માં બાપ બનવાનું સુખ કંઇક અલગ જ હોય છે એવીજ એક સત્ય ઘટના વાંચો અને શેર કરો

તરંગ ખૂબ જ ખુશ હતો અને આવૃત્તિ ને કહી દીધું કે આજે તારે જે જોઈએ એ માંગી લે તારી જે ઉચ્છા હશે એ પુરી કરીશ અને એ પણ કોઈ પણ ભોગે …. આવૃત્તિ પણ ખૂબ જ ખુશ હતી અને કેમ ના હોય લગ્ન ના નવ વર્ષો બાદ એમના ઘરે પારણું બંધાયું હતું. આખી શેરી માં પેંડા વ્હેચ્યાં અને બધા સગા સંબંધીઓને ફોન પર ખુશ ખબરી આપી દીધી. બંને જણા તે દિવસે એક મિનિટ માટે પણ અલગ ન થયા એ યાદો માં ડૂબી ગયા કે જે સપના જોયા પછી પૂરું કરવામાં ઘણા વર્ષો વીતી ગયા….. ડોક્ટર મહેતા એ ચોખ્ખું જ કહી દીધું હતું કે હવે તમારે બાળક રહેવાની શક્યતા નથી અને રહેશે તો પણ એ સ્વસ્થ નહીં જન્મી શકે. કેટલાય ડોક્ટરો, હકીમો, દોરા-ધાગા, ભુવા, દેશી ઓસડીયા બધું જ અજમાવી લીધું હતું. છેવટે આવૃત્તિ નો પ્રેગનેન્સી રિપોર્ટ પોઝિટિવ આવ્યો ત્યારે બંને જણા ખૂબ ખુશ હતા પણ ડો. મહેતા ની વાત એમને યાદ હતી અને ફરી નિરાશ થઈને બેસી ગયા હતા.  એક દિવસ અચાનક તરંગ ને એમના સ્વર્ગસ્થ પિતા ની એક વાત યાદ આવી. તરંગ ના પિતાજી મનસુખભાઇ દર મહિને સોમનાથ શિવજી ના દર્શન કરવા જતાં. તરંગે ત્યારે 7 કે 8 વરસ નો હશે. એમને કુતૂહલવશ પૂછ્યું કે કેમ તમે દર મહિને આટલે દૂર ફક્ત દર્શન કરવા જાવ છો. ત્યારે મનસુખભાઈએ એટલું જ કીધું કે એ મોટો થશે ત્યારે તેનું કારણ કહેશે. તરંગ ને આ વાત મન માં રહી ગઈ અને મોટો થવાની રાહ જોવા લાગ્યો… જ્યારે તરંગ 16 વરસ નો હતો ત્યારે બ્લડ કેન્સર ના કારણે મનસુખભાઇ નું અવસાન થયું અને તરંગ ના મન નો એ સવાલ ત્યાં જ રહી ગયો. થોડા સમય પછી એમને આ સવાલ એમની બા સોનલબેન ને પૂછ્યો. ત્યારે એમને કીધું કેે “લગ્ન ના 3 વર્ષ પછી પણ કોઈ બાળક નહોતું ત્યારના સમય માં લોકો ના મહેણાં ટોણા સાંભળીને તારા પપ્પાએ માનતા રાખી હતી કે જો એ પિતાજી બનશે તો દરેક મહિને સોમનાથે દર્શન કરવા જશે અને પછીના વર્ષે જ તારો જન્મ થયોતો એટ્લે એ દર મહિને એક વાર સોમનાથ દર્શન કરવા જતા…” ત્યારે સાયન્સ માં અભ્યાસ કરતા તરંગે વાત સાંભળીને લાગ્યું કે એવું કંઈ જરૂરી ના હોય કે માનતા ના કારણે આવું થયું… જ્યારે આ પરિસ્થિતિ તરંગ અને આવૃત્તિ ને આવી ત્યારે એમના માતા પિતા નહોતા. ખૂબ લાંબા તપ પછી પણ પાપા બનવાનું સપનું પૂરું ના થયું ત્યારે સોમનાથ વાળી એમના પિતાજી ની વાત યાદ આવી અને અંધશ્રદ્ધા મા ન માનતા બંને જણા એ નિયમ લીધો કે એમને બાળક આવશે પછી દર મહિને સોમનાથ દર્શને જશે. અને અચાનક કહો કે બનવાજોગ આ વાત પછીના 4 મહિના માં આવૃતિએ ખુશ ખબર આપી અને પુરા મહિને એક સ્વસ્થ બાળક ને જન્મ આપ્યો. ત્યારે તરંગને સમજાયું કે પોતાની અને વિજ્ઞાન ની સમજ બહાર ની પણ એક દુનિયા છે અને એ દુનિયા તેમના કરતા ઘણી આગળ છે. અંધશ્રદ્ધા અનેે વિશ્વાસ, સમર્પણ બંને અલગ જ વસ્તુ છે. મનોમન આ બધું યાદ કરતા તરંગ ની આંખ માં બાળક ના હરખ અને પિતાજી ની વાત ને અંધશ્રદ્ધા માનતો એ વાત પરના પસ્તાવા ના આંસુ હોસ્પિટલ ની એ રૂમની ટાઇલ્સ પર પડવા લાગ્યા….અને મન માં એક સ્વર ગુંજી ઉઠ્યો….હર હર મહાદેવ..

Leave a Comment