ગરીબી કરતા લાચારી બહુ ખરાબ હો કારણ કે માણસ ગરીબ હોય તો એક ટાઇમ ભુખ્યા રહી શકે પણ

ગરીબી કરતા લાચારી બહુ ખરાબ હો કારણ કે માણસ ગરીબ હોય તો એક ટાઇમ ભુખ્યા રહી શકે પણ લાચાર હોય ત્યારે મદદ માટે હાથ પણ લાંબો કરવો પડે ત્યારે સ્વમાન આડુ આવે હો છતા હાથ લાંબો કરવા વાળા હાથ તેની પાછળ રહેલા દરેક વ્યક્તિની જવાબદારી અને પરિસ્થિતિને જોઈને હાથ લાંબો કરે છે … ના.. ના…. ભાઈ આટલુ વાંચી ને કોઈ એવુ ના સમજતા કે કોઈ વ્યક્તિએ મારી પાસે રૂપિયા માંગ્યા છે

.. જે વ્યક્તિએ માંગણી કરી હતી તેમણે માત્ર એક પ્લાસ્ટીક ના બેનરની માંગ કરી હતી જેમા અમે લોકો ની વચ્ચે કાર્યક્રમ કરીએ પછી તારીખ અને કાર્યક્રમ ના હેતુ સાથેનુ બેનર બનાવડાવેલુ હોય તો ફરીવાર ઉપયોગ મા નથી લઈ શકવાના અને બેનર માંગવા વાળા વ્યક્તિએ બેનર માંગ્યુ કારણ કે તેના ઘરમાં છત ની જગ્યાએ નળીયા હતા અને ઘર પણ કાચુ માટીના ગારાનુ વર્ષો જુનુ એટલે ખુણા ના એક ભાગ ઉપર એક નળીયાની નીચે દિવાલ ભીની થવાથી તિરાડ પડી હશે ત્યાંથી પાણી પડતુ હતુ

અને દિવાલ ઉપર થી પાણી ઘરમાં આવતુ હતુ અને નળીયાના જે ભાગ મા પાણી પડતુ હતુ ત્યાં પતરાનુ તગારુ હતુ જેમા પાણી સાથે છત ઉપરનો કચરો પણ તણાઈ ને આવેલો અને એક નળીયા ની વચ્ચે એક ફાટેલા બેનર નો કટકો લાગ્યો હતો એક ઓરડી મા રસોડુ, મોટો ખાટલો, એક અનાજ ભરવાનુ પીપ અને તેની ઉપર રાતે સુતા સમયે પાથરવા અને ઓઢવા માટે વપરાતા ગોદડા ગોઠવેલા અને ઓસરીમાં ભીના કપડા સુકવેલા, જે ભેજ ના કારણે ગંધાય પણ ખરા,

અને એક સીમેન્ટ ની થેલી પણ લગાડી હતી અને વરસાદ મા રાતે વીજળી થતી હોય ઝોરદાર કડાકા સાથે પાણી પડતુ હોય ત્યારે પાકા ધાબાવાળા મકાન મા રહેતા લોકો શાંતિ થી સુઈ શકે નળીયા વાળા ઘરમા મા રહેતા લોકો લાઇટ ચાલી જાય ત્યારે એક કાચ ની બોટલ મા કેરોસીન મા ડુબાવેલી સુતર ના દોરા ની વાટ સળગાવી ને રાતે જાગી ને ઘરમાં પાણી પડતુ હોય કોઈક વાસણ મુકવા જાગે છે અને નીચે જમીન ઉપર સુતેલા બાળકો ને કાચી નીંદરમાંથી જગાડીને ખાટલો હોય તો ત્યા સુવડાવે છે અને

આવા કોઈ વ્યક્તિ તમારી પાસે તમારે ફરીવાર ઉપયોગ મા પણ નથી આવવાનુ તેવુ બેનર માંગે તો દેવામા શુ વાંધો હોય હવે જે બેનરને જાહેરાત સ્વરૂપે નેતાઓ ચુંટણી ઉપર હોંડિગ બનાવડાવી પ્રચાર પ્રસાર માટે ઉપયોગ કરે, જે બેનર માં જાહેર કાર્યક્રમો, ધાર્મિક કાર્યક્રમો, ડાયરાની જાહેરાત થાય

તે બેનર કોઈ વ્યક્તિ ના ઘર મા ચોમાસાના પાણી થી રક્ષણ પણ પુરા પાડી શકતા હોય તો આવા બેનર તો સારા કહેવાય તમારી પાસે પણ આવુ બેનર પડ્યુ હોય તમારે ખાસ ઉપયોગમાં લેવાનુ ના હોય તો કોઇક ને આપી દેજો એ બેનરમા છાપેલી જાહેરાત વાંચવા વાળા એ વાંચીને ભલે એ બેનર ને ભુલી જાય પણ જેના ઘર ની છત ઉપર લગાડેલુ હશે તે રાત્રે સુતા સમયે પણ એ જાહેરાત તો જોઈ જ લેશે એટલે બેનર હોય તો કોઈક ને આપજો મારી પાસે હોય તો હુ આપી દવુ છુ કારણ કે મને કોઈકની થોડીક પણ લાચારી નથી ગમતી

અને બેનર માંગવા વાળા ભાઈ કે બહેન તેના પરીવાર મા રહેલા બાળકોની સલામતી માટે જ માંગે છે ને..હજુ આવી પરિસ્થિતિમાં લોકો જીવે છે લી. હિતેશઢાપા ભાવનગર 9737437421

Leave a Comment