશોધન માહિતી અને તથ્યો જો દુનિયાના નકારાત્મક લોકો અને ખાસ તો આતંકીઓ પાસે પહોંચે તો તે ઘણી જ જોખમી બની શકે છે.એક સમયે વિશ્વ આરોગ્ય સંસ્થાએ પણ વૈજ્ઞાાનિકોને સુરક્ષા સંબંધી તકેદારી રાખવા બાબતે ચેતવ્યા હતા.

આ વખતે બર્ડ ફૂલનો પ્રકોપ સત્તાવાર રીતે ડિસેમ્બર મહિનામાં સાઉથ કોરિયા અને જાપાને  સ્વીકાર્યો  હતો.   વિયતનામમાં તો છેક જુલાઇથી  બર્ડ ફ્લૂનું અસ્તિત્વ જણાયું હતું. પણ  કોરોનાના હાઉ વચ્ચે  ત્યાંની સરકારે તેને ચીકનોને બેક્ટેરિયલ ઈન્ફેક્શન   થયું હોવાનું ગાણું ગાયે  રાખીન ેબર્ડ ફ્લૂના અસ્તિત્વને નકાર્યું  હતું. તેમણે છેક ડિસેમ્બરના અંતે આ વાતનો સ્વીકાર  કર્યો હતો.   જાણકારો કહે છે. કે આ વાયરસનો ઉદ્દભવ કદાચ દક્ષિણ ચીનમાં થયો હોઈ શકે.

પણ આ વાયરસ બીજા દેશોમાં મરધાઓના માધ્યમથી નહીં પણ  ઋતુપ્રવાસી  પંખીડાઓનાચરક અને લાળથી ફેલાયો હોવાની સંભાવના છે. હવે આદેશોમાં મરધાઓની સામૂહિક હત્યાનો કાર્યક્રમ શરૂ કરાયો છે. તેમને જીવતા જીવત કોથળામાં પૂરીને દાટી દેવાય છે અથવા તો સળગાવી દેવાય છે.

હવે કોઇપણ જાતની બેદરકારીપાલવે  તેમ નથી. એકલા મુંબઈગરાઓ જ તેમની અનિયંત્રિત સ્વાદેન્દ્રિય સંતોષવા માટે રોજ ચાર લાખ ચીકનની  હત્યા કરાવે છે. મુંબઈમાં મરઘાંઓની કતલ માટે પરવાના ધરાવતા ૧૯૦ કતલખાના છે. પણ એ સિવાય બીજા ૩૫૦૦  જેટલા ગેરકાયદે કતલખાના  વિના રોકટોક  ધમધમી રહ્યા છે. મરઘાની કતલ માટેના સરકારી નિયમોનું અહીં કોઈ પાલન કરતું નથી. તેમને ગમે તેવી રીતે મારી નંખાય છે અને તેમના શબના નકામા હિસ્સાઓને ગટરમાંવહાવી દેવાય છે. ગટરને કારણે દૂષિત થયેલાં પાણીના સંસર્ગમાં  મુંબઈગરાઓને ડગલે ને પગલે આવવું પડે છે. તેથી અહીં   બર્ડફ્લૂ ફેલાવાની શક્યતા  પ્રબળ છે.

જો કે  આરોગ્ય ખાતાએ દરેક સરકારી હોસ્પિટલને ફલુના દર્દીઓની  સંખ્યા પર ચાંપતી નજર રાખવાનું કહ્યું છે  અને ઢોરોના  ડોક્ટરોને પણ સૂચના આપી છે કે મરધા બતકાંઓના અસામાન્ય મરણ થાય તો તરત જ સરકારનું ધ્યાન દોરે, મુંબઇને ચીકનની સપ્લાય કરવામાં પૂણે, કરજત અને રાયગઢ ખાતેના ચીકન ફાર્મો  અગ્રેસર છે.

