દરેક વિકલાંગ વ્યક્તિને લગ્ન કરવા માટે મળશે રૂ.50,000 ની સહાય ક્લિક કરી માહિતી જાણો અને શેર કરો

સામાજિક ન્‍યાય અને અધિકારીતા વિભાગના ઠરાવ ક્રમાંકઃઅપગ/૧૦ર૦૧૩/૮૩૩૯૬૦ /ન.બા.-૮/છ.૧, તા.૩૧-૭-૧૪ થી વિકલાંગથી વિકલાંગ અને વિકલાંગથી સામાન્ય વ્યકિતઓને લગ્ન માટે આર્થિક સહાયની યોજના મંજુર કરવામાં આવેલ છે. આ યોજના હેઠળ વિકલાંગ વ્યકિત એક બીજા સાથે લગ્ન કરે ત્યારે રુ.૨૦,૦૦૦/- ની આર્થિક સહાય તેમજ વિકલાંગથી સામાન્ય વ્યકિતએક બીજા સાથે નકકી કરે તેવા કિસ્સામાં રુ.ર૦,૦૦૦/- ની આર્થિક સહાય મંજુર કરવાની જોગવાઇ કરવામાં આવેલ હતી. ત્‍યાર બાદ વિભાગના ઠરાવ ક્ર. અપગ/૧૦ર૦૧૬/૩૦૯૧૪ર/છ-૧, તા.ર૧-પ-ર૦૧૬ થી સહાયની રકમ રુ.પ૦,૦૦૦/- કરવામાં આવેલ છે.

૧.રાજયની વિકલાંગ બહેનોની પરિસ્‍થિતિ ધ્‍યાને લઇ તેઓ સમાજમાં સન્‍માનપૂર્વક જીવી શકે તે હેતુથી દરેક કેટેગરીની વિકલાંગતા ધરાવતી વિકલાંગથી વિકલાંગ અને વિકલાંગથી સામાન્ય વ્યકિતઓને લગ્ન માટે આર્થિક સહાયની યોજના તરીકે ઓળખવામાં આવે છે.

ર. આ યોજનાનો હેતુઃ ખાસ કરીને વિકલાંગને સમયબધ્‍ધ રીતે તબકકાવાર લગ્નસહાય પુરી પાડવામાં આવે છે.

૩. આ યોજનાની પાત્રતાની મુખ્‍ય શરતોઃ

કન્યાની ઉંમર ૧૮ વર્ષથી ઉપર અને છોકરાની ઉંમર ૨૧ વર્ષથી વધુ હોવી જોઇએ.
ગઆ યોજનાનો લાભ ફકત એક જ વખત મળવાપાત્ર રહેશે.

૪. સહાયનું ધોરણ.

આ યોજના હેઠળ લગ્ન સહાયની યુગલની બન્‍ને વ્‍યકિતને રુ.પ૦,૦૦૦/- + રુ.૫૦,૦૦૦/- (અંકે રુપિયા પચાસ હજાર પુરા) ની સહાય મળવાપાત્ર થશે. તેમજ વિકલાંગથી સામાન્‍ય વ્‍યકિત એક બીજા સાથે લગ્‍ન કરે તેવા કિસ્‍સામાં વિકલાંગ વ્‍યકિતને રુ.પ૦,૦૦૦/- મળવાપાત્ર થશે.

પ. અરજી સાથે નીચે મુજબના આધાર/ પુરાવાઓ સામેલ રાખવાના રહેશે.

વિકલાંગ ઓળખકાર્ડ અથવા સિવિલ સર્જનશ્રીનો વિકલાંગતાના દાખલાની પ્રમાણિત નકલ.
બન્નેના શાળા છોડયાનાં પ્રમાણપત્ર (સ્કુલ લીંવીંગ સર્ટી.) ની પ્રમાણિત નકલ
રેશનકાર્ડની પ્રમાણિત નકલની પ્રમાણિત નકલ.
બન્નેના સંયુકત ફોટા/ લગ્ન કંકોત્રી.
લગ્ન રજીસ્ટ્રાર ઓફ મેરેજીસની ઓફીસમાં નોંધાયેલ નોંધણી પ્રમાણપત્રની પ્રમાણિત નકલ.

Leave a Comment