કિરણ હોસ્પિટલ દ્વારા ૭૫૦ બાળકોની વિનામુલ્યે સર્જરી થશે જટીલ બીમારી ધરાવતા ૧૦ વર્ષ સુધીના બાળકોને આ લાભ મળશે : મયુરભાઇ સવાણી ધબકાર પ્રતિનિધિ સુરત.તા .૧૨ – આઝાદી કા અમૃત મહોત્સવની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી રહી છે .આ ઉજવણી સંપૂર્ણ વર્ષ ચાલશે .દેશમાં જટીલ બીમારીથી પીડાતા ૭૫૦ બાળકોને વિનામૂલ્યે સર્જરી કરી નવજીવન આપવામાં આવશે .જટીલ બીમારીથી પીડાતા ૧૦ વર્ષ સુધીના બાળકોને આ લાભ મળશે .સ્વતંત્ર ભારતના ૭૫ વર્ષ પૂર્ણ થયા નિમિત્તે સમગ્ર દેશ આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવાઇ રહ્યો છે કિરણ હોસ્પિટલ સુરત દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે અનોખી રીતે ઉજવણી કરવામાં આવી રહી છે .આ ઉજવણી સંપૂર્ણ વર્ષ ચાલવાની છે .દેશના જટીલ બીમારીથી પીડાતા બાળકોને બીમારીથી મુક્તિ અપાવવા માટે દેશમાં પ્રથમ કિરણ હોસ્પિટલમાં નવજીવન પ્રયાસ કરાઇ રહ્યો છે હાર્ટટ્રાન્સપ્લાન્ટ , લિવર ટ્રાન્સપ્લાન્ટ કિડની ટ્રાન્સપ્લાન્ટ , બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ જેવી સર્જરીઓ તદુપરાંત, જન્મજાત જટીલ બીમારીઓની પીડામાંથી બાળકોને મુક્તિ અપાવવા માટે કિરણ હોસ્પિટલ દ્વારા ખૂબ મહત્વનું આયોજન કરવામાં આવ્યું છે . આ યોજના અંતર્ગત ૧૦ વર્ષની ઉંમર સુધીના જટીલ બીમારીથી પીડાતા ૭૫૦ બાળકોને વિનામૂલ્યે અનુ ,
સુખી – સંપન્ન પરિવાર આનો લાભ નહિ લઇને મધ્યમવર્ગના લોકોને લાભ મેળવવા દઇ માનવતા મહેકાવે પદ્મશ્રી માથુરભાઇ સવાણીએ જણાવ્યું કે , કિરણ હોસ્પિટલમાં જટીલ બીમારી માટે પોતાના બાળકની વિના મૂલ્યે સારવાર લેવા માંગતા લોકોએ ૧૫ સપ્ટેમ્બર ૨૦૨૨ સુધીમાં તે બાળકની પૂરી વિગત સાથે કિરણ હોસ્પિટલ ખાતે રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે . એક મહિના દરમિયાન થયેલ રજિસ્ટ્રેશનના આધારે ડોક્ટર દ્વારા બાળકોનું નિદાન થશે , અને જે તે મહિનામાં નંબર મુજબ તેઓની સર્જરી કરવામાં આવશે . અત્રે ઉલ્લેખનીય છે કે , જે પરિવાર સુખી – સંપન્ન છે . તે લોકો આનો લાભ નહિ લે જેનાથી અન્ય મધ્યમ વર્ગના પરિવારને લાભ મળી શકે રજીસ્ટ્રેશનની માહિતી દેશના જે કોઇપણ મધ્યમ વર્ગના લોકો તેના બાળકોને નવજીવન કિરણ હોસ્પિટલ મારફતે અર્પણ કરવા ઇચ્છતા હોય તેઓ
રજીસ્ટ્રેશન કિરણ હોસ્પિટલની વેબસાઇટ www.kiranhospital.com પર પણ કરાવી શકો છો. વધુ માહિતી માટે સંપર્ક કરો : 97264 32048 / 0261- 7161111, અથવા inquiry@kiranhospital.com