નિબંધ લખો: ટીવી ચેનલો ચારિત્ર્યનું ઘડતર કરી શકે?

નિબંધ લખો: ની આજની દુનિયાને આપણે ટેકનોલોજીકલ વર્લ્ડ કહીએ તો કદાચ ખોટું ન કહેવાય આ દુનિયામાં ઘણા સંશોધનો થઇ ચૂકયા છે અને ઘણાં ચાલુ પણ છે. આ સંશોધનો પૈકી ટેલિવિઝનની શોધ એ એક અમ્બ્રની શોધ છે. તેની મદદથી આપણે સેંકડો કે હજારો માઇલ દૂર બનતી ઘટનાઓને પ્રત્યક્ષ રીતે જોઇ અને સાંભળી શકીએ છીએ.

આજે ટેલિવિઝન માં ઘણી ચેનલો બતાવવામાં આવે છે. આ ચેનલો ભક્તિને લગતી, રમતોને લગતી, સમાચારને લગતી, ફિલ્મ- ઉદ્યોગને લગતી, મનોરંજનને લગતી વગેરે અનેક પ્રકારની ચેનલો આવે છે. ટેલિવિઝન પર આવી ચેનલો બતાવીને લોકો પૈસા કમાય છે અને દેશના લોકોને જરૂરી મનોરંજન પુરુ પાડે છે.

શું ટીવી ચેનલો તમારા ભક્તિ જ્ઞાન વધારે છે

જેવી રીતે એક સિક્કાની બે બાજુ હોય છે, તેવી જ રીતે દરેક સંશોધન પાછળનો હેતુ તેના લાભ હોવા છતાં તેના ઘણા ગેરલાભો પણ હોય છે. ટીવી ચેનલો દ્વારા આપણે નાટકો, નૃત્યો, સાંસ્કૃતિક કાર્યક્રમો સરળતાથી જોઇ શકીએ છીએ. ક્રિકેટ, ટેનિસ જેવી વિવિધ રમતો જોઇ શકીએ છીએ. News channels માં બતાવાતુ સમાચાર દર્શન દેશના વિવિધ ભાગોમાં અને જગતના વિવિધ ભાગોમાં બનતી ઘટનાઓનું પ્રત્યક્ષ દર્શન કરાવે છે. ટીવી ચેનલો આ ઉપરાંત ભક્તિનું જ્ઞાન પણ આપે છે. જેને કારણે ભારતીય સંસ્કૃતિની જાળવણી સારી રીતે થઇ શકે. Music Channels આપણને નવા ગીત સંગીતની માહીતી આપે છે જેને કારણે યુવાનો ફિલ્મ ઉદ્યોગ પ્રત્યે માહિતગાર થઇ શકે. નાના બાળકોને કાર્ટુન જોવા બહુ ગમતા હોય છે. માટે ચેનલો નાના બાળકો પાસે આવુ મનોરંજન મોકલે છે ટીવી ચેનલો બાળકોથી માંડીને વૃદ્ધો સુધીના તમામ લોકોને જરૂરી મનોરંજન પુરુ પાડે છે.

શિક્ષણ માટે ટીવી ચેનલનું રોલ છે

આજે તો ટીવી ચેનલોએ શૈક્ષણીક ક્ષેત્રને પણ આવરી લીધે છે. ટીવી ચેનલો શિક્ષણ ને લગતી તમામ બાબતો પોતાની ચેનલો પર પ્રદર્શિત કરે છે અને લોકોને શિક્ષણને લગતું જ્ઞાન આપે છે. તે યુવાનોને આગળની લાઇફમાં તેમની માટે શું જરૂરી બનશે ? કેવું શિક્ષણ લેવુ અને કયા લેવું વગેરે તમામ જરૂરી બાબતો જણાવી આપે છે.

આવા લાભો હોવા છતાં તેના ગેરલાભો પણ ધણા છે. ટીવી ચેનલોમાં દર્શાવવામાં આવતું Western Culture ભારતીય સંસ્કૃતી વિરૂદ્ધનું છે. આવી ચેનલોને કારણે આજના યુવાનો Western Culture તરફ વળ્યા છે. આજના યુવાનો પર તેની ગંભીર અસર થઇ છે. આજનું યુવાધન અખાડામાં જઇને શરીર સુધારવાને બદલે આળસુ બનીને ફેશનેબલ વસ્ત્રોની અવનવી ફેશનોમાં અને હોઠો પર ગીતોનો ગણગણાટ કરીને પોતાનો Time Waste કરે છે. આળસપણું અને વિલાસવૃત્તિ તેમની રંગરંગમાં પ્રસરી રહી છે. ટીવી ચેનલોમાં દર્શાવાતા અભિનેત્રીઓના અંગપ્રદર્શનોથી સમાજમાં માનસિક વિકૃતિઓ આવી ગઈ છે. પરિણામે લોકોનું ચારિત્ર્ય શિથીલ બને છે. ચલચિત્રોની . અવાસ્તવિક કથાઓથી પ્રેરાઇને લોકો તરંગી તેમજ અવ્યવહારુ બને

અને તેમનું જીવન બરબાદીના માર્ગે વળે છે ટીવી ચેનલોમાં દર્શાવવામાં તીવ્ર આવતા ચલચિત્રોમાં દર્શાવાતા દાણચોરી, બળાત્કાર, મારફાદ, આ ખુનામરકી જેવા પ્રસંગો સમાજમાં ગુનાખોરી વધારવામાં બહુ મોટો નેત ભાગ ભજવે છે.

જે ઘરોમાં સાસુ-વહુના, મા-દિકરી જેવા, દેરાણી-જેઠાણીના બહેનો જેવા સંબંધો હતા ત્યાં આવી ટીવી ચેનલોમાં દર્શાવવામાં કે આવતી સિરીયલો દ્વારા આવા સંબંધો જાણે નષ્ટ થઇ ચૂકયા છે. આજના યુગમાં ભાઈ-ભાઈનો નથી એવી પરિસ્થિતી ઉભી થઈ છે. કૌટુંબીક ભાવના તૂટી છે. આમ, Man is over rules by TV એ mstead of ruling television એટલે કે માણસે ટીવી પર શાસન કરવાને બદલે ટીવી એ માણસ પર શાસન કર્યું છે.

આજના આ યુગમાં ટીવીના બદલે ફોન નો ઉપયોગ વધવા લાગ્યો છે

આજના યુગમાં લોકો પર સારી બાબત કરતા ખરાબ બાબતોની એક તપેલી દૂધ પડયું હોય અને જો તેમા એક ટીપુ પણ દહીનું પડી જાય તો દૂધ બગડી જાય. આમ મારા મતે તો ટીવી ચેનલો દ્વારા ચારિત્ર્ય નું ઘડતર થઇ શકે જ નહી.

જો તેનો સમજદારીપૂર્વક ઉપયોગ કરવામાં આવે તો તે આશીર્વાદરૂપ છે અને જો તેનો દુરુપયોગ કરવામાં આવે તો તે શાપ આપી શકે છે.

Leave a Comment