ચોટીલા ચામુંડા માતાજી સાથે જોડાયેલી કેટલીક વાતો કે જેના વિષે મોટા ભગના લોકો કદાચ નહિ જાણતા હોય. ચોટીલાના ડુંગરે માં ચામુંડા સાક્ષાત બિરાજમાન છે. ચોટીલા ચામુંડામાં ના દર્શન કરવા માટે જાઓ છો ત્યારે તમારે 635 પગથિયાં ચઢવા પડશે. ચામુંડા માતાનો ડુંગર હજારો વર્ષ જૂનો છે અેવુ માનવામાં આવે છે.
હજારો વર્ષ પહેલા આ વિસ્તારમાં ચંડ અને મૂંડ નામના બે રાક્ષશોનો ખુબજ ત્રાસ રહેતો હતો એટલા માટે ઋષિ મુનિઓએ યજ્ઞ કરીને માં આદ્ય શક્તિને પ્રગટ કર્યા આ આદ્ય શક્તિએ ચંડ અને મૂંડ નામના બંને રાક્ષસોનો વધ કર્યો હતો
આથી ચંડી ચામુંડા તરીકે ઓળખાયા આજથી 150 વર્ષ પહેલા આટલું ભવ્ય મંદિર ન હતું અને પગથિયાં પણ નહોતા તો પણ લોકો માતાજી ના દર્શન કરવા માટે આવતા હતા. કહેવાય છે કે ચામુંડા માં દિવસમાં 3 વાર પોતાનું સ્વરૂપ બદલે છે.
ઘણા લોકો જાણતા હશે કે દિવસ દરમિયાન તો ઘણા લોકો મંદિરે દર્શન કરવા માટે આવે છે પરંતુ સાંજની આરતી પત્યા પછી દરેક લોકોએ ડુંગર નીચે ઉતરી જવાનું હોય છે. સામાન્ય લોકોની સાથે સાથે મંદિરના પૂજારીએ પણ ડુંગરની નીચે ઉતરી જવું પડે છે. કારણ કે રાત્રે આ ડુંગર પર રહેવાની કોઈને પરમિશન નથી. માત્ર નવરાત્રી દરમિયાન જ પૂજારી સહીત 5 લોકોને આ ડુંગર પર રહેવાની પરવાનગી માતા એ આપી છે.