Home દીકરી વિષે છૂટાછેડા થવાનુ મુખ્ય કારણ અચુક વાંચો અને વધુમાં વધુ શેર કરો

છૂટાછેડા થવાનુ મુખ્ય કારણ અચુક વાંચો અને વધુમાં વધુ શેર કરો

0
છૂટાછેડા થવાનુ મુખ્ય કારણ અચુક વાંચો અને વધુમાં વધુ શેર કરો

નજીવી બાબતો માં છૂટાછેડા અને અઢળક રકમની માંગણી ? સમાજમાં આ એક નવી સમસ્યા વધી છે આજકાલ એક નવી સમસ્યા – નવું દુષણ સમાજમાં જોવા મળ્યું છે . અત્યારની આધુનિક પેઢી નજીવી અને નાની બાબતોમાં છૂટાછેડા સુધીના પગલા ભરીને પોતાના લગ્નજીવનનો અંત આણી રહી છે . છૂટાછેડા પાછળના મૂળભૂત કારણો તપાસતા ખબર પડે કે એકબીજા જીવનસાથી પાત્રને બદલે આધુનીક સુખ – સગવડો અને હરવા ફરવા જેવી મોજ શોખની અપેક્ષાઓ વધુ પડતી હોય છે .

જયારે સંઘર્ષ , સહનશકિત અને એક બીજા પ્રત્યે સમર્પણની ભાવના તો કયાંય જોવા મળતી નથી હોતી . માવતર પક્ષ તરફથી મળતા અયોગ્ય પ્રોત્સાહન ને કારણે છૂટાછેડા સુધીના સ્ટેજ પર સંતાનો પહોંચી તો જાય છે પરંતુ પછી શરૂ થાય છે એક પ્રકારની દુશ્મનાવટ..અને છૂટાછેડા માટે મોટી મોટી રકમની . માંગણી . શું આ બાબત દીકરી – દીકરાના માવતર તરીકે યોગ્ય છે ? સબંધ ના રાખવો હોય તો વડિલોએ રાજી ખુશીથી છૂટાછેડાની પ્રક્રિયા પુરી કરવી જોઈએ પરંતુ એકબીજાને આર્થિક પાયમાલ કરવાની આ કુટનિતિ શું જ્ઞાતિ માટે વ્યાજબી છે ? આ તો તોળ કર્યો કહેવાય .. ! આપણા જ્ઞાતિ મંડળો , સંસ્થાઓ અને સંગઠનો મળી સમાજ વચ્ચે આ બાબતનું એક બંધારણ નકકી ન કરી શકીએ ??

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here