Home જાણવા જેવું દીકરીની સગાઈ અને લગ્ન માટે ૫ લાખનો ખર્ચ ઉઠાવશે આ સંસ્થા ગરીબ દીકરી સુધી આ મેસેજ પહોચાડજો

દીકરીની સગાઈ અને લગ્ન માટે ૫ લાખનો ખર્ચ ઉઠાવશે આ સંસ્થા ગરીબ દીકરી સુધી આ મેસેજ પહોચાડજો

0
દીકરીની સગાઈ અને લગ્ન માટે ૫ લાખનો ખર્ચ ઉઠાવશે આ સંસ્થા ગરીબ દીકરી સુધી આ મેસેજ પહોચાડજો

સુરતના મોટા વરાછાની લાઇફ લાઈન ચેરિટેબલ ટ્રસ્ટે એક નવી અને અનોખી પહેલ શરૂ કરી છે. ટ્રસ્ટે દીકરી દત્તક યોજના શરૂ કરી કોઈ ખર્ચ લીધા વિના પાત્ર શોધી લગ્ન કરાવે છે. તેની પાછળનો ઉદ્દેશ્ય દીકરીઓને સારો જીવન સાથી શોધી આપવાનો છે. હાલ આ સંસ્થા તરફથી 345 દીકરીઓને દત્તક લેવામાં આવી છે. જે અંતર્ગત પહેલા ઓનપેપર મેરેજનું આયોજન કરવામાં આવ્યું. તો જાણો નવી જન્મકુંડળી તૈયાર કરીને સુરત શહેરમાં થવા જઈ રહેલા પહેલા ઓનપેપર મેરેજ વિશે…

લાઈફ લાઈન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ ઘનશ્યામ ઇટાલિયાએ જણાવ્યું કે, અમે કતારગામ પોલીસ સ્ટેશનમાં પોલીસ કુટુંબ સહાયતા કેન્દ્ર ચલાવતા હતા. ત્યાં દંપતીના વિવાદ સમજતા હતા. એવા 4 હજાર કેસ સામે આવ્યા છે. તેમાં જણાયું કે, સ્વભાવ, મિલકત અને શિક્ષણની ખોટી માહિતી, બીમારી મૂળ કારણ હતા અને વિવાદ થતા હતા. આવી બાબતો સંસ્થા ઘરે જઈને ચેક કરે તો વિવાદ ન થાય તેવી વ્યવસ્થા થવી જોઈએ. જેથી દીકરી દત્તક યોજનાનો અમારી સંસ્થાને વિચાર આવ્યો.

દીકરીને 1 લાખના બોન્ડ, 12 દીકરીના લગ્ન કરાવ્યા, 325 દીકરી વેઈટિંગમાં
ટ્રસ્ટ ઉપપ્રમુખ નિતાબેન નારિયાએ જણાવ્યું હતું કે, અત્યાર સુધી 12 દીકરીના લગ્ન કરાવી ચૂક્યા છે. 325 દીકરી વેઇટિંગમાં છે. લગ્નમાં 5 લાખ સુધીનો ખર્ચ દીકરી માટે સંસ્થા તરફથી કરવામાં આવે છે. લગ્ન પહેલા પ્રિવેડિંગ સેરિમની પણ કરે છે. જેથી દીકરીને એવી ફિલિંગ આવે તે કે તેના માતા-પિતા જ લગ્ન કરાવી રહ્યા છે. લગ્ન બાદ એક લાખનો બોન્ડ પણ દીકરીને અપાય છે. લગ્ન ધામધુમથી કરવામાં આવે છે. માત્ર ગરીબ કે સામાન્ય પરિવાર નહીં, પરંતુ કરોડપતિ ઘરની દીકરીઓ એમબીબીએસ-સીએ-પ્રોફેસર જેવી દીકરીઓ તેમજ તમામ જ્ઞાતિની દીકરીઓ નોંધણી કરાવે છે.

જો કે લગ્ન માટે આ રીતે સાત પ્રક્રિયામાંથી પસાર થઈને તૈયાર કરવામાં આવે છે નવી જન્મકુંડળી.
પહેલું છે બાયોડેટા – જે દીકરા કે દીકરીની સગાઈ કરવાની હોય તેના વોટ્સઅપ નંબરમાંથી સંસ્થાના વોટ્સ અપ નંબર પર બંનેનો બાયોડેટાની આપ-લે કરે છે. આ બાયોડેટા મોકલવાથી તમને રજીસ્ટ્રેશનનો એક મેસેજ મળી જશે. ત્યારબાદ સંસ્થા તરફથી કોલ આવે ત્યારે બંને પક્ષોએ તેમના મમ્મી-પપ્પા સાથે ફરજિયાત હાજર થવાનું રહેશે.

સંસ્થાના પ્રમુખ ધનશ્યામ ઈટાલિયાએ જણાવ્યું હતું કે શહેરમાં પ્રથમ વખત આ પ્રકારના ઓનપેપર મેરેજ થવા જઈ રહ્યા છે. જેમના ઓનપેપર મેરેજ થવા જઈ રહ્યા છે તે દીકરી માધવીએ જણાવ્યું હતું કે મેં સોશિયલ મિડીયા પર આ પ્રક્રિયા અંગે જાણકારી મેળવી હતી અને ત્યારબાદ સંસ્થાના નંબર પર મારો બાયોડેટા મોકલ્યો હતો. ઓનપેપર મેરેજની તમામ પ્રક્રિયામાંથી પૂર્ણ થયા બાદ અમે એકબીજા સાથે લગ્ન કરવાનો નિર્ણય લીધો છે. ઓનપેપર મેરેજથી અમને લાગી રહ્યું છે અમારું જીવન એક સત્ય સાથે શરૂ થઈ રહ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here