આ ગુજરાતી દંપતી અેમ. ડી થયા બાદ UPSC અેકઝામ આપીને સફળ થયા

on

|

views

and

comments

ડો . કેતન શુક્લા અનીતા શુક્લ ( IFS – ગુજરાતી દંપતી ) , ડિઝાઇન અહી વાત કરવી છે , IFS ગુજરાતી દંપતીની . તેમના નામ છે , ડો . કેતન શુક્લ અને અનીતા શુક્લ લગભગ ૨૫ વર્ષ પહેલાં UPSC એકઝામ આપી અમદાવાદના ડોક્ટર કેતન શુક્લ IFS બન્યા . ગુજરાતમાંથી IFS થયેલા તેઓ રાજકોટના શ્રીચિનોઈ પછીના બીજા યુવાન હતાં . ડો . કેતન શુક્લનો જન્મ ગોધરામાં થયો હતો . તેમના પિતા જયેન્દ્રભાઈ શુક્લ ન્યાયાધીશ ( જજ ) હતાં , ૧૯૬૦ માં તેમણે રાજકોટમાં જજ કરીકે ફરજ બજાવી હતી . તેમના માતાનુ નામ નલીનીબેન છે . કેતન શુક્લે અમદાવાદની સેન્ટ ઝેવીયર્સ કોલેજમાં બીએસસી ( માઈક્રો બાયોલોજી એન્ડ કેમેસ્ટ્રીમાં ) કર્યું . આ પછી તેમણે એમબીબીએસ અને એમ.ડી. ( જનરલ મેડીસીન્સ ) નો અભ્યાસ એનએચએલ મેડિકલ કોલેજ ( વિક્રમસારાભાઈ હોસ્પીટલ ) અમદાવાદમાં કર્યું . તેઓ ૧૯૮૧-૮૨ માં ગુજરાત યુનિવર્સિટી ટુડન્ટસવેલફેર બોર્ડ મેમ્બર હતા . તેઓએ એમ.ડી.ની ડિગ્રી મેળવી , ડોક્ટર બન્યા ત્યારે આજના જેવી મોટી મોટી કોર્પોરેટ હોસ્પિટલો ગુજરાત નહતી . આથી મોટાભાગના દરદીઓ વી.એસ. હોસ્પિટલમાં જ આવતા હતા ડોક્ટર બન્યા , જોરદાર પ્રેક્ટીસ ચાલતી હતી પછી UPSC એકઝામ દેવાનો વિચાર કેમ આવ્યો એવું પુછતા

ડો . કેતન શુક્લે કહ્યું કે , મને વાંચવાનો ખૂબ શોખ , રોજે રોજ પુસ્તકો વાંચવા જોઈએ , હજારો પુસ્તકો મે વાંચ્યા છે . આ ઉપરાંત કલાસીકલ , મ્યુઝિક , ટ્રાવેલ્સ વગેરેના પણ મને શોખ છે . ) મેડિકલ લાઈનમાં હું મારા શોખ સંતોષી શકું એમન હતો , વળી વાંચનનો શોખ હોવાથી UPSC એકઝામ મને બહુ અઘરી ન લાગી .

અમદાવાદના ડો . કેતન એમ.ડી. શુક્લ થયા બાદ UPSC એકઝામઅમદાવાદના ડો . કેતન એમ.ડી. શુક્લ થયા બાદ UPSC એકઝામ આપીને અનીતા શુક્લ બી.એસ.સી. ( લોજી ) હામત રાઈટ્સમાં માસ્ટર ડિગ્રી મેળવ્યા પછી UPSC એકઝામ પાસ કરી સફળ બન્યા . અને આપીને અનીતા શુક્લ બી.એસ.સી. ( લોજી ) હામત રાઈટ્સમાં માસ્ટર ડિગ્રી મેળવ્યા પછી UPSC એકઝામ પાસ કરી સફળ બન્યા . અને

