દિવ્યાંગોને માસિક 1000 રૂપિયા સહાય મળવા પાત્ર છે આ જાણકારી દરેક દીવ્યાંગ સુધી પહોંચાડવા વિનંતી

દિવ્યાંગોને સમાન ધોરણે પેન્શન સહાય આપવા રજૂઆત સરકાર દિવ્યાંગો માટે ખૂબજ સારી યોજના અમલી બનાવી રહી છે , જેમાં રાજ્ય સરકારના સમાજ સુરક્ષા વિભાગ દ્વારા દિવ્યાંગોને સંત સુરદાસ ઇન્દિરા ગાંધી નેશનલ ડિસેબિલિટી પેન્શાન અંતર્ગત 80 ટકા દિવ્યાંગતા અને ગરીબી રેખા નીચે આવતા વ્યક્તિને માસિક 600 મળવાપાત્ર હતા અને હાલમાં નવી યોજનામાં 80 ટકા દિવ્યાંગતા ધરાવતી દરેક વ્યક્તિને આર્થિક બાધ સિવાય માસિક 1000 રૂપિયા સહાય પેટે ચૂકવાશે .

અનેક લોકોને વિટંબણા એ છેકે , દિવ્યાંગો માટેની આ યોજનામાં નિયમોની વિસંગતતાના કારણે ઘણા એવા ગરીબ પરિવારો છે જેમના સંતાનો દિવ્યાંગો હોવા છતાં આ સહાયનો લાભ લઇ શકતા નથી . જાગૃત દિવ્યાંગ બાળકના વાલી તરીકે તેઓએ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીને પત્ર પાઠવી જણાવ્યું હતું કે , સમાજમાં 30 થી 75 ટકા માનસિક દિવ્યાંગ બાળકોનું પ્રમાણ ખૂબજ વધુ છે , જેથી દિવ્યાંગ વ્યક્તિના ધારા – ધોરણ અને દિવ્યાંગતાની ટકાવારીમાં રહેલા ભેદભાવ દૂર કરવા રજૂઆત કરવામાં આવી છે .

Leave a Comment