- દીકરી-ઘરની દીવડી….@ અરવિંદ બારોટ
ઈશ્વરને જયારે હરખનાં આંસુ આવે છે..અને એ આંસુનાં ટીપાં જ્યાં પડે છે ત્યાં દીકરી જન્મે છે…દીકરી તો ઈશ્વરનો હરખ છે
દોમદોમ સાહ્યબી હોયમેડીમોલાતું હોય,ગાડીબંગલા હોયસાત સાત દીકરાહોયપણ દીકરીનહોયતોએ પરિવાર અધૂરો ગણાય
જેઘરના આંગણામાં તુલસીનો ક્યારો ન હોયઓરડાઓસરીમા
દીકરીની ઝાંઝરીનો રૂમઝૂમ રણકાર ન હોય એ ઘરને ઘર। ..ન કહેવાય.એ ઘર કોયલ વગરના વન જેવું,મૂર્તિ વગરના ..મંદિર જેવું ગણાય.રાવણને જો દીકરી હોત તો લંકા ક્યારેય રોળાત નહીંકારણ કેપુરુષના અભિમાનને દીકરી મીણનીજેમઓગાળી નાખે છે.દીકરીનો બાપ લાચાર ન હોય,નરમ હોય દીકરી …આ સંસારનું એવું ફૂલ છે જે પોતે કરમાઈ જાય,સુકાઈ ..જાયતોય આ સંસારને પોતાની સુગંધથી મહેકતો રાખે છે.દીકરીના ત્યાગ અને સમર્પણથી જ આ સંસાર ટકી રહ્યો છે…એટલે જ કહી શકાય કે….ખુશ્બૂ હૈ બાગકી,રંગો કી પહેચાન;જિસ ઘર મેં બિટિયા નહીં,વો ઘર રેગીસ્તાન.’
દીકરીને વહાલનો દરિયો કહેવાય છેજેમ દરિયો અમાપ છે અતલ છેએમ દીકરીના હેતનું કોઈ માપ નથી,કોઈ સીમા નથી
પણ સરખામણી કરવી હોય તો હું એમ કહું કેદીકરી વહાલની પોટલી છે…..’દરિયો તો ખારો હોય,દીકરી તો મધની નદી જેવી મીઠી હોય છે.દરિયો હાથમાં ન સમાય,પોટલીને તો માથે મૂકાય હૈયે લગાડાય…દરિયાની તો બીક લાગે…દરિયો ડૂબાડે,દીકરી તો તારે…દરિયો માઝા મૂકે,દીકરી મર્યાદા ન મૂકે..ખારા આંસુને સાકર ગણીને પી જાય એનું નામ દીકરી..દીકરીની પૂજા થાય એને લાડ લડાવાયદીકરી રાજી થાય તો જગદંબા રાજી થાય…
અને જગદંબા રાજી થાય તો પરિવારનું-સમાજનું કલ્યાણથાય એટલે જ કહેવાય કે…દીકરાથી દીકરી ભલી,રાખે બાપનું નામ;
જેના આંગણે દીકરી,એ ઘર તીરથધામ’એટલે જ…. દીકરીને ‘ત્રિભુવનતારિણી’ કહેવાયત્રણ ઘરને તારનારી..:પિયર,સાસરું અને મોસાળ…..નદિયા કે દો તીર હૈ,બિટિયા કા સંસાર;આધા જીવન ઇસ તરફ, આધા હૈ ઉસ પાર.કૈસા રસ્મો-રિવાજ હૈ કૈસા હૈ દસ્તૂર,દેશ-વિદેશ બનાયે હૈ,ચૂટકીભર સિંદૂર !
દીકરીના જીવનની આ જ મોટી કરુણતા છે.જે ઘરમાં જન્મ લીધો.બાળપણ વિતાવ્યું,ફૂલની જેમ લાડના ખોળે ઊછરીએ ઘર, એ ભીંતો, એ આંગણું,એ માવતર એ ભાંડરું,એ સરખી સૈયરું,એ શેરી એ ગામબધું જ છોડીને કાયમ માટે બીજા ગામ માં,બીજા પરિવારમાંસમાઈ જવાનુંએક વાડીનો છોડવો મૂળ સહીત ઊખડીને બીજી વાડીમાં રોપાઈ જાય એ અજાણ્યા પરિવારને છાંયો આપે,ફળ આપે…પોતાની મૂળ વાડીને સંભારી ને બે આંસુ પાડતી આખુ આયખું વિતાવે.આંસુ પાઈ પાઈને અમરતની વેલ ઊજેરે….ચાર ફેરા ફરીને પારકી થઇ જનારી દીકરીમાં-બાપને પણ મીઠી વેદનામાંતરફડતા મૂકીને સાસરવાટે ડગલાં માંડે છે…..સૌથી વસમી વેળા છે કન્યાવિદાયની ઘડી…
પથ્થરને પણ પીગળાવી દે એવી કરુણ-મંગલ ઘટના છે આ….
કન્યાની સ્થિતિ કેવી હોય છે !શરણાઈના સૂરની તડપન સાથે કન્યાના ઉરની ધડકન વધી જાય છે…પતિને અનુસરવું તો છે પણ પિતૃગૃહની માયા કેમે છૂટતી નથી…ઘરની બારસાખે કંકુના થાપા મારતી વખતે અંતરની ધ્રુજારી આંગળીઓનાટેરવે આવી જાય છે..થાળ ધ્રૂજે છે,ઘર ધ્રૂજે છે,માંડવો ધ્રૂજે છે શરણાઈના સૂર ઝૂરતા પાવાના સૂરમાં પલટાઈ જાય છે…ઢોલનો ઢમકારો ધ્રાસકામાં પલટાઈ જાય છે….મા-બાપની માયા,સહિયરોનો સાથ…પિયરના ઝાડવાનું પાનેપાન પોકારી રહ્યું છે.”મત જા મત જા.પણ કોઈ કન્યા થોડી રોકાઈ છે ?ઝાલી ઝલાઈ છે ?
દીકરીને લઇ જતી મોટર ઊપડે છે ત્યારે “આવજે બેટા…!”
એટલું બોલતા તો બ્રહ્માંડ ડોલી જાય છે…મોટરને જતી જોઇ ને મા ભાંગીને ભૂકો થઇ જાય છે….એક ખૂણામાં બાપ ધ્રુસકે ધ્રુસકે રડતો હોય છે…. મારું ફૂલ…..મારી પંખણી….મારા કાળજાનો કટકો…..”બહુ વસમી વેદનાની ઘડી હોય છે આ…
અને આ વેદના જ જીવતરને મીઠું બનાવે છે