પ્રાણીશાસ્ત્રીઓના  જણાવ્યા પ્રમાણે મરઘાંઓને  તાજી હવા, ભરપૂર સૂર્ય પ્રકાશ તથા જાતભાઈઓની હૂંફ મળી રહે તો તેઓ રમતિયાળ પક્ષીઓ  સાબિત થાય છે. દરેક  મરઘાનું  સ્વતંત્ર વ્યક્તિત્વ પણ ખીલે છે. મરઘા પણ કૂતરાઓની જેમ તેના માલિકને વફાદાર હોય છે, તેમનો ઉછેર, કરનાર પ્રત્યે તેમને માયાબંધાય છે, તેઓ પોતાના માલિકના આગમન ટાણે કૂકડે કુક કરીને તથા પાંખો હલાવીને આનંદ વ્યક્ત કરે છે. તેમાં અંદરો અંદરના સંબંધો પણ ગાઢ હોય છે અને પરિવારની ભાવના પણ જોવા મળે છે. કૂકડો પોતાની મરઘીનું અન્ય મરઘાની બૂરી દાનતોથી રક્ષણ કરે છે અને બચ્ચાંઓની પણ ખાસ્સી સંભાળ લે છે. કમનસીબે માનવી આ નિર્દોષ  પંખીડાઓમાં પોતાનું ભોજન જોઈ  ગયો છે.

આજકાલતો ચીકન અને એગ (ઇંડા) ઇન્ડસ્ટ્રી ખાસ્સી નફાકારક સાબિત થઇ રહી છે. વધુને વધુ નફો મેળવવા માટે મરધીઓને  વધુ ઈંડા તથા માંસયુક્ત બનાવવાના કૃત્રિમ ઉપાયો ખોળવામાં આવી  રહ્યા છે.  આ  પ્રક્રિયાને  મશીનાઈઝ્ડ  બનાવવામાં આવી છે. ઈંડા આપતી મરઘીઓને એક સાથે નાના પાંજરામાં મૂકી રાખવામાં આવે છે. તેમને કોઈ જાતની મોકળાશ આપવામાં આવતી નથી. કન્વેયર બેલ્ટ (હરતો ફરતો પટ્ટો) મારફત તેમના સુધી ખાવાના દાણાં મોકલવામાં આવે છે. આ જ બેલ્ટ તેમણે મૂકેલા ઇંડા અન્યત્ર લઈ જવાનું કામ કરે છે. વધતી ઉમર અથવા તો બીમારીને કારણે મરધી ધાર્યા  મુજબના ઇંડા ન આપી શકે તો તેણે ફોર્સ મોલ્ટીંગ નામની પીડાકારક પ્રક્રિયાનો ભાગ બનવું પડે છે. આ પ્રક્રિયા અન્વયે   તેને   હોર્મોનના  ઇંજેક્શનો અપાય છે. તેના શરીરમાં જબરજસ્તી ઇંડાનું ઉત્પાદન કરાવાય છે.

થોડા જ વખતમાં તેની ઇંડા આપવાની શક્તિ ખતમ થતાં તેને પાંજરાની બહાર કાઢવામાં આવે છે. મોટ ેભાગે આવી કમભાગી  મરઘીઓના  પગ તૂટી ગયા હોય છે  અને બીજા અવયવો પણ કંઇ સારી હાલતમાં હોતા નથી, તેમને પગ બાંધીને એક લાકડી પર   ઊંધી લટકાવી   દેવાય છે અને તેની સાથે જ તેના જેવી બીજી ઘણી અભાગણ મરઘીઓને  મુશ્કેટાટ  બાંધીને તેમને કતલખાને મોકલાય છે. આ પ્રવાસ દરમિયાન મરઘીની માનસિક હાલતની કલ્પના તો કરી જુઓ. મૂંગા જીવને આવી પીડા આપવાની વૃતિને રાક્ષસી વૃતિ નહીં કહીશું તો બીજું શું કહીશું?

