ગુટખા બનાવનાર બિઝનેસમેન ખુદ કેન્સરનો ભોગ બન્યા

0
225

ગુટખા ભયંકર પણ પ્રતિબંધ !! ગુટખા બનાવનાર બિઝનેસમેન ખુદ કેન્સરનો ભોગ બન્યા મુંબઈ : અનેક વર્ષનો ગુટખા બનાવવાનો બિઝનેસ કરતા ૫૨ વર્ષના વિજય તિવારી સ્વયં કેન્સરનો શિકાર બન્યા છે . અત્યાર સુધીમાં ૬ વખત કીમોથેરપી અને ૩૬ રેડિએશનના દર્દનો અનુભવ કર્યા બાદ વિજય તિવારીએ પોતાનો ધૂમ નફો કરતો બિઝનેસ સમેટી લેવાનો નિર્ણય કર્યો છે . તબક્કાના વિજય તિવારીના કહેવા મુજબ ગુટખા બનાવતી વખતે કેસર ઈલાયચી વગેરેની ફલેવરને બદલે સસ્તા કેમિકલનો ઉપયોગ થાય છે . ગુટખાની ક્વોલિટી વારંવાર ચાખવાને કારણે તિવારીને ગુટખા ખાવાની લત લાગી અને આજે તેઓ કેન્સરથી લડી રહ્યા છે . ૨૦૧૧ માં તેમને જ્યારે રોગની ખબર પડી કે તુરત જ તેમણે સુગંધ બનાવવાનો બિઝનેસ બંધ કર્યો હતો , તેમના જણાવ્યા મુજબ ગુટખા બિઝનેસમાં આવી છેતરપિંડી થાય તો જ નફો થાય . તમે જ વિચારો અસલી કેસર ફલેવર ધરાવતા ગુટખા માત્ર બે રૂપિયામાં મળશે ? ૧ લો કેસરની કિંમત ૧.૬ લાખ રૂપિયા છે પણ તેને બદલે જે કેમિકલ ફલેવર વપરાય છે તે ૨,૩૦૦ હવે બિઝનેસ બંધ કરશે : ચાખતા – ચાખતા લત લાગી રોજના ૨૫ પેકેટ ખાધા અને કેન્સર થયું રૂપિયામાં જ એક કિલો મળે છે . ઈલાયચી ૧૯,૦૦૦ કિલોદીઠ મળે છે તેની બદલે જે ફલેવર મળે છે તે ૧,૫૦૦ રૂપિયામાં મળે છે . ૧૨ લાખનું રુહ ગુલાબ ૨૫ હજારના કેમિકલમાં મળે છે . આમ ગુટખામાં પ્રામાણિકતાને કોઈ અવકાશ નથી . ફક્ત ચેક કરવા ટેસ્ટિંગ કરતાં કરતાં ગુટખાની લત લાગી . રોજ ૨૫ પેકેટ ખાધા હવે તિવારીનો ચહેરો પણ સર્જરીથી બદલાઈ ગયો છે . તેમણે હવે. અત્તર બનાવવાનો બિઝનેસ શરૂ કર્યો છે. ગુટખામાં ઉતરતી કક્ષાનું મેગ્નેશિયમ કાર્બોનેટ અને ગેબિયર ૮ કાથાને બદલે વપરાય છે .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here