ડ્રિંક એન્ડ ડ્રાઇવ સુરતમાં એક્સિડન્ટ કરનાર અતુલ વેકરિયા તરફથી મૃતકના પરિવારને ફોન પર લાલચ, રાજકીય વગથી કેસને રફેદફે કરવા પ્રયાસ સુરત ડ્રિંક એન્ડ ડ્રાઈવ કેસમાં ચોંકાવનારા ઘટસ્ફોટ સામે આવી રહ્યા છે. અતુલ બેકરીના માલિક અતુલ વેકરિયા દ્વારા ઉર્વશી ચૌધરીને દારૂ પીધેલી હાલતમાં ગાડી હંકારતાં અડફેટે લેતાં મોત નીપજ્યું હતું. પરિવારજનોના આક્ષેપ છે કે અમારા પર ફોન કરીને કેસને દબાવી દેવા માટે લાલચ આપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. રૂપિયા અને રાજકીય વગ વાપરીને કેસને રફેદફે કરવા માટે તમામ ષડયંત્ર રચવામાં આવી રહ્યાં છે. પોલીસ કામગીરી પર શંકા અતુલ વેકરિયા ઉર્વશી ચૌધરી નામની યુવતીને અડફેટે લેતાં તેનું મોત નીપજ્યું હતું. ઉર્વશી ચૌધરીની અંતિમવિધિ સુરત જિલ્લાના બારડોલી ખાતે કરવામાં આવી હતી. મૃતકનાં પરિવારજનોએ દુઃખ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે અતુલ વેકરિયાના રાજકીય સંબંધો નેતાઓ સાથેના ખૂબ જ નજીકના હોવાથી અને પોતે પૈસાદાર હોવાથી કેસને રફેદફે કરવામા આવે છે આ દિકરીને ન્યાય આપવા આ પોસ્ટને વધુમાં વધુ શેર કરો
અમારા આ લેખ તમને પસંદ આવે તો અન્ય વ્યક્તિ સાથે શેર કરો અને આવાજ અવનવા આર્ટીકલ મેળવવા અમારા ફેસબુક પેઝ્ને જરૂર like કરજો . જો તમે તમારા કોઈ લેખ અમારી વેબસાઈટમાં મુકવા માંગતા હોય તો કમેન્ટ જરૂર કરજો.
લેટેસ્ટ ન્યુઝ તમારા ફોન પર મેળવવા માટે અમારા ફેસબુક પેઝને લાઇક કરો
તમે અમને twitter અને telegram પર લાઇક અને follow કરી શકો છો