Home જાણવા જેવું રક્ષાબંધનનું પર્વ જીંદગીનું છેલ્લું પર્વ બની ગયુ ઓમ શાંતિ

રક્ષાબંધનનું પર્વ જીંદગીનું છેલ્લું પર્વ બની ગયુ ઓમ શાંતિ

42
રક્ષાબંધનનું પર્વ જીંદગીનું છેલ્લું પર્વ બની ગયુ ઓમ શાંતિ

માર્ગ અકસ્માતમાં જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા લોક રક્ષક દળના મહિલા કોસ્ટેબલન જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં લોકરક્ષક દળના મહિલા કોસ્ટેબલ આજે પોતાના ગામ અમરાપરથી ફરજ પર આવતા હતા ત્યારે ભીડભંજન મહાદેવ મંદિર પાસે એક મોટર સાયકલ સાથે ટકરતા તેણીનું સારવાર દરમીયાન મોત નીપજ્યું હતું. વર્ષ ૨૦૧૯-૨૦ની બેન્ચના લોકરક્ષક દળના મહિલા કોસ્ટેબલ હર્ષિતાબેન હમીરભાઈ અજાણા આજે બપોરે પોતાના ગામ અમરાપરથી જેતપુર તાલુકા પોલીસ સ્ટેશને ફરજ પર આવતા હતાં. ત્યારે ભીડભંજન મહાદેવ મંદિર રોડ પર પહોંચતા એક મોટર સાયકલ સાથે કરતા તેણીને ગંભીર ઇજા પહોંચી હતી. જેથી તેણીને જેતપુર સરકારી હોસ્પીટલે પ્રાથમીક સારવાર આપી વધુ સારવાર માટે જૂનાગઢ રીફર કરવામાં આવી હતી. પરંતુ ત્યાં તેણીને સારવાર કારગત નીવડે તે પહેલાં જ તેણીનું મોત નીપજ્યું હતું. મૃતક હર્ષિતાબેનની ટ્રેનીંગ બાદ જેતપુર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પ્રથમ પોસ્ટીંગ હતું. જેમાં તેઓ પોતાના ગામ અમરાપરથી અપડાઉન કરતા હતાં. જેમાં આજે રક્ષાબંધનના દિવસે પોતાના ભાઈઓને રાખડી બાંધીને ફરજ પર જવા નીકળ્યા હતાં. પરંતુ તેણીને ક્યાં ખબર હતી કે , આ રક્ષાબંધનનું પર્વ તેણીની જીંદગીનું છેલ્લું પર્વ છે.

દરિયા જેવું નિખાલસ હૃદય , હિમાલય જેવું પવિત્ર હાસ્ય, સર્વ પ્રત્યે અખૂટ લાગણી સાથેનો આપનો આંનદી અને માયાળુ સ્વભાવ વ્યવહાર કૂશળતા સંસ્કાર અને સ્નેહભાવનાની સુવાસ કદી ભુલાશે નહી. પરિવાર જેનું મંદિર હતું, સ્નેહ જેની શકિત, પરિશ્રમ જેનું કર્તવ્ય હતું, અંજલિ આપતા હેયુ તૂટે છે અને શ્રદ્ધાંજલિ આપતા શબ્દો ખૂટે છે. કલ્પી ન શકાય તેવી અણધારી તમારી વિદાય અમારા સૌનાં કાળજા કંપાવી ગઈ તો – દિલ હજુ માનતું નથી કે તમે અમારી વચ્ચે નથી,

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here