કોઈપણ વસ્તું ને પોઝિટિવ વિચારીએ તો Covid-19 એ શું શીખવાડ્યું ? જરૂર વાચજો

0
272

કોઈપણ વસ્તું ને પોઝિટિવ વિચારીએ તો Covid-19 એ શું શીખવાડ્યું ?જીવનમાં સ્વછતા લાવતા શીખવાડ્યું. ફેમીલી સાથે સમય વિતાવતા શીખવાડ્યું બહારનું નહિ ખાવાંનુ શીખવાડ્યુંવધારે કઠોળ ખાતા શીખવાડ્યું.

પોતાની ફરમાઈશ વગરનું ગરમ અને ટાઇમસર જમતાં શીખવાડ્યું. બાળકોને બહારનું જંકફુડ નહીં ખાવાનું શીખવાડ્યું.

મૃત્યુ પાછળ બેસણા ન કરવાનું શીખવાડ્યું. લગ્ન પ્રસંગ માં ખોટા ખર્ચા ન કરવાનું શીખવાડ્યું. હોટેલ /શોપિંગ ની આદત જેવા ખર્ચા માં બચવા શીખવાડ્યું.. Birthday, Congratulations, Get well soon and sympathy જેવી દરેક લાગણી social media, Mobile થી આપતા શીખવાડ્યું. જે કંઈ ખાવું હોય તે ઘરે જ બનાવતાં શીખવાડ્યું.

છોકરાઓને ઘરે ટયુશન કરાવતા શીખવાડ્યું. બાળકો ને ઓનલાઇન શિક્ષણ લેતા શીખવાડ્યું. ઈસ્ત્રી વગર ના કપડાં પહેરતા શીખવાડ્યું. રોજ ઘરે સેવીંગ કરતા શીખવાડ્યું. ઘરે દિકરાના વાળ કાપતા શીખવાડ્યું.

શારીરિક કસરત અને યોગ કરતાં શીખવાડ્યું. શરીરને માનસિક, શારીરિક આરામ આપતા શીખવાડ્યું. રસોડામાં પત્નીને મદદ કરતા શીખવાડ્યું. ભગવાનની પૂજા-પાઠ માટે ગમેત્યા નાજવું કોઈને દાન ના આપવું ને જરૂરિયાત મંડ ને જ દાન આપવું તે શીખવાડ્યું. પોલીસ, ડૉક્ટર, નર્સ અને સફાઈ કર્મચારીઓનું સમ્માન કરતાં શીખવાડ્યું. આપણા જીવની કિંમત શીખવાડી. ઓછી આવકમાં ઘર કઈ રીતે ચલાવવું તે શીખવાડ્યું. માણસને માણસાઈ શિખવાડી.

આટલું જીવનમાં દરરોજ કરીએ તો એક સુખી થવાનો અવસર છે. Covid-19 શાપ નથી, સમજો તો એક બોધ પાઠ છે. “સમય એવી વસ્તુ છે કે ગણે રાખો તો ખૂટે વાપરો તો વધી પડે સંઘરો તો નીકળી જાય પણ સાચવી લ્યો તો તરી જાય.”

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here