દરેક માતા પિતા પોતાની દીકરીને સાસરે સુખી જોવા માંગતા હોય તો બે મીનીટનો સમય કાઢીને જરૂર વાંચજો

32
2086

આજની દિકરીઓને સંદેશ આજે આપણે દીકરી માટે સાસરુ કેવું શોધી એ છીએ? બધું સુખ હોય, પૈસાદાર હોય , જમાઈ સારો હોય ભણેલો હોય દેખાવડો હોય અને એકલો હોય. મોટાભાગે છોકરીઓ પણ આવું જ કંઈક ઈચ્છતી હોય છે. દીકરી રાજ કરે પણ કોની સાથે ?ઘરમાં સભ્યો જ વધારે ના હોય તો . ત્યારે માતા પિતાએ કેવું ઇચ્છવું જોઈએ. ઘણો બધો ટાઈમ કાઢી અને આ મેસેજ બનાવવામાં આવ્યો છે તો પ્લીઝ આખો મેસેજ વાંચો અને તમામ બેન, દીકરી , માતા અને વડીલોને શેર કરો. દીકરીઓને પણ સાચી શિખામણ દો.

જેના દીકરા અને વહુ , જેની દીકરી અને જમાઈ તેમજ સાસરી વાળાઓ વચ્ચે સંપ કોઈ પણ કારણ સર રહેતો ના હોય….. અને જીવનભર છુટા પડવાની નોબત આવે છે. તેના માટે જવાબદાર કોણ ……? દીકરો ….કે….દીકરી……..? દીકરાના માતા – પિતા …..કે દીકરીના માતા – પિતા …..? આ નક્કી કરવાનું હું વાંચકો પર છોડું છું..!!! એક દિકરીએ તેના બાપને પ્રશ્ન કર્યો કે પપ્પા હું જ્યારે ! સાસરે જઇશ તો શું તે બધા મને દિકરીની જેમ રાખશે ? * તો તેના પિતાએ બહુ જ સરસ જવાબ આપ્યો… હા *બેટા, તું અહીયા શું છે ? તો દિકરીએ જવાબ આપ્યો :- હું અહીંયા દિકરી છું તો તેના બાપે કહ્યું કે બેટા, અહીં તું દિકરી જ છે….
પણ ત્યાં તો તારે બહુ વધારે પડતી ભૂમીકા ભજવવાની છે જો કહું  (1) પત્નિ (2) દિકરી  (3) મા (4) ભાભી (5) જેઠાણી કે પછી દેરાણી… આટલા બધા તારા અંશ હશે તો તને અહીંયા કરતા ત્યાં વધારે જણાં સાચવશે. પણ… ખાલી તારી સાસરીના માણસો સાથે તારો વહેવાર કેવો છે તે ઉપર બધો આધાર છે બીજું કે અહીં તો મેં તને 20 કે 25 વરસ સાચવી એટલે અહીં તો ટૂંકા સમય માટે જ હતી . બેટા…. એ ઘર તો તને આખી જીન્દગીનું નામ આપે છે તો ત્યાં તારે બધાને સાચવવાના છે. જો તું સાચવીશ તો જરૂર એ તને 10 ગણું સાચવશે………. પિતા એ પછી કાનમાં દિકરી ને કહ્યું કે બેટા જો કોઈને કહેતી નહીં હું જે કહુ છું તે સાચું છે. તારે જીન્દગીમાં દુ:ખી ના થવું હોય તો તેનો મંત્ર છે આખા જીવન ભર દુ:ખ નહી આવે તો દિકરી એ કહ્યું: એવું શું છે પપ્પા ? તરત જ પિતા એ કહ્યું કે
(1) પિયર ઘેલી ના થતી. (2) તારી મમ્મીનુ ક્યારેય ના સાંભળતી.

મમ્મીઓએ થોડું સમજવાની જરૂર છે. મમ્મીઓ દિકરીના સુખી સંસારમાં દખલગીરી કરીને શું સાબિત કરવા માંગે છે. એ નથી સમજાતું. અગર તમે દિકરીના ઘરમાં દખલગીરી કરશો તો તમને ફાયદો શું થવાનો છે. આમ કરવાથી ઉલટાનું છૂટું કરવાની નોબત આવે છે. અને પછી બન્ને પક્ષના વડીલોની સહમતીથી આપસી લેણદેણ પતાવીને છુટું થાય છે. હવે દિકરી ના માતાપિતા વળી પાછો કોઈ નવા મુરતિયો શોધવાના કામે લાગી જાય છે. હવે એમાં તકલીફ એ થાય છે કે પહેલીવાર માં જેમ મનપસંદ મુરતિયો મળ્યો હતો એ હવે બીજીવાર માં થોડું જતું કરવું પડે છે. અને પછી શરૂ થાય છે. “ઘરસંસાર પાર્ટ 2”. હવે તો દિકરીના બીજીવાર ના લગ્ન હોય એટલે નથી દિકરી કંઈ બોલી શક્તિ કે નથી દિકરીની મમ્મી “ઘરસંસાર પાર્ટ 2” માં દખલગીરી કરી શક્તિ. ત્યારે સમજાય છે કે આના કરતાં તો “ઘરસંસાર પાર્ટ 1” એકદમ સારું હતું. પણ….. હવે…, હવે શું થાય. હવે તો નીભાવ્યે જ છૂટકો છે. એટલે મારી માતા ઓને ખાસ બે હાથ જોડીને  વિનંતી છે કે દિકરીની સગાઈ આપણાં બધાની સહમતી થી કરીએ છીએ. આપણું કામ ફક્ત દિકરીને સારું સંસ્કારી સાસરૂ શોધી આપવાનું હોય છે. પછી પોતાનો ઘરસંસાર કઈ રીતે ચલાવવો એ દિકરી ઉપર છોડી દઈશું તો દિકરી પણ સુખી અને આપણે પણ સુખી.

