Home Uncategorized તમારા બાળકને તન મનથી તંદુરસ્ત અને બુદ્ધી શક્તિ વધારવા માંગો છો ફક્ત આટલું કરો

તમારા બાળકને તન મનથી તંદુરસ્ત અને બુદ્ધી શક્તિ વધારવા માંગો છો ફક્ત આટલું કરો

0
તમારા બાળકને તન મનથી તંદુરસ્ત અને  બુદ્ધી શક્તિ વધારવા માંગો છો ફક્ત આટલું કરો

તંદુરસ્ત શરીર ને મન નો પાયો માતાના ઉદરમાં અને બાળપણ માં નંખાય છે. જેમકે સગર્ભાવસ્થા માં ત્રીજો મહિનો પૌરુષત્વ નો, ચોથો- હૃદયનો, પાંચમો- મનનો, છઠો- બુદ્ધિનો, સાતમો- સર્વાંગી વિકાસનો, આઠમો- ઓજો વર્ધનનો મહિનો હોયછે. એટલેકે તે- તે મહિના માં તે- તે ગુણ નો વિકાસ થતો હોવાથી તે પ્રકારનું આયુર્વેદ નું માર્ગદર્શન, આહાર ને ઔષધ સેવન કરવામાં આવે તો ઉત્તમ, નીરોગી, બળ- બુદ્ધિમાં શ્રેષ્ઠ બાળક મેળવી શકાય છે. તેના માટે જ ઋષીઓએ ગર્ભાધાન સંસ્કાર અને માસાનુંમાસિક પરિચર્યા સમજાવી છે.
તેવી જ રીતે બાળકના જન્મ પછી ની પ્રત્યેક પળ, દિવસો ને મહિના બાળકના ભવિષ્યના વિકાસ માટેના પાયાના પરિબળો છે. જેમકે બાળકનો જન્મ થાય ત્યારે તેની અવલોકન શક્તિ ખૂબજ ત્તેજ હોયછે. તે જે કઈ જુએછે, સાંભળેછે, તેના વિષે તે વિચાર કરેછે. તેના સુષુપ્ત મનમાં તે છાપ અંકિત થાયછે. જો બાળકના જન્મ સમયે બિલકુલ અવાજ કરવામાં આવે નહિ તો તેની અવલોકન ને બુદ્ધી શક્તિને વિકસવાનો માર્ગ મળશે. અત્યારે અહી આપણે જન્મ થી પાંચ વર્ષ સુધીના બાળકની તંદુરસ્તી નું માર્ગદર્શન જાણીએ.

નવજાત શિશુ ને જયારે તરતજ માતાનું ધાવણ મળે નહિ ત્યારે ચોખ્ખું મધ અને તેથી ચોથા ભાગનું ગાયનું ઘી ભેગું કરીને ચટાડવું. સો ટચનું સોનું તપાવી કે ઘસીને આપવું. અથવા સુવર્ણપ્રાશ મગ ના દાણા થી ચણા ના દાણા જેટલું ચટાડવું. જે ઓછામાં ઓછું છ મહિના સુધી નિયમિત આપવું. સુવર્ણપ્રાશ થી બાળક માં બળ, બુદ્ધી, સ્મૃતિમાં વધારો થાયછે.

બાળક ને જન્મ થી ઓછામાં ઓછા છ મહિના સુધી તો માતાનું ધાવણ જ આપવું જોઈએ. સામાન્ય બીમારી માં ઔષધો પણ બાળક શક્યત: નહિ આપતા માતા ને જ આપવા. જે બાળક ને ધાવણ દ્વારા મળી રહે.

બાળકને દરરોજ તલ તેલનું શરીરે માલીશ કરવું. માથામાં તો જન્મ થી એક મહિના સુધી તેલ ભરીને રાખવું. બાળક ને માલીશ કરાવ્યા ના કલાક બાદ હુંફાળા પાણી થી સ્નાન કરાવી શકાય. સ્નાન માં સાબુ ના સ્થાને હળદર, ચંદન, કપૂરકાચલી ના ચૂર્ણ માં તેલ, દૂધ કે માખણ મેળવીને , ચોળીને સ્નાન કરાવવું.માથામાં જૂ, લીખ, મેલ દૂર કરવા માટે નિયમિત માથું ધોવું. માથામાં લીમડાનું કે કણજી નું તેલ નાખવું.

પાચન વિના પોષણ નકામું. .. પાચન શક્તિ વધારવા માટે આદુ ઉત્તમ છે. સુંઠ થી ઉકાળેલું પાણી પીવા આપવું. ભોજન પહેલા ને સાથે આદુ આપવું. બાળક ને આદુ ગોળ સાથે આપવું. આદુપાક આપવો. સુંઠ + ગોળ + ઘી ની ગોળી આપવી. સુંઠ થી ઉકાળેલું પાણી પીવાથી શરદી મટશે, ધાણા ને વાળો થી ઉકાળેલું પાણી પીવાથી તાવ, ગરમી ને ચામડીના રોગો, પેશાબની બળતરા મટશે.બાળકને કડવું ખવડાવવાની ટેવ રાખો. તાવ, અપચો, મરડો માં અતિવિષ ની કળી, ગેસ- વાયુ, ઉલટી, અપચો માં હરડે, ઝાડા માં સૂંઠ અવારનવાર ઘસી ને આપી શકાય. કૃમિ માં વાવડીંગ, કફ માં કાકડાશીંગી દૂધ માં ઉકાળીને આપી શકાય.

બાળકને નાનપણ થી ગાયનું ઘી પીવડાવવાનો અભ્યાસ કરાવવો જોઈએ. દરરોજ થોડું- થોડું ઘી પીવડાવવાથી રોગપ્રતિકાર શક્તિ વધશે, ભૂખ ઉઘડશે, પાચન શક્તિ વધશે, ઝેર નો નાશ થશે, આયુષ્ય વધશે. ગાય નું દૂધ નિયમિત આપવું. દૂધ ને ફળ વચ્ચે ઓછા માં ઓછું બે કલાક નું અંતર રાખો. સાથે ક્યારેય આપશો નહિ અન્યથા રોગપ્રતિકાર શક્તિ ઘટશે ને ચામડીના રોગો થશે.બાળક ને વારંવાર જમવા આપશો નહિ, એઠું ના આપો, આગ્રહ થી વધુ ના આપો. ચાવી ને જમવા ની ટેવ પાડો. ક્ષાર, ભેળસેળ કે હાનીકારક રંગો નો ખોરાક ના આપો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here