કેટલી ટ્રાયલ આપી ? એવું પૂછતા ડૉ . કેતન શુકલે કહ્યું કે પહેલી ટ્રાયલ મેં ૧૯૮૫ માં આપી ત્યારે મને IRS એટલે ઈન્કમટેક્ષમાં સર્વિસ ફાળવવામાં આવી , પણ મારે ફોરેન સર્વિસમાં જવું હતું આથી ૧૯૮૬ માં ફરી UPSC એકઝામ આપી . તેમાં મને મનગમતી ES ઈન્ડીયન ફોરેન સર્વિસ મળી ગઈ . તેમણે કહ્યું કે , એ વખતે અમદાવાદમાં સ્પીપામાં અભ્યાસની સુવિધા ન હતી , આથી એક ખાનગી IFS ટ્રેનીંગ સેન્ટરમાં મેં થોડું કોચીંગ લીધું હતું UPSC માં તમારા વિષય કેયા હતાં UPSC એવું પૂછતા ડૉ . કેતન શુકલે કહ્યું કે , હિસ્ટ્રી અને ફીલોસોફી , માઈક્રોબાયોલોજી એન્ડ કેમેસ્ટ્રીમાં બી . એસ . સી ઉપરાંત એમબીબીએસ અને એમડી જેવો અભ્યાસ કર્યા પછી UPSC માં આવાં વિષયો ? એવું પૂછતા ડૉ . કેતન શુકલે કહ્યું કે , એ વખતે UPSC એકઝામમાં મેડિકલના વિષયો ન હતાં , વળી આ મારા શોખના વિષયો હતાં . એ વખતે UPSC ના ઈન્ટરવ્યુમાં તમારી સાથે બીજા ગુજરાતી કેટલા હતાં ? એવું પૂછતાં ડૉ . કેતન શુકલે કહ્યું કે , માત્ર એક જ પી . ડી . વાઘેલા , જે IAS થયા છે . IFS બહુ ઓછા ગુજરાતી છે એવું કહેતા ડૉ . કેતન શુકલે કહ્યું કે , મારા પછી ૨૦ વર્ષ બાદ ઓખાના રોહિત વઢવાણા IFS બન્યા છે . તેમના પત્ની અનીતા શુકલ મૂળ રાજસ્થાનના છે પણ દિલ્હી સ્થાઈ થયા હતાં . તેમણે બીએસસી ( ઝુલોજી ) અને હ્યુમન રાઈટમાં માસ્ટર્સ ડિગ્રી મેળવ્યા પછી ૨૦૦૩ માં UPSC પાસ કરી હતી . તેઓ પણ IFS થયા છે IFS પતિ – પત્નીની દરેક દેશમાં સાથે જ નિમણૂક કરવામાં આવે છે . આ રીતે આ દંપતી અડધો ડઝનથી વધુ વિદેશમાં ફરજ બજાવી ચૂક્યા છે . હાલમાં દિલ્હી ખાતે વિદેશ મંત્રાલયમ જોઈન્ટ સેક્રેટરી છે . જયારે અનીતા શુકલ અમદાવાદ પાસપોર્ટ ઓફિસમાં ડેપ્યુટી રીજનલ પાસપોર્ટ ઓફિસર તરીકે ફરજ બજાવે છે . આ દંપતીના બે સંતાનોમાં પુત્રી કાવ્યા ૧૧ મા ધોરણમાં ભણે છે પુત્ર ભવ્ય ૯ મા ધોરણમાં ભણે છે .

ડૉ . કેતન શુકલ ગુજરાતી , હિન્દી , અંગ્રેજી , પોર્ટુગીઝ અને અર્બોલકોર્ટ ( યુગોસ્લોવીયાની ભાષા ) જેવી ભાષાઓ આસાનીથી બોલી શકે છે . તેમને સંસ્કૃત ભાષાનું પણ સારું જ્ઞાન છે . તેમણે પોર્ટુગલ અને બ્રાઝિલમાં ઈન્ડિયન ડિપ્લોમેટીક મિશનમાં , યુગોસ્લાવિયા અને બેલગ્રેડના ફેરડલ રિપબ્લિકમાં ભારતીય રાજદુતાલયના વડા તરીકે , બર્લીન અને જર્મનીમાં કાઉન્સેલર ( કોમર્સ ) ભુતાનમાં ડેપ્યુટી ચીફ ઓફ મિશન , કેન્યામાં નેશન્સ એન્વાયરમેન્ટલ પ્રોગ્રામઅને યુનાઈટેડ નેશન્સ – હેબીટેટમાં કાયમી પ્રતિનિધિ તરીકે ફરજ બજાવી છે . ૨૦૦૯ માં તેઓ યુએન – હેબીટેટના બજેટ કમિટી અને પ્રોગ્રામના પહેલા વાઈસ ચેરમેન તરીકે ચૂંટાય હતાં , તેઓ યુએન- હેબીટેટના ગવર્નન્સ રિવ્યુ કમિટીના પણ સભ્ય હતા . ડૉ કેતન શુકલે વિદેશી મંત્રાલયના ઈન્ડિયન ટેકનીકલ એન્ડ ઈકોનોમીક કોર્પોરેશન ડિવીઝન ITEC ઇન્વેસ્ટમેન્ટ ટ્રેડ પ્રમોશન ડિવીઝન TP વેસ્ટ એશિયા અને નોર્થ આફ્રિકા ડિવીઝન WANA માં ડાયરેક્ટર તરીકે ફરજ બજાવી છે . તેમને સંરક્ષણ મંત્રાલયમાં ડિફેન્સ પ્રોડકશન એન્ડ એન્ડ સપ્લાયના રાજ્યકક્ષાના પ્રધાનના પીએસતરીકેડેપ્યુટેશન પર મૂકાયા હતા . તેઓ DREC પ્રોજેકટ એડવાઈઝરી કમિટી ઓફ CUTS ઈન્ટરનેશનલના તેમજ ઈલેકટ્રીકસીટી એકટ -૨૦૦૩ માટેની બનાવાયેલી સમિતિના પણ સભ્ય હતા . આ ઉપરાંતપાવર સેકટરની જુદી જુદી ૮૦ કોન્ફરન્સોને તેમણે સંબોધન કર્યું છે . તેઓએ SPIPA અમદાવાદ , પંડિત દીનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટી અને સ્પીપા ( સરદાર પટેલ ઈન્સ્ટિટયુટ ઓફ પબ્લિક એડમીનીસ્ટ્રેશન ) માં વીઝીટીંગ ફેકલ્ટી તરીકે ફરજ બજાવી છે . ૯ જુલાઈ ૨૦૧૦ થી મે ૨૦૧૩ સુધી ડૉ . કેતન શુકલ ગુજરાત ઇલેકટ્રીસીટી ગદ્યુલેટરી કમિશનના સેક્રેટરી હતા . અને તેઓ મહાત્મા ગાંધી લેબર ઈન્સ્ટીટ્યુટમાં પણ ફરજ બજાવી ચૂક્યા છે .

