Home જાણવા જેવું જીવનમાં સમજવા જેવી અમૃત વાણી વાંચજો કયારેય દુઃખી નહીં થાય

જીવનમાં સમજવા જેવી અમૃત વાણી વાંચજો કયારેય દુઃખી નહીં થાય

0
જીવનમાં સમજવા જેવી અમૃત વાણી વાંચજો કયારેય દુઃખી નહીં થાય

જીવનમાં સમજવા જેવી અમૃત વાણી … ( ૧ ) મૃત્યુ તો પ્રભુને મિલન કરાવતો દિવસ છે . ( ૨ ) વેશથી સાધુ થવું કઠણ નથી , હૃદયથી સાધુ થવું કઠીન છે . ( ૩ ) રાવધાન છે તે જાગેલો છે , ગાફેલ છે તે સુતેલો છે . ( ૪ ) જ્ઞાન કયારથી થયું તે કહી શકાય , અજ્ઞાન કયારથી થયું તે કહી શકાતું નથી . ( ૫ ) માયા છાયા જેવી છે , દેખાય પણ પકડી શકાય નહિ . ( ૬ ) તમારી આજ્ઞા વિના મન પાપ કરતું નથી . ( ૭ ) સાર ભગવાન માટે અને નબળું મારા માટે એ ભક્તિ છે . ( ૮ ) “ ભગવાન છું ‘ એવું ભગવાન બોલતા નથી . ( ૯ ) જગતનો માલિક , લક્ષ્મીનો પતિ , પાંડવોનો દૂત બની શકે છે .

( ૧૦ ) અતિ દુઃખમાં પણ પાંડવોએ પાપ કર્યું નથી . ( ૧૧ ) સુખમાં અભિમાન વધે છે , દુઃખમાં અભિમાન મરે છે . ( ૧૨ ) ભોગવ્યા પછી દુઃખ આવે એ સુખ , ભોગવ્યા પછી દુઃખ આવે નહિ એ આનંદ ( ૧૩ ) બીજાનું સુધારવા પોતાનું બગાડે એ શિવ ( ૧૪ ) પૂન્યને પ્રગટ કરવાથી પૂન્યનો અને પાપને પ્રગટ કરવાથી પાપનો નાશ થાય છે . ( ૧૫ ) સંસારી સ્વાર્થ સિધ્ધ કરવા અને સંત કલ્યાણ કરવા કોધ કરે છે . ( ૧૬ ) જીવ કોઈ પુરુષનો , કોઈ સ્ત્રીનો કે જગતનો નથી પણ ઇશ્વરનો છે . ( ૧૭ ) થોડા દિવસ માટે લગ્ન થતું નથી એમ ભક્તિ થોડા દિવસ માટે થતી નથી . ( ૧૮ ) માનવ તનનો માલિક નથી તો ઘનનો માલિક કેવી રીતે બની શકે ? ( ૧૯ ) પરમાત્મા જીવ સાથે સર્વકાળ રહે છે , જીવ એકબીજા સાથે સર્વકાળ રહી શક્તો નથી . ( ૨૦ ) વહેમી બેવકૂફો બનવા કરતા હડહડતા નાસ્તિકો બનવું સારું ( ૨૧ ) સુખમાં મજા તો પણ સાફ થશે , દુઃખમાં મજા તો પાપ સાફ થઇ જશે . ( ૨૨ ) માણસ ગમ ખાતો નથી તેથી માલિક ( ભગવાન ) ને ગમતો નથી . ( ૨૩ ) આપણે પૂજા દ્વારા દેવોને ઠારવા , ખૂશ કરવા પારાવાર પ્રયત્નો કરીએ છીએ , પણ માણસને ઠારવામાં ઉણા ઉતરીએ છીએ . ( ૨૪ ) મૃત્યુ એટલે પરમાત્માને હિસાબ આપવાનો પવિત્ર દિવસ . ( ૨૫ ) માણસ જગતનો ઉપકાર કરી શકે નહિ , ઇશ્વર જ કરે કે જેણે ચંદ્ર , સૂર્ય બનાવ્યા છે .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here