તેમની હત્યા ગળું કાપીને કરવામાં આવે છે અને તે બિચારી તરફડીને મરી જાય છે. તેનું માંસ ત્યાર પછી કોઇ  ડિનર ટેબલની વાનગી બને છે. નર મરઘા અથવા તો કૂકડાંના ઉછેર દરમિયાન તેમને હૃષ્ટપુષ્ટ બનાવવા માટે પ્રયાસો  કરવામાં આવે છે જેથી પાછળથી તેમને ઊંચા દામે વેચી શકાય. આવા મરઘાઓને બોઇલર્સ કહેવાય છે. તેમને પણ એકદમ સંકડાશમાં તેમના જાતભાઈઓ સાથે રાખવામાં આવે છે. ઘણી વાર એક સાથે ૨૫,૦૦૦ હજાર મરધાઓને એક જ પાંજરામાં રાખવામાં આવે છે. મરઘાઓ એક સાથે મહત્તમ ૯૦જાતભાઈઓના  સહવાસમાં સામાજિક રીતે (હળી મળીને) રહી શકે છે. પણ અહીં તો તેના કરતા કેટલાય ગણા વધુ મરઘાઓને રાખવામાં આવે છે. તેથી તેમની સામાજિક વ્યવસ્થા અસ્તવ્યસ્ત થાય છે.

સંકડાશને કારણે તેમના પગમાં આર્થરાઇટિસ થાય છે અને બીજી અનેક વ્યાધિઓ પણ પજવે છે. તેઓ હતાશ અને ગુસ્સેવાળા થઇ જાય છે. એકબીજા સાથે શાંતિથી રહેવાને બદલે મારા કાપી  રોજની બને છે. તેઓ હિંસક બનીને નબળાં મરઘાને રહેંસી નાખતા અચકાતા નથી. વેટરનીટી પ્રોફેસર જ્હોન વેબસ્ટરે કરેલા સંશોધન મુજબ, બોઇલર્સ મરઘાઓ  તેમના જીવનના વીસ ટકા વર્ષો  અત્યંત પીડાદાયક અવસ્થામાં ગુજારે છે.

તેઓ ડિહાઇડ્રેશન, શ્વસનતંત્રને લગતા રોગો, બેક્ટરિયલ  ઈન્ફેક્શન  અને હાર્ટની સમસ્યાઓથી પીડાય છે. બીમાર મરઘાઓને સારવાર આપવાને બદલે તેમને પાઇપ વડે ફટકો મારીને સ્વધામ પહોંચાડવામાં આવે છે. કેટલીક વાર તેમના ગળામાં ખીલા જેવું ધારદાર શસ્ત્ર ભોંકીને પણ તેમનું મોત નીપજાવાય છે. કેટલાક નસીબદાર મરઘાઓ પાંજરામાંજ  ગુંગળાઇ ને દમ તોડીદેછે.

ચીકન હત્યા માટે બનાવાયેલું  યાંત્રિક કતલખાનું  દિવસના ૧૦ કરોડ ગેલન જેટલું પાણી વાપરી નાખે છે.  મરઘાનાં માંસમાં પ્રતિઔંસ  ૨૫ મિ.ગ્રા. જેટલું કોલેસ્ટ્રોલ હોય છે જે તંદુરસ્તી માટે જોખમી છે. મરઘા ઉછેર કેન્દ્રોમાં ઉછેરાયેલાં મરઘામાંથી ૯૦ ટકાને ચીકન કેન્સર નામની વ્યાધિ થઇ હોવાનું અમેરિકન સર્વેક્ષણ જણાવે છે. અમેરિકામાં ચીકન ખાવાથી થયેલી વિવિધ વ્યાધિઓથી વર્ષે સરેરાશ ૧,૬૦૦૦ માણસો મરી જાય છે એવું અમેરિક સરકારનું ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન ખાતું કહે છે, ચીકન ખાવાથી પેટ બગડે છે અને ઘણીવાર ફૂડ પોઇઝનિંગ પણ થઇ જાય છે.

