25 દિવસના બાળકથી 5 વર્ષનાં બાળકોએ કોરોનાને હરાવ્યો, તમે કોરોના સામે કેવી રીતે લડસો? એનો વિશ્વાસ અપાવે છે ભૂલકાઓ

0
183

શહેરી વિસ્તારમાં 400થી વધુ બાળકોને છેલ્લા એક month માં કોરોના થયો છે. હજુ સંખ્યાબંધ બાળકો સરકારી સહિત ખાનગી હોસ્પિટલોમાં સારવાર હેઠળ છે. હજુ ઘણા બાળકો એવાં પણ છે, જેને  કોરોનાને હરાવ્યો છે. 25 દિવસથી  5 વર્ષ સુધીનાં બાઆપણનેળકોએ કોરોનાને કેવી રીતે હરાવ્યો હશે તે જાણીનેઆપણને હિમંત આવી જાય  … આ દિવસો દરમિયાન તેમનાં માતા-પિતા પણ કોરોનાની સામે  લડી રહ્યા હતા અને જીત્યાં પણ ખરા. નાનાં બાળકોની તસવીરો જોય કેવી રીતે આ મહામરીમા નીકળી શકાય અને જીતી શકાશે એવા સવાલ જેમને પણ થાય છે તેમને અતૂટ વિશ્વાસ અને આશા અપાવે છે આ નાના બાળકો.

ત્રિષા  પિતા કહે છે ત્રિષા સાજી થતાં દુનિયા જીતી હોય એવું મને લાગ્યું: ત્રિશાનાં પિતા કહે છે કે-મારા ઘરમાં મારી પત્ની, મારા મમ્મી-પપ્પા અને મારો દિકરો-દિકરી સહિત અમે છ વ્યક્તિ પોઝિટિવ હતા. એક વર્ષની દિકરી ત્રિષા દવા પણ પી શકતી ન્હોતી એટલે એને હોસ્પિટલમાં દાખલ કરેલી. ત્રિષા સારી થઇ તો લાગ્યું કે મેં દુનિયા જીતી લીધી.

25 દિવસના શિશુ અને માતાને કોરોના થયો: પિતા  કહ્યું, મારું child  25 દિવસનું જ છે. હજી તો એનું નામ પણ નહોતું પાડ્યું અને કોરોના  થઇ ગયો જન્મતા ની સાથે થોડાક જ દિવસો માં કોરોના સૌથી પહેલા મને ચેપ લાગ્યો. બે દિવસ પછી મમ્મીને અને મારી પત્નીને થયો. બાળકને તેની માતાનાં ફીડિંગથી દૂર રાખવો પડ્યો હતો, પણ હવે એ સંપૂર્ણ પણે સ્વસ્થ છે

દવાના હેવી ડોઝને કારણે પરિવારને આડઅસરની ચિંતા થતી: પિતા સુમિત કહે છે કે વિવાનને 2 દિવસ તાવ આવ્યો, રિપોર્ટ પોઝિટિવ આવ્યો. કોરોનાની દવાનાં હેવી ડોઝને કારણે મને ચિંતા થતી કે કોઇ આડઅસર ન થઇ જાય. પણ 5 દિવસ ડોક્ટરે બોટલ ચઢાવી અને એ સાજો થઇ ગયો.

 

બે વર્ષની જાસ્મિનને કોરોના થયો અને સ્વસ્થ પણ થઇ ગઈ : જાસ્મીનનાં પિતા સાગર કહે છે કે,મારી દિકરી બે વર્ષની છે, એને પહેલા દિવસે તાવ આવ્યો એટલે દવા લખાવી. બીજા દિવસે પણ તાવ આવ્યો. એ જ્યાં રમતી હોય ત્યાં જ સૂઇ જતી. એનો રિપોર્ટ કઢાવ્યો તો પોઝિટિવ આવ્યો. ટૂંકી સારવારમાં એ સાજી થઇ ગઇ.

 3.6 વર્ષનો શિવેન સાજો થયો: શિવેનનાં પિતા કહે છે કે-મારો દીકરો અને એની મમ્મીને સાથે કોરોના થયો હતો. બંને હોમ ક્વોરન્ટાઇન રહ્યાં હતાં અને તેમની તમામ સારવાર ઘરે જ ડોક્ટર દ્વારા કરવામાં આવી હતી. એક સમયે મને બહુ ચિંતા હતી પરંતુ હવે  બેઉ ઝડપથી સાજાં થઇ ગયાં છે

મારી ભગવાનને એક જ પ્રાર્થના છે કે ઝડપથી આપણે સૌ આ મહામારીમાંથી બહાર આવીએ અને પહેલાની જેમ બધા હળીમળીને રહેવા લાગીએ તમે પણ ભગવાન પાસે પ્રાર્થના કરજો. ઘરે રહો સ્વસ્થ રહો

 

 

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here