વિદુરનીતિનાં 25 મહત્વના વાક્યો જરૂર વાંચવા

0
198

વિદુરનીતિનાં વાક્યો 1). રાજાએ કયારેય પણ પોતાના રાજ્યના નોકરોનો પગાર રોકવો નહીં .2). રાજા , વિધવા , સૈનિક , લોભી , અતિ દયાળુ , અતિ ઉડાઉ અને અગંત મિત્ર- આ સાત સાથે નાણાંની લેવડ – દેવડ કરવી નહિ .  3).આળસુ , ખાઉધરો , અળખામણો , ઘૂર્ત , ચાલાક , ક્રોધી અને વિચિત્ર વેશધારી – આ સાતને ક્યારેય પોતાના ઘરે ઉતારો આપવો નહિ .4). તપ , દમ , અધ્યયન , યજ્ઞ , દાન , સદાચાર અને પવિત્ર વિવાહ- આ ગુણો જે કુળમાં હોય છે તે શ્રેષ્ઠ કુળ કહેવાય છે .

5).રાજા , વિદ્વાન , વૃદ્ધ , બાળક , રોગીષ્ઠ , અપંગ , અને મા – બાપ આ સાત ઉપર ગુસ્સો કરનાર સામેથી પીડા વહોરી લે છે . 6). ધીરજ , પુરુષાર્થ , પવિત્રતા , દયા , મધુરવાણી , મનોનિગ્રહ અને નિરોગી શરીર – આ સાત ગુણો હંમેશા ધનસંપત્તિ વધારે છે . 7). જે ઘનવાન છે , પણ ગુણવાન નથી . તેની સોબત કદી ન કરવી .8). સતત પુરુષાર્થ કરનારને જ બધાં પ્રારબ્ધ સતત સાથ આપે છે .

9).અહીં “ સીધાં ‘ માણસને જ બધા હેરાન કરે છે. માટે બહુ સરળ ન થવું . 10).“ જે થવાનું હતું તે થઈ ગયું ” – તેને ભૂલી જઈ વર્તમાનમાં જીવો .11).  જે કદી પણ ક્રોધ કરતો જ નથી , તે પુરુષ યોગી છે . 12).આમંત્રણ સિવાય ક્યારેય પારકા ઘરે જવું નહિ 13). ધર્મનું આચરણ કરી , નીતિપૂર્વક કમાણી કરવી એ પણ એક પરમસિદ્ધિ છે .14).  ઘરની તમામ મહિલાઓની રક્ષા કરવી , એ ઘરના મર્દોની ફરજ છે . કોઈપણ કાર્યની શરૂઆત કરો તો તેને બહુ જાહેર ના કરે .

15). પ્રેમ બધાં ઉપર રાખો . પણ વિશ્વાસ કદી નહી .16).  જે કારણ વગર ગુસ્સે થાય કે કારણ વગર પ્રસન્ન થાય , તેનાથી ચેતજો .17)  જે પોતાને પ્રતિકૂળ છે , તેવું વર્તન બીજા પ્રત્યે કરવું નહિ . 18).જે શસ્ત્રોથી  વિરુદ્ધ વર્તન કરે છે , તેને શાસ્ત્રો કે શસ્ત્રોનો સામનો કરવો પડે છે . 19). ક્રોધ શરીરના સૌંદર્યને નાશ કરે છે .20).  પરિવારને મૂકી , જે એકલો મિષ્ટાન્ન આરોગે છે તેનું પતન નિશ્ચિત છે . 21). જ્યારે ઘરમાં બધાં સૂઈ ગયા હોય ત્યારે એકલાએ જાગવું નહિ . 22). જે વાદવિવાદ નથી કરતાં તે સંવાદમાં જીતી જાય છે . 23). ઋષિનું કુળ અને નદીનું મૂળ જાણવા પ્રયત્નો કરવા નહિ . 24). જે ભુખ વગર ખાય છે , તે વહેલો મરે છે . 25). દુર્જનોનું બળ હિંસા છે . મધુરવાણી ઔષધ કટુવાણી રોગ છે .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here