Share this

Must-read

રોજ બાજરાના રોટલા ખાવાથી બીપી-હાર્ટ એટેક સહિત 5 પ્રકારના રોગ સામે રાહત મળશે

રોજ બાજરીના રોટલા ખાવશો તો  બીપી-હાર્ટ સહિત 5 પ્રકારની બીમારી  સામે રાહત મળી શકશે ઘરમાં સામાન્ય રીતે ઘઉંના લોટની રોટલી બનતી હોય  છે પણ સ્વાસ્થ્યને...

હાર્ટ એટેકને બીજી વખત આવતો રોકવા અને તેનાથી બચવા ચમત્કાર કરે છે આ પીપળાનું પાન

આપણા હિન્દુ ધર્મમાં પીપળના વૃક્ષની પૂજા કરવામાં આવે છે. માન્યતા છે કે, પીપળના વૃક્ષમાં તમામ દેવી દેવતીઓનો વાસ હોય છે અને તેની પૂજા...

Recent articles

dharmik varta

ભાદરવા સુદ પાંચમ | સામા પાંચમ | sama pacham | rushi pacham | ઋષિ પાંચમ

(ભાદરવા સુદ પાંચમ આવે… આ પાંચમને ‘સામા પાંચમ' કહે છે. આ વ્રત કરનારે સવારે વહેલા ઉઠી જવાનું અઘેડાનું દાતણ કરવાનું. માટી ચોળી નહાવાનું, આંબળાની...

કેવડા ત્રીજ ની વાર્તા | કેવડા ત્રીજ ની પૂજા | kevda trij vrat | kevda trij pooja | kevda trij vrat katha | vrat...

(ભાદરવા માસની સુદ ૩ના દિવસને કેવડાત્રીજ કહેવાયછે. આ વ્રતને કેટલાક હરતાલીકા વ્રત પણ કહે છે. સવારે સ્નાન કરીને સંકલ્પ કરવાનો પછી ગણપતીજીનું અને ગૌરી પૂજન...

government scheme

પોસ્ટ ઓફિસમાં રોકાણ કરો કરો ૩૯૬ અને મેળવો ૧૦ લાખ સુધીનો અકસ્માત વીમો

 ભારતીય ટપાલ વિભાગની ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકે (post office) મોંઘા પ્રીમિયમ પર વીમો લેવા માટે અસમર્થ લોકો માટે ગ્રુપ પર્સનલ એક્સિડન્ટ ઈન્સ્યોરન્સ પોલિસી શરૂ...

ઇ-શ્રમ કાર્ડ ક્યારે ઉપયોગમાં આવે છે, કોણ કોણ આ કાર્ડ કઢાવી શકે અચુક વાચજો અને શેર કરજો | E SHRAM CARD

ઈ શ્રમ કાર્ડ ના ફાયદા | ઈ શ્રમ કાર્ડ ક્યારે ઉપયોગી થાય | ઈ શ્રમ કાર્ડ ક્યાંથી મેળવવું | ઈ શ્રમ કાર્ડ કઢાવવા ક્યાં...

namkarana | rashi name | boys name | girls name

મેષ(અ,લ,ઇ) રાશિ પરથી છોકરા / છોકરીઓના નામ | મેષ રાશિ નામ | mesh rashi nam

મેષ રાશિ (Mesh Rashi) વિશે થોડી જાણકારી : સંસ્કૃત નામ : મેષ નામનો અર્થ : મેષ પ્રકાર : અગ્નિ મૂળભૂત-સકારાત્મક સ્વામી ગ્રહ : મંગળ ભાગ્યશાળી રંગ : કિરમજી, લાલ ભાગ્યશાળી દિવસ/વાર : મંગળવાર નામાક્ષર : અ,લ, ઈ મેષ રાશિ...

મીન(ચ,ડ,ઝ,થ) રાશિ પરથી છોકરા/છોકરીઓના નામ અને આ રાશિ વિષે વિશેષ માહિતી જાણવા અહી ક્લિક કરો

દરેક માતા પિતાની એવી ઈચ્છા હોય છે કે પોતાના બાળકનું નામ બધા કરતા અલગ હોય કારણકે બાળકનું નામ તેનું ઓળખ બને છે આથી લોકો...

More like this

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here