ચીકન આરોગવાથી હૃદયરોગ, સ્થૂળતા, પક્ષઘાત તથા કેન્સર થઇ શકે છે.   જો કે  બર્ડ ફ્લુના ભયને કારણે મુંબઇમાં ચીકન અને ઇંડાની ખપતમાં  ર૦  ટકા ઘટાડો નોંધાયો છે. છતાં કેટલાક દોઢ ડાહ્યા  એક્સપર્ટો અંગ્રેજી અખબારોમાં લેખ લખીને જાહેર કરે છે કે બધી બાજુથી બરાબર રાંધેલું ચીકન ખાવામાં કોઇ જોખમ નથી.

એ  યાદ રહે કે તબીબી જગત પાસે હજુ કોરોના પર અંકુશ મેળવવા માટે રામબાણ ઈલાજ ઉપલબ્ધ નથી. એવું જ બર્ડફ્લૂ વિશે કહી શકાય.

જીન એડિટિંગ ટેકનિકનો ઉપયોગ કરીને મરઘાથી ફેલાતો બર્ડફ્લૂ  રોકવાના લેબ પ્રયોગમાં બ્રિટનના વૈજ્ઞાાનિકોને સફળતા મળી છે. લંડનની ઇમ્પીરિયલ કોલેજ લંડનના સંશોધકોએ મરઘાના ડીએનએમાં એક ચોકકસ ભાગને બદલીને બર્ડફલૂ વાઇરસને કોશિકાઓમાં ફેલાતો અટકાવવામાં સફળતા રહયા હોવાનો દાવો કર્યો હતો. જો કે રિસર્ચનું નેતૃત્વ કરી રહેલા વૈજ્ઞાાનિક માર્ક મેકગ્યુને જણાવ્યું કે બર્ડ ફૂલુ સામે જીન એડિટીંગ કરીને મરઘાને જ્ન્મ આપવાનો બાકી છે. સંશોધકોને આશા છે કે પ્રારંભિક સફળતા પછી ડીએનએના ચોકકસ ભાગને નાબૂદ કરી શકાશે.

મરઘાઓમાં આ ભાગ એનપી ૩૨ નામનું પ્રોટિન પેદા કરવા માટે જવાબદાર છે. બર્ડ ફલૂનો વાઇરસ પરપોષી સંક્રમણ માટે આ પ્રોટિન પર જ આધાર રાખે છે. આ સંશોધન ટેકનિકનેસીઆરઆઇએસપીઆર પણ કહેવામાં આવે છે. આ કોશિકાઓનું લેબમાં પરીક્ષણ કરતા માલૂમ પડયું કે આ જીનનો અભાવ મરઘામાં ફલુના વાઇરસને પ્રવેશતો અટકાવે છે.

૨૦૦૯-૧૦માં બર્ડફલુએ હાહાકાર મચાવ્યો હતો તેના માટે એચ ૧ એન ૧ વાઇરસ જવાબદાર હતો. જેનો ૫ લાખથી વધુ લોકો ે ભોગ બન્યા હતા. ભૂતકાળની વાત કરીએ તો ૧૯૧૮માં સ્પેનિશ ફલુના કારણે યૂરોપમાં ૫ કરોડ લોકોના મોત થયા હતા. સંશોધકોનું માનવું છે કે બર્ડ ફૂલુ સૌથી વધારે મરઘાઓના કારણે ફેલાય છે. ઘણી વાર શંકાના આધારે લાખો મરઘાઓની કતલ કરવામાં આવે છે આથી પોલ્ટ્રી ઉધોગને આર્થિક નુકસાન પણ સહન કરવું પડે છે તેના સ્થાને ડીેએનએમાં તેનો સ્ત્રોત ગણાતા ભાગમાં જ ફેરફાર કરવામાં  આવે  તો  ન રહેગા બાંસ ન બજેગી બાંસુુરી જેવી સ્થિતિ ઉભી થશે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here