‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના લોકપ્રિય મિત્રો માટે ખુબ માઠા સમાચાર છે. લાંબા સમયથી દયા ભાભી એટલે કે દિશા વાકાણીના શૉમાં પરત ફરવાને લઇને ચાલી રહેલા સસ્પેન્સ પર હવે પૂર્ણ વિરામ મુકાઇ ગયો છે. સબ ટીવીના પોપ્યુલર કોમેડી શૉમાં હવે દયા બેનની વાપસી નહી થાય. શૉના મેકર્સ હવે વધુ રાહ જોવાના મૂડમાં નથી. પ્રોડ્યુસર અસિત મોદીએ જણાવ્યું કે હવે તે એક નવા ચહેરાની તલાશમાં છે.
એક ઇન્ટરવ્યુમાં અસિત મોદીએ જણાવ્યું કે મારે નવા દયા બેનની તલાશ શરૂ કરવી પડશે તેવું લાગે છે તારક મહેતા નવા ચહેરા સાથે આગળ વધશે કારણ કે દયા ભાભી વાગે તર્ક મહેતા ક ઉલટા ચશ્માં શૉનો પરિવાર અધુરો છે. અસિત કુમાર મોદીનું કહેવું છે કે તેમની ટીમે દિશા વાકાણીના પરત ફરવા માટે ઘણી રાહ જોઇ છે પરંતુ હવે રાહ નહિ જોવે.
અસિત મોદીએ જણાવ્યું કે આ દેશમાં તમામ વર્કીંગ વુમન પ્રેગનેન્ટ થાય છે અને મેટરનીટી લીવ પર જાય છે, બાળકો થયા બાદ તે કામ પર પરત આવે છે. આજે મહિલાઓ બાળક થયા બાદ પણ કામ કરે છે. અમે દિશાને રજાઓ આપી પરંતુ અમે હંમેશા માટે રાહ ન જોઇ શકીએ.
પ્રોડ્યુસરે જણાવ્યું કે, કોઇ એક્ટ્રેસને રિપ્લેસ કરવી રાતોરાત થાય તેવી પ્રોસેસ નથી. એક મહિના પહેલાં સ્ટોરીનો ટ્રેક એડવાન્સમાં તૈયાર કરવો પડે છે. હવે અમે દયાભાભીના ના રોલ માટે ઓડિશનની શરૂઆતની પ્રોસેસ શરૂ કરી દીધી છે. અમે નથી જાણતા કે ભવિષ્યમાં શું થશે. પરંતુ તે હું જરૂર કહીશ કે શો આગળ વધશે.
જણાવી દઇએ કેટેલિવીઝનનો પોપ્યુલર કોમેડી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના દયાભાભી એટલે કે દિશા વાંકાણી ઘણાં સમયથી શોમાંથી ગાયબ છે. શોના મેકર્સ પણ તેની રાહ જોઈને થાકી ગયા છે અને હવે આ મામલે છેલ્લો નિર્ણય લેવાના મૂડમાં છે. રિપોર્ટસ પ્રમાણે, ‘શોના મેકર્સે દિશાને 30 દિવસનું અલ્ટીમેટમ આપી દીધું હતું.’ શોના પ્રોડ્યુસર અસિતકુમાર મોદીએ દિશાને શોમાં જલ્દી પાછી લાવવાનો નિર્ણય લેવા 30 દિવસનો સમય આપ્યો હતો અને જણાવ્યું હતું કે જો 30 દિવસમાં તે પરત નહી ફરે મેકર્સ તેની જગ્યાએ કોઈ બીજાને કાસ્ટ કરી દેશે.
દિશા સપ્ટેમ્બર 2017થી શો નથી કરતી ., તેણે નવેમ્બર 2017માં દીકરીને જન્મ આપ્યો છે. ત્યારબાદ તે શોમાં પરત નથી ફરી. થોડા સમય પહેલા પ્રોડ્યુસર અસિત કુમાર મોદીએ આ મામલે નિવેદન પણ આપ્યું હતું કે તેમને દિશા સાથે કોઈ વાંધો નથી. પરંતુ તેની દીકરી 1 વર્ષની થઈ ગયા બાદ તેઓ આશા રાખી રહ્યા હતાં કે દિશા શોમાં પરત ફરે પરંતુ હવે તેની શક્યતા નહીવત લાગી રહી છે