કોઈ કામ પુરૂ થાય તો પાંચ વૃક્ષ વાવવાની માનતા રાખો

કોઈ કામ પુરૂ થાય તો પાંચ વૃક્ષ વાવવાની માનતા રાખો હજારો વૃક્ષો વાવી તેનું જતન કરતા ડાંગરવાડાના વૃધ્ધ T રાજકોટમાં વૃક્ષારોપણ કરવું તો સહુલું છે , પરંતુ તેને પાળી પોષી મોટા કરવા મુશ્કેલ છે . જો કે છોડમાં રણછોડ ઉકિતને ડાંગરવાડા ગામના વૃધ્ધ સાર્થક કરી બતાવી છે . રાજયનાં પૂર્વ મંત્રી ગોવિંદભાઈ પટેલના મોટાભાઈ હંસરાજભાઈ ) કાકડીયાએ આજ સુધીમાં હજારો વૃક્ષોને જતનપૂર્વક ઉછેરી મોટા કરેલ છે . પર્યાવરણ જાગૃતિ અભિયાન ચલાવતા અને સાથે નિર્વ્યસનનો સંદેશો ઉજાગર કરના હંસરાજભાઈએ બાળપણથી વૃક્ષો વાવવા અને તેનું જતન કરી મોટા કરવાનો શોખ અપનાવ્યો છે . ૮૮ વ પણ યુવાનોને શરમાવે તેવી સ્ફુર્તી

વૃધ્ધ નિયમિત રીતે મોટરસાયકલ ઉપર વૃક્ષોના રોપા સાથે પાણીનો કેરબો લઈ ડાંગરવાડાની આજુબાજુના ગામો તેમજ રાજકોટના ઘણા બગીચાઓમા સ્વખર્ચે તેઓ વૃક્ષારોપણ અભિયાન | ચલાવે છે . બીગ બજાર એસ્ટ્રોન ચોક સહિતના બગીચાઓમાં તેઓએ વૃક્ષારોપણ કરેલ છે . હાલ તેઓ રાજકોટ ખાતે તેમના દીકરાના ઘરે રહિને નિવૃત જીવન જીવી રહ્યા છે તેઓ લોકોને એવી શીખ આપે છે જો તમારૂ કોઈ કામ પાર પડે તો પાંચ વૃક્ષ વાવવાની માનતા રાખો જેથી પર્યાવરણને પણ બચાવી શકાય . યુવાન જેવી ફૂર્તિ ધરાવતા વયોવૃધ્ધને વૃક્ષારોપણના કાર્યમાં નિજાનંદનો આનંદ મળે છે .

છોડમાં રણછોડ ‘ ઉકિતને સાર્થક કરી બતાવી

Leave a Comment