15 વર્ષથી વધુ જૂનાં વાહનો વપનાર માટે આવ્યો એક નવો નિયમ, આ વસ્તુ થઇ જશે ફરજીયાત

31
1116

નવી સ્ક્રેપ પોલિસીની જાહેરાત મુજબ  જેમાં 15 વર્ષથી  વધુ  જૂનાં વાહનોને  સ્ક્રેપ માટે  મોકલવામાં  આવશે.  એનાથી  ચાર ફાયદા ગણાવ્યા હતા.  15 વર્ષથી વધુ  જૂનાં વાહનોને skreping માટે મોકલવામાં આવશે.   સ્ક્રેપેજ પોલિસી, વેસ્ટ ટુ  વેલ્થ –  કચરામાંથી કંચનના અભિયાનની  એક મહત્ત્વપૂર્ણ ચેઈન છે. આ પોલિસી દેશનાં શહેરોમાં પ્રદૂષણ ઓછું કરવા અને પર્યાવરણની સુરક્ષા   ઝડપથી વિકાસની આપણી પ્રતિબદ્ધતાને દર્શાવે છે.  આ પોલિસીથી સામાન્ય પરિવારોને દરેક પ્રકારના લાભ થશે.

 સ્ક્રેપેજ પોલિસીથી થતા ફાયદા : નવી કારની ખરીદીમાં રજિસ્ટ્રેશન ચાર્જ નહીં,  મેઈન્ટેનન્સ(maintanance) , રિપેરિંગ ખર્ચ(repairing cost) , ફયુલ (fuel) વપરાશમાં બચત, નવા વાહન(new vehical)થી પ્રદૂષણમાં ઘટાડો થશે,  જૂની ટેકનોલોજીથી કારમાં અકસ્માતનું જાખમ

સૌથી પહેલો લાભ એ હશે કે જૂની ગાડીને સ્ક્રેપ  કરવા  પર એક સર્ટિફિકેટ certificate   મળશે. આ સર્ટિફિકેટ જેની પાસે હશે તે new vehicle  ની ખરીદી પર રજિસ્ટ્રેશન(no registration charge ) માટે કોઈ ચાર્જ નહીં આપવો પડે. આ સાથે તેને રોડ ટેક્સમાં(road tax) પણ કેટલીક છૂટ અપાશે. અને  બીજો લાભ એ હશે કે જૂની ગાડીના(old vehicle) મેઈન્ટેનન્સ(maintanance) , રિપેરિંગ ખર્ચ(repairing cost) , ફયુલ (fuel) વપરાશ એમાં પણ બચત થશે. અને ત્રીજો લાભ, જૂની ગાડીઓમાં જૂની ટેકનોલોજીને કારણે રોડ અકસ્માતનો ખતરો વધારે રહે છે, જેનાથી પણ મુક્તિ મળશે. ચોથું, એનાથી આપણા સ્વાસ્થ્ય પર પ્રદૂષણને કારણે જે અસર પડે છે, એમાં ઘટાડો આવશે.