બાકી દખલગીરી જ કરવી હોય તો “ઘરસંસાર પાર્ટ 2” માં પણ સુખી નહીં રહે. અરે ઘણાં લોકો તો એટલે સુધી ચડામણી કરે કે સવારે વહેલા નહી ઉઠવાનું, કામ ઓછું કરવાનું, સાસુ ને સામે થવાનું, જેઠાણી નું સહન નહી કરવાનું. કુમાર ને કહેવાનું કે દર રવિવારે બહાર હોટલમાં જમવા લઈ જાય, ફરવા માટે લઈ જાય. મારૂં કહેવાનું એજ છે કે આટલી દખલગીરી કરીને આખરે નુકશાન સહન કરવાનું તો દિકરી ને ભાગે જ આવે છે. તો મારી દરેક દિકરી ઓને બે હાથ જોડીને વિનંતી છે કે તમારા ઘરસંસાર માં સુખી રહેવું છે કે દુઃખી. ?, અગર ઘરસંસાર માં જો સુખી રહેવું હોય તો તમારે થોડું કડક થવું પડશે. કે જો પોતાની મમ્મીઓ આવી રીતે દખલગીરી કરે તો કડક શબ્દોમાં કહી દેવું કે મમ્મી હવે હું મોટી થઈ ગઈ છું. હું હવે પરણી ગઈ છું. મારે સાસરા માં શું કરવું અને શું ન કરવું એ બધું હવે મારા પર છોડી દો. આટલા શબ્દો દિકરીઓ બોલશે તો મને નથી લાગતું કે કોઈ દિકરી ના ઘરસંસાર માં વિધ્નો આવી શકે. (3) કંઇ પણ વાત હોય તો પતિ, સાસુ, સસરા, દિયર, નણંદ, જેઠ-જેઠાણી કે દિયર- દેરાણી ને પોતાના સમજી બધાં સાથે બેસી ને ખુલ્લા દિલ થી વાત કરતી રહેજે……….તારા જીવન મા
દુ:ખ ભગવાન પણ નહીં લાવે તો બોલ બેટા અહીંયા સારું કે સાસરીયું સારું ? દિકરી તરત બોલી પપ્પા તમારી વાત ખરેખર સાચી કે જેમનું નામ મરણ પછી પણ મારા સાથે જોડાઇ રહે તે જ મારો પરીવાર અને એ જ મારા સાચા માતા-પિતા છે અને દિયર મારો નાનો ભાઇ છે, જેઠ મારા મોટા ભાઇ અને બાપ સમાન છે, દેરાણી મારી બહેન છે, જેઠાણી મારી મોટી બહેન છે અને મા સમાન છે અને નણંદ મારી લાડકી દિકરી છે.‼️
હા, પપ્પા મને તો અહીં કરતાં ત્યાં ધણું ફાવશે …..હું આખી જીન્દગી આ યાદ રાખીશ અને દરેક દિકરી ને આમ જ કરવાની સલાહ આપીશ કે આપણું ઘર તે આપણે જ સાચવવાનું છે આપણા પિયરીયાને નહીં……

જે મજા સંપીને રહેવામાં છે તે અલગ માં નથી. દરેક દીકરી ને આવી સલાહ મળે તો કોઈ દીકરી ના જીવન માં દુઃખ તો આવે જ નહીં. દરેક માતા-પિતા અને ખાસ કરીને દીકરીઓ એ વાચવા જેવુ અને જીવન માં ઉતારવા જેવું છે. હાલ ની દરેક દીકરી ને આ લેખ સમર્પિત. આ લેખ ઘણાં દિવસોથી ફરતો હતો. મેં આ લેખમાં મારા પોતાના વિચાર પણ લખીને આપ સૌને મોકલ્યા છે. તો આપ દરેક ગૃપમાં ફોરવર્ડ કરજો. લાઈક કરજો. તો કોઈક ની દિકરી ના ઘરસંસાર માં ભંગાણ ન પડે. કોઈ માતા,બહેન, દિકરીના ઉપર આ લેખ નથી લખ્યો.પણ સમાજમાં એક સારો સંદેશ પહોંચે એટલા માટે “મન કી બાત” આપ સૌની સમક્ષ મૂકી છે. આપ સૌને નમસ્કાર મિત્રો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here