વાહનની નવી પોલિસીથી સરકારને શું ફાયદો થશે ?: એક રિપોર્ટ મુજબ, જૂનાં વાહન હટવાથી અને નવાં વાહન આવવાથી 9,550 કરોડ રૂપિયાની બચતનું અનુમાન છે. આગામી વર્ષથી જ એનાથી 2400 કરોડ રૂપિયાનું ઈંધણ બચશે. કોઈ વાહનમાં સ્ટીલનો હિસ્સો 50થી 55 ટકા હોય છે. આ વાહનોના સ્ક્રેપથી લગભગ 6,550 કરોડ રૂપિયાની સ્ટીલ  સ્ક્રેપ મળી જશે અને આટલો સ્ક્રેપ વિદેશોમાંથી નહીં મગાવવો પડે એટલે કે સ્ટીલની આયાત ઓછી થશે, જેના કારણે ગાડીઓ સસ્તી થવાની પ્રબળ સંભાવના છે. આગામી એક વર્ષમાં જ 1500 કરોડ રૂપિયાનો સ્ટીલ સ્ક્રેપ મળી જશે. હાલ ભંગારના માર્કેટમાં સ્ટીલને કાઢવા માટે સંગઠિત એકમો નથી, સાથે જ એવું પણ જોવા મળ્યું છે કે ભંગારમાં વાહનોમાંથી એન્જિન કાઢી લેવામાં આવે છે અને એનો ઉપયોગ બોગસ વાહનો બનાવવામાં કરવામાં આવે છે.મહામારીના સમયમાં સ્ક્રેપેજ પોલિસી અર્થવ્યવસ્થા માટે સંજીવની જેવું કામ કરશે.જૂની ગાડીઓ સ્ક્રેપમાં જવાથી પ્રદૂષણ ઘટી જશે. નવા એન્જિનવાળી ગાડીઓ ગ્રાહકો ખરીદવાથી ઈંધણનો વપરાશ ઘટશે સાથે જ પ્રદૂષણ પણ ઓછું ફેલાવશે.વિશેષજ્ઞ અનુસાર, જે વાહન સ્ક્રેપમાં જશે એને બદલે નવા વાહનની ખરીદી પર GST 50થી 100% છૂટ મળવાની શક્યતા છે. જોકે હાલ આ અંગેનો અંતિમ નિર્ણય GST કાઉન્સિલ દ્વારા લેવામાં આવશે.  નવી નીતિથી સરકારને GSTથી 9600 કરોડ  રૂપિયા અને તે બાદ પાંચ વર્ષમાં 4900  કરોડનો લાભ થવાની શક્યતા છે. વિશેષજ્ઞો મુજબ,  આ જૂનાં વાહન સ્ક્રેપમાં ગયા બાદ વાહનમાલિક નવાં વાહન ખરીદશે, જે કેન્દ્ર અને રાજ્યોને GSTથી 38,300 કરોડ રૂપિયાનો લાભ થશે.

ગુજરાતમાં પ્રથમ સ્ક્રેપ પ્લાન્ટ સ્થપાશે  આ પહેલાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ગુજરાતમાં પ્રથમ સ્ક્રેપ પ્લાન્ટની  જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે ‘ભાવનગરના અલંગ ખાતે દેશનો પ્રથમ સ્ક્રેપ પ્લાન્ટ શરૂ થશે. કેન્દ્રની નવી નીતિ 1 ઓક્ટોબર 2021થી લાગુ થશે. જૂનાં વાહનોનું પ્રદૂષણ માત્ર 10થી 12 % વધારે છે. કચ્છમાં જૂનાં વાહનો સ્ક્રેપ કરવા પાર્ક સ્થપાશે.’ હવે દેશભરમાં સ્ક્રેપેજ પોલિસી લાગુ થવા જઇ રહી છે.

નાં વાહનોને વૈજ્ઞાનિક તબક્કાથી હટાવાશે: દેશમાં વાહનોની સંખ્યાના મોડર્નાઇઝેશનથી જૂનાં વાહનોને એક વૈજ્ઞાનિક તબક્કાથી રસ્તા પરથી હટાવવામાં આ પોલિસીની ખૂબ મહત્ત્વપૂર્ણ ભૂમિકા રહેશે. આત્મનિર્ભર ભારતને ઝડપ આપવા માટે ભારતમાં ઈન્ડસ્ટ્રીને પ્રોડક્ટિવ અને ટકાઉ બનાવવા માટે સતત નિર્ણયો લેવાઈ રહ્યા છે.  અમારો આ પૂરો પ્રયાસ છે કે ઓટો મેન્યુફેક્ચરિંગ સાથે જોડાયેલી ચેઈન chain માટે જેટલું સંભવ હોય, એટલું આપણે નિકાસ પર નિર્ભર રહેવું પડશે. ઇથેનોલ હોય, હાઇડ્રોજન ફ્યુલ અથવા પછી ઈલેક્ટ્રિક મોબિલિટી, સરકારની આ પ્રાથમિકતાઓ સાથે ઈન્ડસ્ટ્રીમાં પણ સક્રિય ભાગીદારી ખૂબ જરૂરી છે.

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here